Atmadharma magazine - Ank 175
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 25

background image
વૈશાખઃ ૨૪૮૪ ઃ ૨૩ઃ
જ્ઞાન થયું ત્યારથી જ ચૈતન્યના અને રાગના પૃથક્ પૃથક્ સ્વાદનું સ્વાદન હોય છે. ધર્મીને ય હજી રાગ તો હોય, પરંતુ
રાગના સ્વાદને ચૈતન્યના સ્વાદથી ભિન્ન જાણે છે, અને રાગ વખતે ય રાગથી ભિન્ન ચૈતન્યના અતીન્દ્રિય સ્વાદનું અંશ
વેદન તેને વર્તતું હોય છે.–આવી દશામાં આનંદમાં ઝૂલતાં ઝૂલતાં ભગવાન મહાવીરે આ છેલ્લા જન્મમાં સર્વજ્ઞપદ સાધ્યું.
સર્વજ્ઞ થયા પછી ધર્મસભામાં ભગવાનનો ધ્વનિ નીકળ્‌યો..તેમાં ભગવાને એમ ઉપદેશ્યું કે હે જીવો! તમારા
ચૈતન્યનો સ્વાદ અને રાગનો સ્વાદ ભિન્ન ભિન્ન છે, રાગનો સ્વાદ તે ખરેખર ચૈતન્યનો સ્વાદ નથી, માટે તેને
આત્માથી ભિન્ન જાણો..ને તે રાગથી ભિન્ન એવા નિજ ચૈતન્યના સ્વાદને આસ્વાદો. આત્માના આવા અતીન્દ્રિય
આનંદનું અનુભવન કરવું તે ધર્મ છે. ભગવાને આ અવતારમાં પોતાનું પૂર્ણ કલ્યાણ સાધ્યું ને જગતના જીવોને
કલ્યાણનો માર્ગ દર્શાવ્યો તેવા ભગવાનનો આ અવતાર તે ‘જન્મકલ્યાણક’ છે.
ભગવાને જે પૂર્ણાનંદ દશા પ્રગટ કરી અને તેનો ઉપાય દર્શાવ્યો તેને ઓળખીને પોતામાં તેવો ઉપાય પ્રગટ
કરવો તે ભગવાનનો જન્મકલ્યાણક ઊજવવાનો ખરો હેતુ છે. ભગવાનની ખરી ઓળખાણ વગર ભગવાનના
જન્મકલ્યાણકનો ખરો લાભ પોતાને મળે નહિ.
ભગવાન મહાવીર પ્રભુનો આજે જન્મદિવસ છે; ભગવાનના જન્મને મંગળ કહેવાય છે, કેમ કે આત્માની
પૂર્ણાનંદરૂપ પરમાત્મદશા ભગવાને આ જન્મમાં પ્રગટ કરી. આવા પરમાત્માને ઓળખીને તેમના જેવો જ પોતાનો
આત્મસ્વભાવ પ્રતીતમાં લેવો તે પ્રથમ સમ્યગ્દર્શનરૂપ મંગળ ધર્મ છે.
આત્માની પૂર્ણાનંદદશા પામેલા સર્વજ્ઞ તે દેવ છે, તે દશાના સાધક સંત તે ગુરુ છે; ને પૂર્ણાનંદ પ્રગટ
કરવાનો ઉપાય બતાવનારી તેઓની વીતરાગી વાણી તે શાસ્ત્ર છે. આવા દેવ–ગુરુ–શાસ્ત્રને પ્રથમ જિજ્ઞાસુએ
ઓળખવા જોઈએ. જેઓ બહારના સાધનથી કે રાગભાવથી ધર્મ થવાનું મનાવે તેઓ સાચા દેવ–ગુરુ કે શાસ્ત્ર
નથી પણ વિપરીત છે.
સાચા દેવ–ગુરુ–શાસ્ત્રનો સંયોગ મળવો તે પણ અનંતકાળમાં મહાદુર્લભ છે; અને દેવ–ગુરુ–શાસ્ત્રનો સંયોગ
મળ્‌યા પછી પણ તેને ઓળખીને શ્રદ્ધા થવી તે અતિ દુર્લભ છે; અને તે દેવ–ગુરુ–શાસ્ત્રે કહેલા ચિદાનંદસ્વરૂપ આત્માની
અંતર્મુખ શ્રદ્ધા થવી તે તો અનંતકાળમાં કદી નહિ કરેલ એવો અપૂર્વ ધર્મ છે. સમકિતીધર્માત્મા જાણે છે કે પરમાર્થે
મહાન દેવ તો મારો આત્મા જ છે, આત્મામાંથી જ પરમાત્મદશા આવશે, માટે મારો આત્મા જ મારો દેવ છે.
‘અરે
આત્મા! “શિવરમણી રમનાર તું તુંહી દેવનો દેવ”–એમ અંદરથી ભણકાર આવવા જોઈએ. એકવાર પણ
અંર્તસ્વભાવની અપૂર્વ પ્રતીત કરે તો આત્મામાંથી મુક્તિના ભણકારા આવી જાય, કે હવે અલ્પકાળમાં જ આત્મામાંથી
મુક્તદશા પ્રગટી જશે.
છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર આજે છેલ્લા અવતારમાં જન્મ્યા, અને અહીંના (–વાંકાનેરના) જિન
મંદિરમાં તેમની સ્થાપના પણ આજે જ થઈ. તે ભગવાને શું કહ્યું છે તેની આ વાત છે. ભગવાને જિનશાસનમાં એમ
કહ્યું છે કે અરે જીવો! પરમાત્મદશાની તાકાત તમારા સ્વભાવમાં જ ભરેલી છે, તેને ચૂકીને જે ક્ષણિક વિકાર (–રાગ–
દ્વેષ–અજ્ઞાન) થાય છે તે સંસાર છે, એ સિવાય બહારના સંયોગમાં તમારો સંસાર નથી. સંયોગથી ગુણ કે અવગુણ
નથી; સધનતા તે કાંઈ ગુણ નથી ને નિર્ધનતા તે કાંઈ દોષ નથી. પણ સંયોગમાં આત્મબુદ્ધિ તે દોષ છે, ને સંયોગથી
પાર ચિદાનંદતત્ત્વમાં દ્રષ્ટિ અને એકાગ્રતા કરવી તે ગુણ છે.
સમ્યગ્દર્શન એટલે આત્માનો સ્વાદ. તે સ્વાદ કેવો? શું દુધપાક જેવો?–ના; દૂધપાકનો સ્વાદ તો જડ છે. અંદર
રાગનો સ્વાદ આવે તે પણ વિકારી છે, પણ જડથી ને રાગના સ્વાદથી પાર, ચૈતન્યના આનંદનો અતીન્દ્રિયસ્વાદ
આવે,–તે સમ્યગ્દર્શન છે, ને ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. આવા સમ્યગ્દર્શન વગર શુભરાગથી વ્રત–તપ વગેરે બધા
સાધન કર્યા.–અનંતવાર કર્યા, પરંતુ ચૈતન્યની શાંતિ ન મળી, તેથી શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે–
વહ સાધન વાર અનંત કિયો,
તદપિ કછુ હાથ હજુ ન પડયો;
અબ કયોં ન વિચારત હૈ મનસે
કછુ ઓર રહા ઉન સાધનસેં.
જે ભાવથી સંસારમાં રખડયો તેનાથી જુદી જાતનો મોક્ષનો ઉપાય છે. જે ભાવથી સંસારમાં રખડયો તેનો જો
આદર થાય (એટલે કે રાગનો જો આદર થાય) તો તે જીવને સંસારનો થાક નથી લાગ્યો, તેને ચૈતન્યની
(અનુસંધાન ટાઈટલ પેજ બીજા પર)