ક્રિયાશક્તિ આત્મામાં છે, પણ આત્મા પરની ક્રિયા કરે કે પરને અનુસરીને ક્રિયા કરે એવી તેની ક્રિયાશક્તિ નથી.
પોતાના સ્વભાવનું જ અવલંબન રાખીને એક અવસ્થામાંથી બીજી નિર્મળ અવસ્થારૂપે પરિણમે–એવી ક્રિયાશક્તિવાળો
આત્મા છે. પણ આત્મા પલટીને પરભાવરૂપ થઈ જાય એવી તેની શક્તિ નથી.
છે, ને પરિપૂર્ણતારૂપ આત્મવૈભવના આધારે પર્યાયમાંથી વિકારરૂપી દીનતા છૂટી જાય છે. પર્યાયમાં વિકાર હોવા છતાં
તે શક્તિના આધારે થયેલો નથી, તેમજ આત્માની શક્તિઓમાં એવી કોઈ પણ શક્તિ નથી કે તે વિકારનો કર્તા થાય.
શુદ્ધભાવના છ કારકરૂપ થઈને સ્વયં પરિણમે એવી આત્માની ક્રિયાશક્તિ છે. આત્મા સ્વયમેવ છ કારકરૂપ થઈને
કેવળજ્ઞાનાદિરૂપે પરિણમવાના સ્વભાવવાળો છે–એ બાબતમાં પૂર્વે (૩૯મી શક્તિના વર્ણનમાં, પ્રવચનસાર વગેરેનો
આધાર આપીને) ઘણું કહેવાઈ ગયું છે.
આત્માના સ્વભાવનો નિર્ણય કરીને તેમાં અંતર્મુખ થતાં સમ્યગ્દર્શનાદિ નિર્મળ ભાવો પ્રગટે છે. આવા નિર્મળ
ભાવોને સ્વયં છ કારકરૂપ થઈને કરે એવી આત્માની ક્રિયાશક્તિ છે. આત્માને પોતાના નિર્મળ ભાવરૂપ ક્રિયા
કરવા માટે કોઈ બહારના કારકોનો આશ્રય લેવો પડતો નથી, તેમજ આત્મા કારક થઈને જડની કે રાગની ક્રિયા
કરે એવો પણ તેનો સ્વભાવ નથી. પોતાના જ કારકોને અનુસરીને પોતાના વીતરાગભાવરૂપ પરિણમવાની જ
ક્રિયા કરે એવો આત્માનો સ્વભાવ છે. જુઓ, આમાં એકલી સ્વભાવદ્રષ્ટિ જ થાય છે, ને બહારમાં કોઈના આશ્રયે
લાભ થાય–વ્યવહારના આશ્રયે લાભ થાય–એ દ્રષ્ટિનો ભૂક્કો ઊડી જાય છે. પોતાના સ્વભાવના આશ્રયે જ
પોતાની પરમાત્મદશા પ્રગટે છે, આત્માને પોતાની પરમાત્મદશા પ્રગટ કરવા માટે કોઈ બીજાનો આશ્રય લેવો પડે
કે કોઈ બીજો તેને મદદ કરે–એમ છે જ નહિ.
જ તેઓ પરમાત્મા થયા છે. બાહ્ય પદાર્થોને સાધન બનાવ્યા વિના જ તેઓ પરમાત્મા થયા છે, બાહ્ય પદાર્થોને સંપ્રદાન
કે અપાદાન બનાવ્યા વિના જ તેઓ પરમાત્મા થયા છે, બાહ્ય પદાર્થોનો આધાર લીધા વિના જ તેઓ પરમાત્મા થયા
છે, ને બાહ્ય પદાર્થો સાથેના સંબંધ વિના જ તેઓ પરમાત્મા થયા છે. અલ્પજ્ઞતાનો નાશ કરીને પરમાત્મ દશારૂપે
પરિણમવારૂપ જે ક્રિયા થઈ તેના સ્વયં પોતે જ કર્તા છે, પોતાનો આત્મા જ તેનું સાધન છે, પોતાનો આત્મા જ તેનું
સંપ્રદાન ને અપાદાન છે, પોતાનો આત્મા જ તે પરમાત્મદશાનો આધાર છે, ને પોતાના સ્વભાવ સાથે જ તેનો સંબંધ
છે. આ રીતે બાહ્યના છ કારકો વિના, પોતાના જ કારકો અનુસાર શુદ્ધભાવરૂપે સ્વતઃ પરિણમવાની ક્રિયા કરે એવો
આત્માનો સ્વભાવ છે.
પ્રભુતા દેખાડે છે. દેખો રે દેખો! ચૈતન્યનાં નિધાન દેખો! અરે જીવો! તમારા અંતરના એવા ચૈતન્ય નિધાન
દેખાડું કે જેને જોતાં જ અનાદિકાળની દીનતા ટળી જાય ને આત્મામાં અપૂર્વ આહ્લાદ જાગે..જેની સન્મુખ નજર
કરતાં જ પ્રદેશે પ્રદેશે રોમાંચ ઉછળી જાય કે ‘અહો! આવી મારી પ્રભુતા!? એવી અચિંત્ય પ્રભુતા આત્મામાં
ભરી છે.