Atmadharma magazine - Ank 172
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 25

background image
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૭૨
તારામાં જ તું જો..બહારમાં કારણોને ન શોધ, કેમકે તારા ધર્મના કારકો બહારમાં નથી. પોતાના જ છ કારકોને
અનુસરીને પરમાત્મદશારૂપે પરિણમી જાય એવી પ્રભુતા તારામાં જ ભરી છે, તારી પ્રભુતાને ક્યાંય બહાર ન
શોધ.. તારી પ્રભુતા માટે બાહ્ય સામગ્રીને (–શરીરને. નિમિત્તને કે રાગાદિને) શોધવાની વ્યગ્રતા ન કર. બાહ્ય
સામગ્રી વિના પોતે એકલો પોતાના છ કારકોરૂપ થઈને કેવળજ્ઞાનરૂપે પરિણમી જાય એવો સ્વયંભૂ–ભગવાન
પોતે જ છે. અહો! આવી પોતાની પ્રભુતાને છોડીને પરને કોણ શોધે? બહારમાં સાધનોને માટે કોણ ફાંફા
મારે!!
ધ્રુવઉપાદાનરૂપ અને ક્ષણિકઉપાદાનરૂપ સ્વભાવવાળો આત્મા પોતે જ છે. ધ્રુવઉપાદાન ત્રિકાળશુદ્ધ છે, તેના
આધારે ક્ષણિકઉપાદાન (–પર્યાય) શુદ્ધ થઈ જાય છે; તે વખતે બીજા યોગ્ય નિમિત્તો ભલે હો..પણ તેઓ ખરેખર કારક
નથી, તે નિમિત્તોને અનુસરીને આત્મા શુદ્ધતારૂપે નથી પરિણમતો પણ પોતાના સ્વભાવને અનુસરીને જ તે શુદ્ધતારૂપે
પરિણમે છે, એવો ભગવાન આત્માનો સ્વભાવ છે.
‘ભગવાન’ કે ‘પ્રભુ’ એવા શબ્દ આવે ત્યાં જીવની નજર બહારમાં જાય છે. પણ ભાઈ રે! જેઓ ભગવાન
થઈ ગયા તેમની આ વાત નથી,–તેમને કાંઈ આ વાત નથી સમજાવતા, આ તો તારા આત્માની વાત છે. આ આત્માને
જ અમે ‘ભગવાન’ કહીએ છીએ ને આત્માને જ ‘પ્રભુ’ કહીએ છીએ. જેઓ ભગવાન અને પ્રભુ થયા તેઓ ક્યાંથી
થયા? આત્મામાં તાકાત છે તેમાંથી જ થયા છે, અને આ આત્મામાં પણ એવી તાકાત છે; અંતદ્રષ્ટિના બળે તે તાકાતને
ખોલીને આ આત્મા પણ ભગવાન અને પ્રભુ થઈ શકે છે. માટે પહેલાં તારા સ્વભાવની આવી તાકાતનો વિશ્વાસ કર
અને તેનો મહિમા લાવ. પછી તે સ્વદ્રવ્યના આશ્રયે એકાગ્ર થતાં, પરના કારકોની અપેક્ષા વગર પોતાના જ કારકોથી
તારો આત્મા પ્રભુતારૂપે પરિણમી જશે. તું પોતે ભગવાન થઈ જઈશ. આત્મા પોતાની પ્રભુતા બીજાને આપતો નથી
અને બીજાની પ્રભુતાને પોતામાં સ્વીકારતો નથી તેમજ બીજા પાસેથી પોતાની પ્રભુતા લેતો નથી. હે જીવ! આવી તારી
પ્રભુતાને તું ધારણ કર,–‘પ્રભુતા પ્રભુ! તારી તો ખરી’ ...શક્તિરૂપે તો બધા આત્મામાં પ્રભુતા છે પણ તેનું સમ્યક્
ભાન કરીને પર્યાયમાં પ્રભુતા વ્યક્ત કરે તેની બલિહારી છે. પ્રભુતાના ભાન વગર તો ઊંધુંં (–પામરતા –દીનતારૂપ)
પરિણમન છે.
‘આવો રાગ હોય તો મને લાભ થાય અને આવા નિમિત્તો હોય તો મને લાભ થાય’–એમ રાગ પાસે ને
નિમિત્ત પાસે જઈને જે પોતાની પ્રભુતા માંગે છે તે તો દીન–ભીખારી છે, તેને પ્રભુતા ક્યાંથી મળશે! ‘दीन
भयो प्रभु पद जपै मुगति कहांसे होय?’ પ્રભુતાની તાકાત તો પોતામાં ભરી છે તેને ઓળખીને તેને ભજે–
સેવે તો પ્રભુતા મળે. અરે જીવ! તારા સ્વભાવમાં પ્રભુતાનું કલ્પવૃક્ષ પડયું છે, તેની છાયામાં જઈને પ્રભુતા માંગ
તો તને તારી પ્રભુતા મળ્‌યા વગર રહે નહિ. જેમ હાથમાં કોલસો કે પથરો લઈને ચિંતવે તો કાંઈ મળે નહિ, પણ
હાથમાં ચિંતામણી લઈને જે ચિંતવે તો બાહ્ય વૈભવ મળે; તેમ શરીરને કે રાગરૂપી કોલસાને પકડીને ચિંતવે તો
તેની પાસેથી કાંઈ આત્માની પ્રભુતા ન મળે. પણ આત્માનો સ્વભાવ પોતે ચૈતન્ય–ચિંતામણિ છે, એ
ચિંતામણિને ચિંતવે તો પ્રભુતા મળે..અર્થાત્ હું જ પ્રભુતાથી ભરેલો ચૈતન્ય–ચિંતામણિ છું–એમ પોતાના
આત્માનું ચિંતન કરતાં આત્મા પોતે પ્રભુ થઈ જાય છે. આ સિવાય પોતાની પ્રભુતા બીજા પાસેથી જે માંગે તે તો
દીન થઈને ચાર ગતિમાં રખડે છે, માટે આચાર્યદેવ આત્માની પ્રભુતા બતાવે છે કે અરે જીવ! તારી પ્રભુતાનાં
નિધાન તને બતાવીએ, તે એક વાર તો દેખ! તારા નિધાનને જો તો ખરો! પોતાના સ્વભાવની પ્રભુતાને
જોવાનું કુતૂહલ–હોંસ–ઉમંગ કરે તેને પ્રભુતા મળ્‌યા વિના રહે જ નહિ. નિરપેક્ષપણે પોતાના વીતરાગી છ
કારકોરૂપે થઈને પ્રભુતારૂપે પરિણમવાની ક્રિયા કરે એવી આત્માની ક્રિયાશક્તિ છે. આવા નિરપેક્ષ સ્વભાવનું
ભાન થતાં સ્વ–પરપ્રકાશક સમ્યગ્જ્ઞાન ખીલી જાય છે, અને યથાર્થ નિમિત્તો કેવા હોય–એવા નિમિત્ત–નૈમિત્તિક
સંબંધરૂપ સાપેક્ષતાને પણ તે જ્ઞાન યથાર્થરૂપે જાણે છે. નિરપેક્ષતાને ઓળખ્યા વિના એકલી સાપેક્ષતાનું જ્ઞાન
સાચું થતું નથી.
વિકારદશામાં પણ આત્મા પોતે જ અશુદ્ધ છ કારકોરૂપે થઈને પરિણમે છે, કોઈ બીજો તેને પરિણમાવનાર નથી.
પરંતુ આ શક્તિઓમાં તો આત્માના શુદ્ધ સ્વભાવનું વર્ણન છે એટલે અહીં અશુદ્ધતાની વાત ન આવે. ૩૯મી શક્તિમાં
આ સંબંધી વિશેષ