એક જ રહે છે, દ્રવ્યપણે કાંઈ પોતે અનેક થઈ જતો નથી એવી તેની એકત્વશક્તિ છે. અને દ્રવ્યપણે એક
હોવા છતાં અનેક પર્યાયોપણે પણ પોતે જ થાય છે–એવી તેની અનેકત્વશક્તિ છે. આ રીતે એકપણું ને
અનેકપણું બંને શક્તિઓ આત્મામાં એક સાથે છે. તેમાં ‘એકત્વ’ તે દ્રવ્યાર્થિકનયથી છે અને તેની સાથે
“અનેક પર્યાયોમાં વ્યાપક” એમ કહીને પર્યાય પણ બતાવી; તથા બીજા બોલમાં ‘અનેકત્વ’ કહ્યું તે
પર્યાયાર્થિકનયનો વિષય છે અને તેની સાથે “એક દ્રવ્યથી વ્યાપ્ય” એમ કહીને દ્રવ્ય પણ સાથે જ રાખ્યું
છે. દ્રવ્યનું લક્ષ છોડીને એકલું અનેકપણું માને તો તે યથાર્થ નથી. તે જ પ્રમાણે નિર્મળ પર્યાયો વિનાનું
એકલું દ્રવ્ય માને તો તે પણ યથાર્થ નથી. દ્રવ્ય અને નિર્મળ પર્યાય એ બંનેને વ્યાપક–વ્યાપ્ય તરીકે સાથે ને
સાથે રાખીને આચાર્યદેવે અદ્ભુત વર્ણન કર્યું છે.
ન વ્યાપે પણ પોતાની પર્યાયમાં વ્યાપે. અહીં નિર્મળ પર્યાયોની જ વાત છે. એક પછી એક પર્યાયમાં શુદ્ધતા
વધતી જાય છતાં તે બધી પર્યાયો આત્મામાં જ અભેદ થાય છે, અનેક પર્યાયો થવાથી આત્માની એકતા
તૂટતી નથી. સમ્યગ્દર્શનની શરૂઆત વખતે પણ તે જ છે ને કેવળજ્ઞાન વખતે પણ તે જ છે; એ રીતે અનેક
નિર્મળ પર્યાયપણે થવા છતાં પોતે ચૈતન્યસ્વરૂપે એક જ છે. જ્ઞાનપર્યાયમાં આત્મા, દર્શનમાં આત્મા,
આનંદમાં આત્મા, એમ અનંત ગુણોની પર્યાયમાં રહેલો હોવા છતાં, જ્ઞાનનો આત્મા જુદા, દર્શનનો આત્મા
જુદો ને આનંદનો આત્મા જુદો––એમ કાંઈ આત્માનું ભિન્નપણું નથી, આત્મા તો એક જ છે. “જગતમાં
બધા થઈને એક જ આત્મા (અદ્વૈતબ્રહ્મ) છે” એ વાત જૂઠી છે, તેની અહીં વાત નથી. જગતમાં તો
અનંતાનંત જીવાત્માઓ ભિન્ન ભિન્ન છે, પણ તેમાંથી વ્યક્તિદીઠ એકેક આત્મા પોતપોતાના અનંત
ગુણપર્યાયોમાં એકપણે રહ્યો છે, પરથી તો ભિન્નપણે રહ્યો છે. પરમાં તારો આત્મા નથી માટે પરનું લક્ષ
છોડ; દેહમાં–વાણીમાં–મનમાં ‘આત્મા’ એવા શબ્દમાં–કર્મમાં કે રાગમાં ક્યાંય તારો આત્મા નથી માટે તે
બધાયનું લક્ષ છોડ; તારા અનેક ગુણ–પર્યાયોમાં તારો આત્મા રહેલો હોવા છતાં તે અનેકપણે ખંડિત થઈ
ગયો નથી પણ એકપણે જ રહ્યો છે, માટે અનેકના ભેદનું પણ લક્ષ છોડીને, દ્રવ્યસ્વભાવની એકતાનું
અવલંબન કર. તે એકતાના અવલંબને અનેક નિર્મળ પર્યાયો થઈને તે એકતામાં જ ભળી જશે.
તેમાં જ આત્મા વ્યાપક છે. અહો! વિકારી પર્યાયમાં પણ આત્મા નથી રહ્યો તો પછી શરીરાદિ જડમાં તો
આત્મા ક્યાંથી હોય? શરીરમાં આત્મા નથી રહ્યો–એ વાત સાંભળતા અજ્ઞાની તો ભડકે છે કે અરે! શું
આત્મા આ શરીરમાં નથી? તો આત્મા ક્યાં રહ્યો હશે? શું આકાશમાં રહ્યો હશે? ” –અરે ભાઈ! ધીરો
થા, ધીરો થા. શરીર પણ જડ છે ને આકાશ પણ જડ છે, –શું આત્મા જડમાં રહે? કે જડથી ભિન્ન રહે?
આત્મા શરીરમાં નથી ને આકાશમાં પણ નથી, આત્મા પોતાના જ્ઞાન–આનંદ વગેરે અનંત ગુણ–પર્યાયોમાં
જ છે. ભાઈ! તારા ગુણ–પર્યાયોથી બહાર બીજે ક્યાંય તારો આત્મા નથી. જડ શરીરાદિમાં આ ચૈતન્યમૂર્તિ
આત્મા કદી રહ્યો જ નથી, તો પછી આત્મા તે શરીરાદિનાં કામ કરે એ વાત ક્યાં રહી? –એ તો ગઈ
અજ્ઞાનીની ભ્રમણામાં! અજ્ઞાનીને ભ્રમ થાય છે કે અમે આ ખાવું–પીવું–બોલવું બધું કરીએ છીએ ને! –પણ
ભાઈ! તું એટલે કોણ? તું જડ કે તું આત્મા? આત્મા આત્મામાં રહે કે જડમાં? ખાવું–પીવું–બોલવું તે
ક્રિયાઓ તો જડ શરીરમાં થાય છે, તે જડના સ્વભાવથી થાય છે, તારો સ્વભાવ તો જ્ઞાન છે, તું તો તેનો
જાણનાર જ છો. જડની વાત તો ક્યાંય ગઈ, પણ અહીં તો કહે છે કે એકલા રાગાદિ વિકારમાં જ આત્મા
રહેલો છે એમ અનુભવનાર પણ મિથ્યાદ્રષ્ટિ જ છે.