અંતરમાં નજર કરીને તારી પ્રભુતાને દેખ! નજર કરતાં જ ન્યાલ કરી દ્યે એવો તારો સ્વભાવ છે. તું તારા સ્વભાવની
પ્રભુતાનો વિશ્વાસ રાખીને તેના આધારે શુદ્ધભાવરૂપ પરિણમવાની ક્રિયા કર, અને બીજો કોઈ સાધન થઈને તને
પરિણમાવી દેશે એવી વ્યર્થ આશા છોડી દે. અરે, પોતાની જ પોતાને ખબર ન હોય તે સુખી કેમ થાય? પોતાને જ
ભૂલીને બહારમાં ફાંફાં મારે તેને સુખ ક્યાંથી મળે? માટે અંતરમાં મારો આત્મા શું ચીજ છે કે જેનામાં મારું સુખ ભર્યું
છે!–એમ અંર્તશોધ કરીને આત્માનો પત્તો મેળવવો જોઈએ. આત્માની સત્તા સિવાય બીજે તો ક્યાંય સુખનું અસ્તિત્વ
છે જ નહિ.
અદ્ભુત વર્ણન કર્યું છે. અંતરના અનુભવની આ ચીજ છે. આત્માના હિત માટે વીતરાગી સંતોએ આ જે માર્ગ
બતાવ્યો છે તે જ પરમ સત્ય છે; આ સિવાય બીજું માને તો તે જીવ વીતરાગી સંતોને કે તેમના કહેલાં વીતરાગી
શાસ્ત્રોને માનતો નથી, ભગવાનને કે ભગવાનના માર્ગને તે જાણતો નથી, આત્માના વીતરાગી જ્ઞાનસ્વભાવની
તેને ખબર નથી. એકેક આત્મામાં રહેલી અનંતશક્તિઓનું આવું વર્ણન સર્વજ્ઞના વીતરાગશાસન સિવાય બીજે
ક્યાં છે? અનેકાન્ત તે સર્વજ્ઞભગવાનના શાસનનું અમોઘ લાંછન છે. તે અનેકાન્ત વડે જ આત્માનું ખરૂં સ્વરૂપ
જણાય છે. એકેક શક્તિના વર્ણનમાં ઘણું રહસ્ય આવી જાય છે. એક પણ શક્તિને યથાર્થ ઓળખે તો તેમાં
શક્તિમાન એવું દ્રવ્ય માન્યું, દ્રવ્યના ગુણો માન્યા, તેની પર્યાય માની, વિકાર માન્યો, પરિણમન માન્યું, વિકાર
રહિત થવાનો સ્વભાવ છે એમ પણ માન્યું, દરેક આત્મા જુદા છે એમ માન્યું, પરવસ્તુઓ પણ છે, તે આત્માથી
ભિન્ન છે, તેનો આત્મા અકર્તા છે,–એ બધું રહસ્ય આમાં સમાઈ જાય છે. અનેકાન્ત વગર એક પણ વસ્તુનું
સાચું જ્ઞાન થતું નથી. અનેકાન્તશાસન અર્થાત્ સર્વજ્ઞનું શાસન–જૈનશાસન–વસ્તુસ્વભાવનું શાસન,–તે સિવાય
બીજે ક્યાંય આ વાત નથી. કુંદકુંદાચાર્યદેવે સમયસારની ૪૧પ ગાથામાં તો આત્મસ્વભાવનો વૈભવ ભરી દીધો
છે, ને અમૃતચંદ્રાચાર્યદેવે તેનું દોહન કરીને તેનાં રહસ્યો ખોલ્યાં છે, તેઓ પોતે કુંદકુંદપ્રભુના ગણધર સમાન છે;
કુંદકુંદાચાર્યદેવે તીર્થંકર જેવાં કામ કર્યાં છે, ને અમૃતચંદ્રાચાર્યદેવે ગણધર જેવાં કામ કર્યાં છે. અહો! આ કાળે તે
સંતોનો મહા ઉપકાર છે. સંતોએ દાંડી પીટીને વસ્તુસ્વરૂપ જગતને જાહેર કર્યું છે.
અભેદ છે. અભેદ સ્વભાવ ઉપર દ્રષ્ટિ જતાં આત્મા પોતે નિર્મળ પર્યાયરૂપે પરિણમી જાય છે, તેમાં છએ કારકો
પોતાના જ છે; કર્તા પોતે, કર્મ પોતે, સાધન પોતે, સંપ્રદાન પોતે, અપાદાન પોતે અને અધિકરણ પણ પોતે જ છે;
માટે હે જીવ! તારા ધર્મને માટે