છે! પોતાને જરીક શુભ રાગ વર્તે છે તેનોય બચાવ નથી કરતા...સ્પષ્ટ કહે છે કે અરે! અમને પણ જે રાગ છે તે કલંક
છે. અમે મોક્ષાર્થી છીએ..આટલો રાગ પણ અરે! અમારા મોક્ષને અટકાવનાર હોવાથી કલંક છે. બચાવ કોને માટે?
અમે તો અમારા મોક્ષને જ ઇચ્છીએ છીએ, રાગને નથી ઇચ્છતા.
બાપુ! રાગની હોંસ કરીશ નહિ. ‘હોંસીડા, હોંસ મત કીજે’–હે મોક્ષના હોંસીડા! તું રાગની હોંસ કરીશ નહિ.
વિકલ્પ ઊઠે છે, પણ તે વિકલ્પમાં અમારી હોંસ નથી; જો તેમાં અમારી હોંસ કલ્પો તો મોક્ષમાર્ગમાં વર્તતી અમારી
શુદ્ધપર્યાયને તમે અન્યાય આપો છો, માટે આ રાગની વૃત્તિને અમારી હોંસ તરીકે ન સ્વીકારશો.–એ તો કલંક છે!
અહા! સાક્ષાત્ તીર્થંકરભગવાન જેટલી જેમના કથનની પ્રમાણતા..અને જેમના સૂત્રનો આધાર મોટા મોટા આચાર્યો
પણ આદરપૂર્વક આપે..એવા ભગવાન કુંદકુંદાચાર્યદેવ આ કહે છેઃ “માર્ગની પ્રભાવના અર્થે અમે આ કહીએ છીએ, પણ
વિકલ્પમાં અમારો ઉત્સાહ નથી, ઉત્સાહ તો સ્વરૂપમાં જ છે. અમારા આત્મામાં વીતરાગ પરિણતિની ઉત્કૃષ્ટતા થાય તે
જ ખરેખર માર્ગની પ્ર–ભાવના છે. વિકલ્પ છે તે વ્યવહાર છે, તે વિકલ્પમાં અમારો ઉત્સાહ નથી, વ્યવહારમાં અમારો
ઉત્સાહ નથી.
વીતરાગ ભગવાનનું વિધાન તો વીતરાગી અનુભૂતિ કરવાનું જ છે. રાગાદિ ઉદયભાવની ભરતીરૂપ જે ભવસાગર, તેને
પૂર્ણાનંદની પ્રાપ્તિરૂપ જે મોક્ષ, તેના માર્ગમાં અગ્રેસર–નેતા કોણ છે?–કે વીતરાગભાવ; વચ્ચે રાગ આવે ને મોક્ષમાર્ગમાં
અગ્રેસર નથી–મુખ્ય નથી, ગૌણ છે; ગૌણ છે એટલે વ્યવહાર છે, ને વ્યવહાર તો અભૂતાર્થ હોવાથી હેય છે. મોક્ષમાર્ગમાં
વીતરાગતા જ અગ્રેસર છે એટલે કે મુખ્ય છે, ને તે જ નિશ્ચય મોક્ષમાર્ગ હોવાથી ઉપાદેય છે. વીતરાગભાવ જ
મોક્ષમાર્ગનો નેતા–એટલે કે મોક્ષમાર્ગે લઈ જનાર છે, રાગ તે મોક્ષમાર્ગે લઈ જનાર નથી.
જયવંત વર્તો આ સાક્ષાત્ વીતરાગતા..કે જે મોક્ષમાર્ગનો સાર છે..ને જે સમસ્ત શાસ્ત્રનું તાત્પર્ય છે. ભગવાન
વીતરાગમાર્ગના પ્રકાશક સંતો જગતમાં જયવંત વર્તો!
વીતરાગમાર્ગની શ્રદ્ધા પણ થતી નથી. વીતરાગભાવની ભાવનાવાળાને, સાક્ષાત્ વીતરાગતા ન થાય ત્યાં સુધી, વીતરાગી પુરુષો