Atmadharma magazine - Ank 167
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 25

background image
: ભાદરવો : ૨૪૮૩ : આત્મધર્મ : ૭ :
પર્યાય પલટીને બીજી વિશેષ નિર્મળ પર્યાયરૂપે નિર્મળ કોણ થાય? અને જો સર્વથા અનેકરૂપ જ થઈ જાય તો
પર્યાય કોના આશ્રયે થાય? માટે આત્મામાં એકત્વ તેમજ અનેકત્વ એવી બંને શક્તિઓ છે.
જો એકત્વશક્તિ ન હોય તો અનેક ગુણ–પર્યાયોમાં વસ્તુ પણ અનેક ખંડખંડરૂપ થઈ જાય, અર્થાત્ જેટલા
ગુણો ને જેટલી પર્યાયો તેટલી જ જુદી જુદી વસ્તુઓ થઈ જાય, એટલે અનંતગુણ–પર્યાયરૂપ વસ્તુ સિદ્ધ જ ન
થાય, માટે, અનંતગુણ–પર્યાયોમાં એકપણે વ્યાપીને રહેવારૂપ એકત્વ શક્તિ છે, તે અનંતગુણપર્યાયોમાં દ્રવ્યની
અખંડતા ટકાવી રાખે છે.
એ જ પ્રમાણે જો અનેકત્વશક્તિ ન હોય તો એક વસ્તુમાં અનંતગુણપર્યાયો ક્યાંથી હોય? વસ્તુ એક
હોવા છતાં ગુણ–પર્યાયો અનંત છે. દ્રવ્યરૂપે એક જ રહીને આત્મા પોતે પોતાના અનંતગુણપર્યાયોમાં રહ્યો છે.
એ રીતે અનેકપણું પણ છે.
એકપણું કે અનેકપણું તે બંનેમાં પરથી તો આત્મા જુદો જ છે ને વિકારથી પણ જુદો છે. એકપણું તો
દ્રવ્યથી છે ને અનેકપણું ગુણ–પર્યાયોથી છે. પરને લીધે તે ધર્મ નથી તેથી પરસન્મુખતાથી એકતાની કે
અનેકતાની ઓળખાણ થતી નથી, એકતારૂપે કે અનેકતારૂપે આત્મા પોતે જ છે તેથી આત્મસન્મુખતાથી જ તેની
યથાર્થ ઓળખાણ થાય છે.
એકેક આત્મામાં અનંત ગુણો, ને તે અનંત ગુણોની અનંત પર્યાયો, તેમાં આત્મા વ્યાપક છે, તેથી
આત્મામાં અનેકતા પણ છે. પર્યાય તે વ્યાપ્ય (રહેવા યોગ્ય) છે અને આત્મા તેમાં વ્યાપક (રહેનાર) છે.
આત્માને વ્યાપવા યોગ્ય પર્યાય એક જ નથી પણ અનેક પર્યાયો છે, તે અનેકપણે થતો હોવાથી આત્મા
અનેકરૂપ છે. સ્વભાવના આશ્રયે નિર્મળ ક્રમબદ્ધપર્યાયો એક પછી એક થાય તે જ આત્માનું ખરું વ્યાપ્ય છે;
રાગાદિ તેનું ખરું વ્યાપ્ય નથી, અને દેહાદિમાં તો આત્મા કદી વ્યાપ્યો જ નથી.
આત્માની સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ નિર્મળ પર્યાયોમાં કોણ વ્યાપે છે? શું નિમિત્ત તેમાં વ્યાપે છે?
ના; શું રાગ તેમાં વ્યાપે છે? ના; શું પૂર્વની પર્યાય તેમાં વ્યાપે છે? ના; શુદ્ધચૈતન્યમૂર્તિ આત્મા પોતે જ
પરિણમીને તે સમ્યગ્દર્શનાદિ પર્યાયોમાં વ્યાપે છે, માટે હે જીવ! તારી નિર્મળ પર્યાય પ્રગટ કરવા માટે તારે તારા
શુદ્ધઆત્મામાં જ જોવાનું રહ્યું–તેનું જ અવલંબન કરવાનું રહ્યું; પણ કોઈ નિમિત્તનું, રાગનું કે પર્યાયનું અવલંબન
ન રહ્યું. તારો એક આત્મા જ તારી બધી પર્યાયોમાં પ્રસરી જાય છે એવી તેની શક્તિ છે, એટલે તારી પર્યાય માટે
તારે બીજા કોઈ દ્રવ્યોની સામે જોવાનું રહેતું નથી; તારા સ્વદ્રવ્યની જ સન્મુખ જોવાનું રહે છે. આત્માનું આવું
સ્વરૂપ જે સમજે તેને પરથી પરાડ્મુખતા અને સ્વની સન્મુખતાવડે નિર્મળ પર્યાયો થાય છે, એ જ ધર્મ છે.
જેમ કડું–હાર–મુગટ વગેરે બધી અવસ્થાઓમાં એક સોનું જ ક્રમસર વ્યાપે છે, પણ તેમાં કાંઈ સોની
એરણ કે હથોડી વ્યાપતા નથી; એ રીતે આત્માની બધી પર્યાયોમાં પણ આત્મા એક જ વ્યાપે છે, અન્ય કોઈ
તેમાં વ્યાપતું નથી. ઉપાદાન અને નિમિત્ત બંને ભેગા થઈને કાર્ય કરે એમ જે માને છે તે એક પર્યાયમાં અનેક
દ્રવ્યોને વ્યાપક માને છે. તેને સ્વ–પરનું ભેદજ્ઞાન નથી. આત્માની પર્યાયમાં પર તો વ્યાપ્યું નથી પણ જે
પર્યાયમાં એકલા ક્રોધાદિ વ્યાપે તેને પણ આત્મા કહેતા નથી. આત્માની પર્યાય તો તેને જ કહેવાય કે જેમાં
આત્માનો સ્વભાવ વ્યાપે. ક્રોધાદિ ભાવો ખરેખર આત્માના સ્વભાવથી વ્યપાયેલા નથી. ––આવા
આત્મસ્વભાવને જેણે નક્કી કર્યો તેની પર્યાયમાં આત્મા વ્યાપ્યો ને ક્રોધાદિ ન વ્યાપ્યા. ક્રોધમાં વ્યાપે તે હું નહિ;
શુદ્ધતામાં વ્યાપું તે જ હું–એમ નક્કી કરતાં ક્રોધ તરફનું જોર તૂટી ગયું ને શુદ્ધસ્વભાવ તરફનું જોર વધી ગયું––
આવી સાધકદશા છે, ને તે જ મોક્ષમાર્ગ છે.
જુઓ, આત્માની સમ્યક્ પ્રતીતિ આવું ફળ લેતી પ્રગટે છે. જો આવું ફળ ન આવે તો આત્માની ખરી
પ્રતીતિ નથી. સમ્યક્પ્રતીતિ તો એવી છે કે આખા ભગવાન આત્માને પર્યાયમાં પ્રસિદ્ધ કરે છે. જો પર્યાયમાં
ભગવાન આત્માની પ્રસિદ્ધિ ન થાય તો ત્યાં સમ્યક્પ્રતીતિ નથી. મારી બધી શુદ્ધપર્યાયોમાં મારું દ્રવ્ય જ વ્યાપશે,
મારો આત્મા જ અનેક નિર્મળ પર્યાયોરૂપે તન્મય થઈને પરિણમશે–આમ જેણે નિશ્ચય કર્યો તેની શ્રદ્ધાનું જોર
સ્વદ્રવ્ય તરફ વળી ગયું, તેના જ્ઞાને શુદ્ધદ્રવ્યને સ્વજ્ઞેય કર્યું, તેનો પુરુષાર્થ સ્વદ્રવ્ય