ઃ ૮ઃ આત્મધર્મઃ ૧૭૨
(શ્રી સમયસાર કર્તાકર્મ અધિકાર ઉપરના પ્રવચનોમાંથી)
(શરૂઆતના પ્રશ્નોત્તર માટે “આત્મધર્મ” અંક ૧પપ જુઓ)
અશુચીપણું, વિપરીતતા એ આસ્રવોનાં જાણીને,
વળી જાણીને દુઃખ કારણો, એથી નિવર્તન જીવ કરે. ૭૨
આચાર્ય ભગવાન કહે છે કે આત્મા અને આસ્રવોના ભેદજ્ઞાનથી જ બંધનો નિરોધ થાય છે.
હું જ્ઞાનસ્વભાવી આત્મા છું અને આ ક્રોધાદિ આસ્રવો મારાથી વિપરીત સ્વભાવવાળાં અશુચીરૂપ તથા
દુઃખનાં કારણો છે–એમ જાણીને જ્યારે જીવ પોતાના જ્ઞાન સ્વભાવ તરફ ઢળે છે ત્યારે તેને ક્રોધાદિ
આસ્રવોથી નિવૃત્તિ થાય છે, અને તેથી તેને બંધન થતું નથી. આ રીતે સ્વભાવ તરફ વળેલા જ્ઞાનમાત્રથી
જ બંધન અટકી જાય છે.
આ ભગવાન આત્મા સદાય અતિ નિર્મળ ચૈતન્યમાત્ર સ્વભાવપણે અનુભવાતો હોવાથી અત્યંત પવિત્ર છે.
જેમ પાણીમાં સેવાળ તે મેલ છે, તેમ આ ચૈતન્યસ્વરૂપ આત્મામાં ક્રોધાદિ આસ્રવો તે મેલપણે
અનુભવાતા હોવાથી અશુચી છે–અપવિત્ર છે.
(૬૧) પ્રશ્નઃ– આત્મા અને ક્રોધાદિને ભિન્નતા કઈ રીતે છે?
ઉત્તરઃ– આત્મા
તો અત્યંત પવિત્ર છે ને ક્રોધાદિ મલિન–અપવિત્ર છે, તેથી તેમને જુદાપણું છે.
આ ભગવાન આત્મા તો પોતે જ સદાય વિજ્ઞાનઘનસ્વભાવવાળો હોવાથી સ્વ–પરનો ચેતક છે; અને
ક્રોધાદિ આસ્રવોને જડસ્વભાવપણું હોવાથી તેઓ સ્વ–પરને જાણતા નથી, તેઓ તો બીજા વડે જણાવા
યોગ્ય છે;–એ રીતે આત્મા અને ક્રોધાદિને ભિન્નપણું છે.
(૬૩) પ્રશ્નઃ– ક્રોધાદિ બીજા વડે જણાવા યોગ્ય છે–તેમાં ‘બીજા’ એટલે કોણ?
ઉદ્યમી, સ્નેહબંધનથી રહિત સિંહ જેવા નિર્ભય, સમુદ્ર જેવા ગંભીર, મેરુ જેવા નિશ્ચલ, યથાજાત દિગંબર રૂપના ધારક,
શત્રુ કે મિત્ર, મહેલ કે જંગલ, સુખ કે દુઃખ, રત્ન કે રજકણ–એ સર્વે જેને સમાન છે એવા વીતરાગી,–તે શાસ્ત્રોક્ત
મુનિમાર્ગમાં વિચરી રહ્યા છે, તપના પ્રભાવથી અનેક ઋદ્ધિઓ પ્રગટી છે પણ એનું ચિત્ત તો ચૈતન્યની કેવળજ્ઞાનઋદ્ધિ
પ્રાપ્ત કરવામાં લાગેલું છે, કોમળ પગમાં સોય જેવા કાંટા ખૂંચી જાય છે પણ તે તરફ કાંઈ લક્ષ નથી. આવા
ભરતમુનિરાજે શુક્લધ્યાનની શ્રેણી વડે મોહનો નાશ કરીને, લોકાલોકપ્રકાશક એવું કેવળજ્ઞાન પ્રગટ કર્યું; અને પછી
અઘાતી કર્મોને પણ નષ્ટ કરીને સિદ્ધપદ પામ્યા.–તેમને અમારા અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર હો!
કૈકેયીપુત્ર વૈરાગી ભરતનું આ પવિત્ર ચરિત્ર ભક્તિપૂર્વક જે વાંચશે–સાંભળશે તેને વૈરાગ્યાદિની વૃદ્ધિ થઈને
આત્મહિતની પ્રાપ્તિ થશે.
* * *