Atmadharma magazine - Ank 173
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 25
single page version

background image
ઃ ૨૦ઃ આત્મધર્મઃ ૧૭૩
જાય છે..દેહથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને જાણે તો તેઓનો ઊગારો થાય. જેમ પિતાબેઠા હોય ને સામે તેનો પુત્ર
ખટારા નીચે કચડાઈને મરી જતો હોય તો પિતાને કરુણા આવે છે (–સંયોગના કારણે નહિ પણ પોતાને પુત્ર ઉપર
મમતા છે તે કારણે),
તેમ મુનિવરો અને આચાર્ય ભગવંતો મુમુક્ષુ જીવોના ધર્મપિતા છે, આ બહિરાત્મા
જીવોને અજ્ઞાનથી ભાવમરણમાં મરતા દેખીને તેઓને કરુણા આવે છે કે અરેરે! ચૈતન્યને ચૂકીને
મોહથી જગત મૂર્છાઈ ગયું છે! તેને પોતાના આત્માની સુધબુધ રહી નથી. અરે! ચૈતન્ય ભગવાનને
આ શું થયું કે જડ કલેવરમાં મૂર્છાઈ ગયો? અરે જીવો! અંતરમાં પ્રવેશ કરીએ જુઓ..તમે તો
ચિદાનંદસ્વરૂપ અમર છો, આ દેહ તો જડ વિનાશક છે. બહિરાત્મબુદ્ધિને લીધે બહિરાત્મા અનંત
દુઃખ ભોગવે છે, અહીં
हा! हतं जगत् એમ કહીને તેમના ઉપર કરુણા કરીને સંતો તે બહિરાત્મબુદ્ધિ
છોડાવવા માંગે છે. ।। ૧૪।।
* * *
એ રીતે બહિરાત્માનું સ્વરૂપ વર્ણવીને હવે કહે છે કે આ દેહમાં આત્મબુદ્ધિ તે જ સંસારના દુઃખનું મૂળ છે, માટે
હે જીવ! તે બહિરાત્મપણું છોડ, ને અંર્તઆત્મામાં પ્રવેશ કરીને અંતરાત્મા થા–
मूलं संसारदुःखस्य देह एवात्मधीस्ततः।
त्यकत्वैनां प्रविशेदन्तर्बहिरव्यापृतेन्द्रियः।।१५।।
આ જડ શરીરમાં આત્મબુદ્ધિ કરવી તે ઘોર સંસારદુઃખનું મૂળકારણ છે, માટે હે જીવ! દેહમાં
આત્માપણાની મિથ્યા કલ્પના છોડીને, બાહ્ય વિષયો તરફની પ્રવૃત્તિ રોક, ને અંતરના ચૈતન્યસ્વરૂપમાં પ્રવેશ
કર–એવો ઉપદેશ છે.
જીવને ભ્રાંતિરૂપી ભૂત એવું વળગ્યું છે કે તે દેહને જ આત્મા માનીને, તેને શણગારે–નવરાવે–ધોવરાવે
તેમાં સુખ માને છે. ધર્માત્માને બહારમાં ક્યાંય આત્મબુદ્ધિ હોતી નથી. સંસારના દુઃખનું મૂળ શું? કે શરીરાદિ
હું–એવી મિથ્યાબુદ્ધિ જ સંસારદુઃખનું મૂળ છે. દેહને આત્મા માને તે પોતાના જ્ઞાનને વિષયોથી પાછું વાળીને
આત્મા તરફ કેમ વાળે? તે તો ઇન્દ્રિયો તરફ જ જ્ઞાનનું વલણ કરે છે ને બહારમાં જ વ્યાપાર કરે છે, તે જ
દુઃખ છે. ઇન્દ્રિયવિષયોથી પાછું વાળીને જ્ઞાનને અંતરમાં એકાગ્ર કરતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે.
આનંદનું ભાણું ભર્યું છે તેને છોડીને મૂઢ જીવ બહારના વિષયોમાં આનંદ માને છે. અહીં આચાર્યદેવ તે મૂઢબુદ્ધિ
છોડવાની પ્રેરણા કરે છે કે અરે જીવ! બાહ્ય વિષયોમાં ભટકવું છોડ ને અંર્તઆત્મામાં પ્રવેશ કર. બહારમાં
શરીરાદિથી તારું જીવન નથી, શરીરમાં મૂર્છાથી તો તારું ભાવમરણ થાય છે. તારું જીવન તો તારા
ચિદાનંદસ્વરૂપમાં જ છે, તેમાં તું પ્રવેશ કર.
જેમ રાજા પોતાને ભૂલીને એમ માને છે કે હું ભીખારી છું; તેમ આ ચૈતન્યરાજા પોતાના સ્વરૂપને ભૂલીને, દેહ
તે જ હું છું–એમ માનીને વિષયોનો ભિખારી થઈ રહ્યો છે; તેનું નામ ભાવમરણ છે. તેના ઉપર કરુણા કરીને કહે છે કે
અરે જીવો!
“ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો! રાચી રહો!”
એ દેહાદિમાં આત્મબુદ્ધિ છોડો, ને ભિન્ન ચૈતન્યસ્વરૂપને ઓળખીને તેની શ્રદ્ધા કરો..કે જેથી આ ઘોર દુઃખોથી
છૂટકારો થાય ને આત્માનું નિરાકુળ સુખ પ્રગટે. આત્માનું સ્વરૂપ ઓળખીને પછી તેને સાધતાં આત્મા પોતે સ્વયમેવ
પરમાત્મા બની જાય છે. સાધ્ય અને સાધન બંને પોતામાં છે, પોતાથી બહાર કોઈ સાધ્ય કે સાધન નથી, માટે તમારી
ચૈતન્યસંપદાને સંભાળો..ને બાહ્યબુદ્ધિ છોડો–એવો સંતોનો ઉપદેશ છે.
।। ૧પ।।
* * *

PDF/HTML Page 22 of 25
single page version

background image
ફાગણઃ ૨૪૮૪ઃ ૨૧ઃ
(વીર સં. ૨૪૮૨ જેઠ સુદ પંચમીઃ સમાધિશતક ગા. ૧૬)
આજે શ્રુતપંચમીનો મહાન દિવસ છે; તેનો ઈતિહાસ આ પ્રમાણે છેઃ
વીતરાગ સર્વજ્ઞ અંતિમ તીર્થંકર દેવાધિદેવ મહાવીર પરમાત્માના શ્રીમુખથી દિવ્યધ્વનિ દ્વારા જે હિતોપદેશ
નીકળ્‌યો તે ઝીલીને ગૌતમગણધરદેવે એક મુહૂર્તમાં બાર અંગની રચના કરી. બાર અંગમાં તો અપાર શ્રુતજ્ઞાનનો
દરિયો ભર્યો છે. મહાવીર ભગવાનના મોક્ષ પધાર્યા બાદ ગૌતમ સ્વામી, સુધર્મસ્વામી અને જંબુસ્વામી એ ત્રણે
કેવળી, તથા આચાર્ય વિષ્ણુ, નંદિ, અપરાજિત, ગોવર્દ્ધન અને ભદ્રબાહુ–એ પાંચ શ્રુતકેવલી ભગવંતો ૧૬૨ વર્ષમાં
અનુક્રમે થયા. ત્યાર પછી બાર અંગેનું જ્ઞાન પરંપરા ઘટતું ઘટતું ચાલ્યું આવતું હતું, અને તેનો કેટલોક ભાગ
ધરસેનાચાર્યદેવને ગુરુ પરંપરાથી મળ્‌યો હતો. મહાવીર ભગવાન મોક્ષ પધાર્યા બાદ ૬૮૩ વર્ષે ધરસેનાચાર્યદેવ
થયા.
તેઓ આ સૌરાષ્ટ્રના ગીરનાર પર્વતની ચંદ્રગુફામાં બિરાજતા હતા, તેઓ અષ્ટાંગ
મહાનિમિત્તના જાણનાર અને ભારે શ્રુતવત્સલ હતા. ભગવાનની પરંપરાથી ચાલ્યા આવેલા શ્રુતના વિચ્છેદનો
ભય થતાં તેમણે મહિમા નગરીમાં ધર્મોત્સવ નિમિત્તે ભેગા થયેલા દક્ષિણના આચાર્યો ઉપર એક લેખ મોકલ્યો, તે
લેખ દ્વારા ધરસેનાચાર્યદેવના આશયને સમજીને તે આચાર્યોએ શાસ્ત્રના અર્થને ગ્રહણ–ધારણ કરવામાં સમર્થ,
મહા વિનયવંત, શીલવંત એવા બે મુનિઓને ધરસેનાચાર્યદેવ પાસે મોકલ્યા; ગુરુઓ દ્વારા મોકલવાથી જેમને
ઘણી તૃપ્તિ થઈ છે, જેઓ ઉત્તમ દેશ, ઉત્તમ કુળ અને ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થયેલા છે, સમસ્ત કળાઓમાં
પારંગત છે, એવા તે બંને મુનિવરો ત્રણ વાર આચાર્ય ભગવંતોની આજ્ઞા લઈને ધરસેનાચાર્યદેવ પાસે આવવા
નીકળ્‌યા.
જ્યારે તે બંને મુનિવરો આવી રહ્યા હતા ત્યારે, અહીં ધરસેનાચાર્યદેવે રાતના પાછલા ભાગમાં એવું
શુભસ્વપ્ન જોયું કે બે મહા સુંદર સફેદ બળદ ભક્તિપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દઈને નમ્રપણે ચરણોમાં નમી રહ્યા
છે.–આ પ્રકારનું મંગલ સ્વપ્ન દેખવાથી સંતુષ્ટ થઈને આચાર્યદેવે ‘
जयवंत हो श्रुतदेवता’ એવા વાક્યનું
ઉચ્ચારણ કર્યું.
તે જ દિવસે પૂર્વોક્ત બંને મુનિવરો આવી પહોંચ્યા, ને ભક્તિપૂર્વક આચાર્યદેવના ચરણોમાં વંદનાદિ કર્યાં.
મહાધીર ગંભીર અને વિનયની મૂર્તિ એવા તે બંને મુનિઓએ ત્રીજે દિવસે ધરસેનાચાર્યદેવ
પાસે વિનયપૂર્વક નિવેદન કર્યું કે પ્રભો! આ કાર્યને માટે અમે બંને આપના ચરણકમળમાં
આવ્યા છીએ. તેઓએ આવું નિવેદન કર્યું ત્યારે ‘બહુ સારું, કલ્યાણ હો’ એમ આચાર્યદેવે
આશીષ વચન કહ્યા.
ત્યારબાદ, જો કે શુભસ્વપ્ન ઉપરથી જ તે બંને મુનિઓની વિશેષતા જાણી લીધી હતી છતાં ફરીને પરીક્ષા
કરવા માટે, ધરસેનાચાર્યદેવે તે બંને સાધુઓને બે મંત્રવિદ્યા આપીને કહ્યું કે, બે દિવસના ઉપવાસપૂર્વક આ
વિદ્યાને સિદ્ધ કરો. પરીક્ષા કરવા માટે આચાર્યદેવે એક વિદ્યાના મંત્રમાં વધારે અક્ષરો આપ્યા હતા ને બીજામાં
ઓછા અક્ષરો આપ્યા હતા. બંને મુનિઓને વિદ્યા સિદ્ધ થતાં બે દેવીઓ દેખાણી, તેમાં એકના દાંત બહાર
નીકળેલા હતા ને બીજી કાણી હતી. તેને જોઈને મુનિઓએ વિચાર્યું કે
‘દેવતાઓ કદી વિકૃતાંગ હોતા
નથી’ માટે જરૂર વિદ્યાના મંત્રમાં કંઈક ફેર છે. મહાસમર્થ એવા તે મુનિવરોએ મંત્રાક્ષરો સરખા કર્યા, જેમાં
વધારે અક્ષરો હતા તે કાઢી નાંખ્યા, ને જેમાં ઓછા અક્ષરો હતા તે પૂરા કર્યાં. પછી તે મંત્ર પઢતાં બંને દેવીઓ
સરખા રૂપમાં દેખાણી. ભગવાન ધરસેનાચાર્યદેવ પાસે જઈને તેઓએ વિનયપૂર્વક સમસ્ત વૃત્તાંત કહેતાં
આચાર્યદેવે સંતુષ્ટ થઈને તેમને ભગવાનની સીધી પરંપરાથી ચાલ્યું આવેલું અગાધ શ્રુતજ્ઞાન ભણાવવાનું શરૂ
કર્યું; ને
અષાડ સુદ અગીયારસે સવારે ગ્રંથ સમાપ્ત થતાં ભૂત જાતના વ્યંતરદેવોએ આવીને

PDF/HTML Page 23 of 25
single page version

background image
ઃ ૨૨ઃ આત્મધર્મઃ ૧૭૩
વાજિંત્રનાદપૂર્વક તે બંનેની ભારે પૂજા કરી. ભૂત નામના દેવોએ પૂજા કરી તેથી ધરસેનાચાર્યદેવે એકનું
નામ ‘ભૂતબલિ’ રાખ્યું, ને બીજા મુનિના દાંત દેવોએ સરખા કરી દીધા તેથી તેનું નામ ‘પુષ્પદંત’ રાખ્યું.
અને એ રીતે ધરસેનાચાર્યદેવે શ્રુતજ્ઞાન ભણાવીને તરત તે પુષ્પદંત અને ભૂતબલિ મુનિવરોને ત્યાંથી વિદાય
આપી.
ત્યારબાદ તે બંને મુનિવરોએ તે શ્રુતજ્ઞાનને षट्खंडागम રૂપે ગૂંથ્યું..ને એ રીતે શ્રુતજ્ઞાનનો પ્રવાહ વહેતો
રાખ્યો.
મહાવીર ભગવાને જે કહ્યું અને અત્યારે મહાવિદેહમાં સીમંધર ભગવાન જે કહી રહ્યા છે તેનો અંશ આ
શાસ્ત્રોમાં છે.
રાગ–દ્વેષ–મોહ રહિત વીતરાગી પુરુષોએ રચેલી આ વાણી છે. સર્વજ્ઞ ભગવાનની પરંપરાથી
ચાલ્યું આવેલું આવું શ્રુતજ્ઞાન ટકી રહ્યું તેથી ચતુર્વિધ સંઘે ભેગા થઈને અંકલેશ્વરમાં ઘણા જ મોટા
મહોત્સવપૂર્વક જેઠ સુદ પાંચમે શ્રુતજ્ઞાનનું બહુમાન કર્યું, ત્યારથી આ દિવસ ‘શ્રુતપંચમી’ તરીકે
પ્રસિદ્ધ થયો, અને દર વર્ષે તે ઉજવાય છે.
અત્યારે તો તેનો વિશેષ પ્રચાર થતો જાય છે, ને ઘણે ઠેકાણે તો આઠ
દિવસ સુધી ઉત્સવ કરીને શ્રુતજ્ઞાનની પ્રભાવના થાય છે. આ શ્રુતપંચમીનો દિવસ ઘણો મહાન છે. અહો, સર્વજ્ઞ
ભગવાનની વાણી દિગંબર સંતોએ ટકાવી રાખી છે.
પુષ્પદંત અને ભૂતબલિ આચાર્યભગવંતોએ જે ષટ્ખંડાગમ રચ્યા તેના ઉપર વીરસેનાચાર્યદેવે धवला
નામની મહાન્ ટીકા રચી છે. તે વીરસેનાચાર્ય પણ એવા સમર્થ હતા કે સર્વાર્થગામિની (–સકલ અર્થમાં
પારંગત) એવી તેમની નૈસર્ગિક પ્રજ્ઞાને દેખીને બુદ્ધિમાન લોકોને સર્વજ્ઞની સત્તામાં સંદેહ ન
રહેતો, અર્થાત્ તેમની અગાધ જ્ઞાનશક્તિને જોતાં જ બુદ્ધમાનોને સર્વજ્ઞની પ્રતીત થઈ જતી.
આવી અગાધ શક્તિવાળા આચાર્યદેવે ષટ્ખંડાગમની ટીકા રચી. આ પરમાગમ સિદ્ધાંતશાસ્ત્રો
સેંકડો વર્ષોથી તાડપત્ર ઉપર લખેલા મૂળબિદ્રીના શાસ્ત્રભંડારોમાં વિદ્યમાન છે. થોડાક વર્ષો
પહેલાં તો તેનાં દર્શન પણ દુર્લભ હતા..પણ પાત્ર જીવોના મહાભાગ્યે આજે તે બહાર પ્રસિદ્ધ
થઈ ગયા છે.
આચાર્યભગવંતોએ સર્વજ્ઞભગવાનની વાણીનો સીધો નમૂનો આ શાસ્ત્રોમાં ભર્યો છે. એ ઉપરાંત બીજા
પણ અનેક મહાસમર્થ આભના થોભ જેવા કુંદકુંદાચાર્યદેવ વગેરે સંતો જૈનશાસનમાં પાકયા, ને તેમણે
સમયસારાદિ અલૌકિક મહાશાસ્ત્રો રચ્યાં..
તેનો એકેક અક્ષર આત્માના અનુભવમાં કલમ
બોળીબોળીને લખાયો છે. એ સંતોની વાણીનાં ઊંડા રહસ્યો ગુરુગમ વગર સાધારણ જીવો સમજી
શકે તેમ નથી.
મહાવીર ભગવાનની પરંપરાથી કેટલુંક જ્ઞાન મળ્‌યું તથા પોતે સીમંધર ભગવાનના ઉપદેશનું
સાક્ષાત્ શ્રવણ કર્યું તે બંનેને આત્માના અનુભવ સાથે મેળવીને આચાર્ય ભગવાને શ્રી સમયસારમાં ભરી દીધું
છે. આ સમાધિશતકનાં બીજડાં પણ સમયસારમાં જ ભર્યા છે. પૂજ્યપાદસ્વામી પણ મહાસમર્થ સંત હતા, તેમણે
આ સમાધિશતકમાં ટૂંકામાં અધ્યાત્મ ભાવના ભરી દીધી છે. તેમાંથી પંદર ગાથાઓ વંચાણી છે, હવે સોળમી
ગાથા વંચાય છે.
* * *
આ આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે, તે આત્માને જાણીને જેણે આત્મામાં જ આત્મબુદ્ધિ કરી તે અંતરાત્મા થયો,
અને પૂર્વે કદી નહિ થયેલો એવો અપૂર્વ લાભ તેને થયો. જ્યાં ‘અલબ્ધલાભ’ થયો એટલે પૂર્વે કદી જે નહોતો પામ્યો
તેની પ્રાપ્તિ થઈ, ત્યાં ધર્મીને એમ થાય છે કે અહો! મારો આવો જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છે તેને મેં પૂર્વે કદી ન જાણ્યો..
ને બહિરાત્મબુદ્ધિથી અત્યાર સુધી હું રખડયો. હવે મને મારા અપૂર્વ આત્મસ્વભાવનું ભાન થયું. આ રીતે અલબ્ધ
આત્માની પ્રાપ્તિનો સંતોષ થયો કે અહો! મને અપૂર્વ લાભ મળ્‌યો, પૂર્વે મને કદી આવા આત્માની પ્રાપ્તિ નહોતી થઈ.
પૂર્વે હું આવા આત્માથી ચ્યુત થઈને બાહ્યવિષયોમાં જ વર્ત્યો,–પણ હવે આત્માના અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિથી સંતુષ્ટ
થયો.–એ વાત ૧૬ મી ગાથામાં કહે છે–

PDF/HTML Page 24 of 25
single page version

background image
ફાગણઃ ૨૪૮૪ઃ ૨૩ઃ
मत्तश्च्युत्वेन्द्रियद्वारैः पतितो विषयेष्वहम्।
तान् प्रपद्याऽहमिति मां पुरा वेद न तत्त्वतः।।१६।।
વર્તમાનમાં જેને આત્માનું ભાન થયું છે એવો અંતરાત્મા પોતાની પૂર્વ અવસ્થાને વિચારે છે કે અરે! મારા
વાસ્તવિક સ્વરૂપને પૂર્વે મેં ન જાણ્યું, અને મારા આવા આનંદસ્વરૂપથી ચ્યૂત થઈને, ઇન્દ્રિયોદ્વારા પતિત થઈને હું
વિષયોમાં જ ભટકયો, તેમાં જ સુખ માનીને હું મારા સ્વરૂપથી ભ્રષ્ટ થયો.
આત્માના સ્વભાવનું ભાન થતાં અંદર કૃતકૃત્યતા વેદાય છે. અહો, મારી પ્રભુતા મારામાં છે, મારી પ્રભુતાને હું
અત્યાર સુધી ભૂલ્યો, તેથી રખડયો; મારા આનંદસ્વરૂપથી ચ્યૂત થઈને વિષયો તરફના ઝંપાપાતથી હું દુઃખી જ થયો.
પણ હવે મને મારા આત્માની અપૂર્વ પ્રાપ્તિ થઈ. આવા આત્માની પ્રાપ્તિ એટલે કે શ્રદ્ધા–જ્ઞાન–રમણતા તે સમાધિનું
કારણ છે. ભગવાનની સ્તુતિમાં ભગવાન પાસે વરદાન માગે છે કે “
समाहिवरमुत्तमं दिंतु” હે ભગવાન! મને
સમાધિનું ઉત્તમ વરદાન આપો. એ સમાધિ કેમ થાય તેની આ વાત છે.
વર્તમાન અપૂર્વ દશા સહિત પોતાની પૂર્વ દશાને પણ અંતરાત્મા વિચારે છે કે અરેરે!
ઇન્દ્રિયવિષયોમાં મેં અનંતકાળ વીતાવ્યો છતાં તેનાથી અંશ માત્ર તૃપ્તિ ન થઈ, પણ હવે વિષયાતીત
અતીન્દ્રિય જ્ઞાન સ્વભાવને જાણતાં અપૂર્વ તૃપ્તિ થઈ ગઈ. વર્તમાનમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ
આવ્યો ત્યારે પૂર્વના ઇન્દ્રિયવિષયો પ્રત્યેથી ઉદાસીનતા થઈ ગઈ
ને એમ વિષાદ થયો કે અરેરે! મારા
ચૈતન્યઆનંદને ચૂકીને પૂર્વે ઇન્દ્રિયવિષયોમાં મેં વ્યર્થ અનંતકાળ વીતાવ્યો.
જેણે આત્માના અતીન્દ્રિય અમૃતનો સ્વાદ ચાખ્યો તેને વિષયો વિષ જેવા લાગે છે..પર
વિષયો તરફની લાગણી તેને દુઃખરૂપ લાગે છે, આત્માના નિર્વિકલ્પ આનંદના વેદન સિવાય બીજે
ક્યાંય તે પોતાનો આનંદ સ્વપ્નેય માનતો નથી. તેને વિષયોની મીઠાસ લાગતી હોય કે રાગની
મીઠાસ લાગતી હોય તેણે અતીન્દ્રિય આત્માના વીતરાગી અમૃતનો સ્વાદ ચાખ્યો નથી.
એક તરફ અતીન્દ્રિય આનંદનો સાગર આત્મા છે;
બીજી તરફ બાહ્યમાં ઇન્દ્રિયના વિષયો છે.
ત્યાં જેમાં સુખ માને તે તરફ જીવ ઝૂકે છે. જે જીવ અતીન્દ્રિય આત્મસ્વભાવ તરફ ઝૂકે છે તે તો પોતાના
અતીન્દ્રિયસુખને અનુભવે છે; અને જે જીવ બાહ્ય વિષયોમાં સુખ માનીને ઇન્દ્રિયવિષયો તરફ ઝૂકે છે તે ઘોર સંસારના
દુઃખને પામે છે. સામસામા બે માર્ગ છે–(૧) અતીન્દ્રિયસ્વભાવને ચૂકીને ઇન્દ્રિયવિષયો તરફ ઝૂકાવ તે સંસારમાર્ગ છે.
અને (૨) ઇન્દ્રિયવિષયોમાં સુખબુદ્ધિ છોડીને અંતરના જ્ઞાનાનંદસ્વભાવમાં ઝૂકાવ તે મોક્ષમાર્ગ છે.
અહો, આત્મામાં આનંદના નિધાન ભર્યા છે તે સંતો દેખાડે છે; પણ અજ્ઞાનથી અંધ થયેલા મૂઢ
જીવો પોતાના આનંદનિધાનને દેખતા નથી.
आनंदं ब्रह्मणो रूपं निजदेहे व्यवस्थितम्।
ध्यानहीना न पश्यंति जात्यंधा ईव भास्करम्।
(– પરમાનંદસ્તોત્ર)
અહો, નિજદેહમાં રહેલો આ જ્ઞાનસ્વરૂપ આત્મા પોતે જ આનંદસ્વરૂપ છે, આનંદ જ તેનું રૂપ છે, પણ અંતરમાં
લક્ષ કરીને આંખ ઊઘાડે તો દેખાયને? જેમ જન્માંધ મનુષ્યો ઝળહળતા સૂર્યને પણ દેખતા નથી તેમ ઇન્દ્રિયવિષયોમાં
જ સુખ માનીને વર્તનારા મોહાંધ અજ્ઞાની જીવો પોતાના આનંદસ્વરૂપ આત્માને દેખતા નથી. તેઓ વિષયોમાં એવા
મૂર્છાઈ ગયા છે કે જરાક પાછું વાળીને ચૈતન્ય સામે નજર પણ કરતા નથી. જ્ઞાની જાણે છે કે મેં પણ પૂર્વે અજ્ઞાનદશામાં
અનંતકાળ ગુમાવ્યો, પણ હવે મને મારા આત્માનું ભાન થયું, હવે મેં મારા અતીન્દ્રિય આનંદનો સ્વાદ ચાખ્યો, હવે મને
સ્વપ્નેય બાહ્યવિષયોમાં સુખબુદ્ધિ થવાની નથી.
ज्ञानकला जिसके घट जागी
ते जगमांही सहज वैरागी।
ज्ञानी मगन विषयसुखमांही
यह विपरीत, संभवे नांही।।

PDF/HTML Page 25 of 25
single page version

background image
ATMADHARMA Regd. No. B. 4787
___________________________________________________________________________________
ભગવાનના દરબારમાં મંગલ મહોત્સવ
ફાગણ સુદ બીજના ધન્ય દિવસે વિદેહ નગરીના દેવાધિદેવ સીમંધરનાથ પ્રભુ સોનગઢ પધાર્યા..ભગવાન
પધાર્યા ત્યારે આઠ દિવસનો મહાન અઠ્ઠાઈ ઉત્સવ ઊજવાયેલો; ત્યારથી તે ઉત્સવના ઉમંગભર્યા, સ્મરણપૂર્વક દર વર્ષે
આઠ દિવસ સુધી વિશેષ ભક્તિ થાય છે. આ વર્ષે પણ નૂતન જિનમંદિરમાં ભગવાનના ભવ્ય દરબારમાં રોજ રાત્રે
ઉલ્લાસભરી ભક્તિ થતી હતી; તેમાંય જન્મકલ્યાણક વગેરે દિવસોની ભક્તિનો રંગ તો કોઈ જુદી જ જાતનો હતો..
જાણે પુંડરગીરીમાં આજે જ ભગવાન જન્મ્યા છે ને તેમનો જન્મકલ્યાણક આપણે અહીં ઊજવીએ છીએ–એવા આનંદથી
ભક્તિ થઈ હતી. જિનમંદિરમાં ભગવાનના નિજમંદિરનો દરવાજો ખુલ્લો અને વિશાળ થઈ ગયો હોવાથી, ભગવાનના
દરબારનો દેખાવ ઘણો જ સુંદર અને મહિમાવંત લાગે છેઃ નિજમંદિરનું દ્વાર પણ આરસનું થઈ ગયું છે. ભગવાનના
દરબારમાં પ્રવેશતાં જ તેની શોભા દેખીને ભક્તોને આશ્ચર્ય થાય છે. ફાગણ સુદ બીજે સીમંધર ભગવાન સુવર્ણપુરીમાં
પધાર્યા..ને બરાબર એ જ દિવસે ગત વર્ષે ગુરુદેવ સાથે મહાવીર ભગવાનના મોક્ષધામ
પાવાપુરીના જાત્રા થઈ હતી.
નમસ્કાર હો સીમંધરનાથને..નમસ્કાર હો પાવાપુરી ધામને..
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટી વતી મુદ્રક અને પ્રકાશકઃ હરિલાલ દેવચંદ શેઠઃ આનંદ પ્રિન્ટીંગ પ્રેસ, ભાવનગર.