Atmadharma magazine - Ank 171
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 25

background image
પોષઃ ૨૪૮૪ઃ૭ઃ
(રાગઃ મન ડોલે..મેરા...)
જય બોલો..જય જય બોલો,
જિનધર્મનો જયજયકાર રે..
–આ જૈન ધરમનો ઝંડો છે..
ઉર ખોલો..જય જય બોલો,
સત્ ધર્મનો જયજયકાર રે..
–આ વીર પ્રભુનો ઝંડો છે..
ઝંડા તારી શોભા ભારી, રમણીય તારું રૂપ;
વિશ્વગગનમાં ચમકિત ચંદ્ર, અનુપમ તારું સ્વરૂપ–
–ઝંડા, અનુપમ તારું સ્વરૂપ..
જય બોલો..જય જય બોલો,
જિન ધર્મનો જયજયકાર રે..
–આ જૈન ધરમનો ઝંડો છે.. (૧)
સત્ય અહિંસા સ્વતંત્રતાનો આપે છે સન્દેશ;
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનો આપે છે આદેશ..
–જીવોને આપે છે આદેશ.. જય૦ (૨)
ઇન્દ્ર નરેન્દ્ર મુનિન્દ્રો આવી ચરણે શીશ નમાવે,
દેવ–પશુ–માનવના વૃંદો આવી આશીષ માંગે
જીવો સૌ આવી આશીષ માંગે..જય૦ (૩)
કુંદ–કાન ગુરુજી ફરકાવે શાશ્વત શાસન ઝંડા;
ફર ફર ફરકે ઉન્નત ઊડતો, અમર વીરાગી ઝંડો–
– હાં એ અમર વીરાગી ઝંડો.. જય૦ (૪)
સીમંધર–વીરના લઘુનંદન કુંદામૃત ગુરુ કહાન;
ભારતભરમાં વિજયપતાકા શાસન છે સુખધામ–
– પ્રભુનું શાસન છે સુખધામ..
જય બોલો, જય જય બોલો,
જિન ધર્મનો જય જયકાર રે..
– આ જૈન ધરમનો ઝંડો છે..
ઉર ખોલો, જય જય બોલો,
સત્ધર્મનો જયજયકાર રે..
– આ જૈન ધરમનો ઝંડો છે.
(નોંધઃ– પદ્મપુરાણમાં શ્રી રામચંદ્રજીના વિદેશગમનની વાત પહેલાં આવે છે ને ત્યાર પછી દશરથ રાજા દીક્ષા
લ્યે છે; પરંતુ અહીં સંવાદ ભજવવાની અનુકૂળતા માટે દશરથ રાજાનો દીક્ષાનો પ્રસંગ પહેલાં બતાવવામાં આવ્યો છે.
આ સંવાદમાં, વૈરાગી ભરતરાજનું પાછળનું જીવન અધૂરું રહે છે, જિજ્ઞાસુ વાંચકોને સહેજે તે જાણવાની
આકાંક્ષા થશે..તેથી તે આવતા અંકે આપવામાં આવશે.)
વિજ્ઞાની કે અજ્ઞાની!
ભલે મોટા મોટા બોંબગોળા બનાવી જાણે કે કૃત્રિમ ઉપગ્રહ બનાવીને આકાશમાં તરતા મૂકે, પણ જો
આત્મસ્વરૂપને જાણીને ભવસમુદ્રથી તરતાં ન આવડે તો તે જીવ વિદ્યામાં કાંઈ આગળ વધ્યો જ નથી, તેણે “વિજ્ઞાન”
જરા પણ જાણ્યું નથી, તે વિજ્ઞાની નથી પણ અજ્ઞાની છે. અને, ભલે બોંબગોળો કે કૃત્રિમ ઉપગ્રહ શું છે તેની ખબર પણ
ન હોય, પણ જો આત્મસ્વરૂપને જાણીને ભવસમુદ્રથી તરતાં આવડયું તો તે જીવ સમ્યગ્વિદ્યામાં આગળ વધી રહ્યો છે,
તેણે જ સાચું “વિજ્ઞાન” જાણ્યું છે, ને તે વિજ્ઞાન તેને પરમ શાંતિનું કારણ થાય છે.
આ છે અધ્યાત્મ–વિજ્ઞાન!
આ છે ભારતની અધ્યાત્મવિદ્યા!
सा विद्या या विमुक्तये