Atmadharma magazine - Ank 171
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 25

background image
પોષઃ ૨૪૮૪ઃ ૧૧ઃ
જેમ કોઈ માણસ અનેક પ્રકારની આડીઅવળી વાતો કરતો હોય ત્યાં બીજો તેને કહે છે કે ભાઈ, એ બધું ઠીક પણ તારા
હૃદયમાં શું છે તે કહી દેને! તેમ શાસ્ત્રમાં નિશ્ચયની, વ્યવહારની, નિમિત્તની, કર્મની વગેરે અનેક પ્રકારની વાત ભરી છે
પણ તેનું હૃદય શું છે? સંતો, શાસ્ત્રનું હૃદય ખોલીને બોલે છે કે શાસ્ત્રનું હૃદય તો પરમ વીતરાગતા કરવી તે જ છે. “
પરમ વીતરાગતા” માં બધાય શાસ્ત્રોના હૃદયનું રહસ્ય આવી જાય છે, એ જ સર્વ શાસ્ત્રોનું ફરમાન છે, એ જ સંતોના
હૃદયની વાત છે, ને એ જ મોક્ષનો માર્ગ છે.
જયવંતો વર્તો એ વીતરાગતા..
“વીતરાગમાર્ગ બતાવનાર..સેવકને તારનાર..ગુરુદેવનો જય હો”
આ તો હજુ નમૂનો છે...થોડા જ સમયમાં શ્રી પંચાસ્તિકાય પરમાગમ ગુજરાતી ભાષાંતર સહિત પ્રસિદ્ધ થવાનું
હોવાથી, તે શાસ્ત્રના મહિમાનો જિજ્ઞાસુઓને ખ્યાલ આવે તે માટે અહીં તે શાસ્ત્ર ઉપરના પ્રવચનોમાંથી થોડોક નમૂનો
આપવામાં આવ્યો છે.
– બ્ર. હરિલાલ જૈન
* * *
તું જ્યાં છો ત્યાં જ તારું સુખ છે
સુખ તે આત્માનું પ્રયોજન છે. દરેક જીવ સુખ
ઇચ્છે છે...ને...સુખને જ માટે ઝાંવા નાંખે છે. અહીં
આચાર્ય ભગવાન સમજાવે છે કેઃ
હે જીવ! તારા આત્મામાં સુખશક્તિ
હોવાથી આત્મા જ સ્વયં સુખરૂપ થાય છે.
આત્માનું સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર
તે ત્રણે સુખરૂપ છે; આત્માનો ધર્મ સુખરૂપ છે,
દુઃખરૂપ નથી. હે જીવ! તારી સુખશક્તિમાંથી જ
તને સુખ મળશે, બીજે ક્યાંયથી સુખ તને નહિ
મળે. કેમકે–
તું જ્યાં છો ત્યાં જ તારું સુખ છે.
હે જીવ! તારી સુખશક્તિ એવી છે કે જ્યાં
દુઃખ કદી પ્રવેશી શકતું નથી, માટે આત્મામાં ડુબકી
મારીને તારી સુખશક્તિને ઊછાળ,–ઊછાળ એટલે કે
પર્યાયમાં પરિણમાવ;–જેથી તારા સુખનો પ્રગટ
અનુભવ તને થશે.
– પાંચમી શક્તિના પ્રવચનમાંથી