Atmadharma magazine - Ank 171
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 25

background image
પોષઃ ૨૪૮૪ઃપઃ
થોડો વખત અહીં જ રહો, પછી કોઈ સ્થળ નક્કી કરીને અમે જરૂર રથમાં બેસાડીને તેમને તેડાવી લઈશું.
અમે હવે વિદાય થઈને છીએ, માતાજીના ચરણોમાં અમારા નમસ્કાર કહેજો.
અનુચરઃ– જેવી આપની આજ્ઞા! (એમ કહીને વિદાય થાય છે.)
(રામ–લક્ષ્મણ જવાની તૈયારી કરે છે; ત્યાં બીજો અનુચર આવીને કહે છેઃ)
બીજો અનુચરઃ– પ્રભો! સીતાદેવી માતા આપની સાથે આવવા માટે રાજમહેલના દરવાજે તૈયાર થઈને ઊભાં છે.
કૌશલ્યા માતાજીએ ઘણું સમજાવવા છતાં તેઓ કોઈ રીતે અટકતા નથી. તે આપની સાથે જ આવવા ઇચ્છે
છે. તે કહે છે કે “જ્યાં આર્યપુત્ર ત્યાં હું,–તેઓ વનમાં વિચરે ને હું આ મહેલમાં–એક ક્ષણ પણ રહી શકું
નહિ; તેથી તે પણ આપની સાથે જ આવી રહ્યા છે.
ભરતઃ– (સિંહાસન ઉપરથી ઊભા થઈને વેદનાથી કહે છેઃ) અરે! પવિત્ર મૂર્તિ સીતાજી પણ શું રામચંદ્રજીની
સાથે વિદેશ સીધાવશે? અરે, ફૂલની કોમળ શૈય્યામાં સુનાર અને કઠણ જમીન ઉપર જેણે કદી પગ
પણ મૂકયો નથી, એવા સીતાજી વન–પર્વતના વિકટ માર્ગોમાં કઈ રીતે ચાલશે? હા, પિતાજી! આ
રાજ્યનો ભાર મારે માથે નાંખીને આ શું વિટંબણા ઊભી કરી!–મારે આ રાજ્યથી શું પ્રયોજન હતું?
પિતાજી તો દીક્ષા અંગીકાર કરીને વનવાસ સીધાવ્યા, અને વડીલબંધુ પણ લક્ષ્મણ અને સીતાજી
સહિત અયોધ્યા છોડીને દેશાંતરગમન કરી રહ્યા છે. અરે, આનંદથી ઝળહળતી અયોધ્યાનગરી આજે
સુમસામ બની ગઈ છે! એકેએક નગરજન શોકમાં ગરકાવ બની ગયો છે, રાજમાતાઓના
રોઈરોઈને આંસુ પણ ખૂટી ગયા છે. અરે! અયોધ્યાના વૃક્ષો અને વેલડીઓ પણ ઉદાસીન બનીને
ઊભાં છે...અરે, આ સરયૂ નદીનાં નીર પણ મીઠા કલરવ બંધ કરીને વેદનાના સૂર સંભળાવી રહ્યા
છે. અને આ પર્વતના શિખરો ને જંગલના જાનવરો પણ શ્રીરામચંદ્રજીના વિયોગે ખેદખિન્ન થઈ ગયા
છે. અરે! મારાથી આ પ્રસંગ જોવાતો નથી...ભાઈ...ભાઈ! મારા અંતરની વ્યથા હું આપને કયા
શબ્દોમાં કહું? અરેરે, ધિક્કાર આવા સંસારને!
રામઃ– ભાઈ, તમે તો ધીર અને વીર છો. આવી વ્યથા તમને ન શોભે, માટે ધીરજ ધરો. કુદરતના ક્રમમાં
બનનારા પ્રસંગો નિર્ણીત હોય છે, સાક્ષાત્ ઇન્દ્ર–નરેન્દ્ર કે જિનેન્દ્ર પણ તેને ફેરવવા સમર્થ નથી. તમે તો
આવી વસ્તુસ્થિતિના જાણકાર છો...માટે ધીરજ કર્તવ્ય છે.
ભરતઃ– વડીલ બંધુ! આપની વાત સાચી છે, આપ મહાપ્રવીણ, ન્યાયમાર્ગના જ્ઞાતા છો; પણ આપનો વિરહ
અમારાથી સહ્યો જતો નથી. અરે..અયોધ્યાનગરીના એકે એક નગરજનના નયનોમાંથી આજ આંસુની
ગંગા વહી રહી છે; માતાઓ રુદન કરી રહ્યા છે, મારી માતાને તો પશ્ચાત્તાપનો પાર નથી. અરે, આપના
વિના આ રાજ્યથી મારે શું પ્રયોજન છે? પ્રભો! આપ નગરીમાં રહીને રાજ્ય કરો...હું આપના ઉપર છત્ર
ધરીને ઊભો રહીશ..ને ભાઈ શત્રુઘ્ન ચામર ઢાળશે, તથા લક્ષ્મણભાઈ મંત્રીપદ સંભાળશે.
રામઃ– અરે ભરત! ધૈર્ય ધરો...ક્ષત્રિયધર્મની ટેકને યાદ કરો...પિતાજીએ આપેલું વચન પાળવું તે આપણા
રઘુકુળની ટેક છેઃ
રઘુકુળ રીતિ ઐસી ચલી આઈ..
પ્રાણ જાય પણ વચન ન જાઈ..
માતા–પિતાની આજ્ઞા પાલન કરવામાં તમને કોઈ દોષ દઈ શકે નહિ...માટે નિશ્ચિંતપણે તમે આ રાજ્ય
સંભાળો...હવે અમારા પ્રસ્થાનનો સમય થઈ ગયો છે. શ્રી જિનેન્દ્રભગવાનને નમસ્કાર કરી, તમારી સૌની
વિદાય લઈને, અને વચ્ચે આવતા જિનમંદિરોના દર્શન કરીને અમે દૂર–દેશાંતર જઈએ છીએ. તમે સૌ
વીતરાગી જૈનધર્મને હૃદયમાં ધારી રાખજો ને રાજ્યભરમાં તેની પ્રભાવના વધારજો.
(રામ–લક્ષ્મણ ચાલ્યા જાય છે...જતાં જતાં વચ્ચે મોટી સરયૂ નદી આવે છે.)