શાંતિનો અનુભવ થાય છે. ભવનો જેને થાક લાગ્યો હોય ને આત્માના સુખની ભૂખ જાગી હોય તે ભૂખ્યાને માટે આ
સુખડી છે; આ સુખડીથી અનંત ભવની ભૂખડી ભાંગી જાય છે, ને અપૂર્વ સુખની પ્રાપ્તિ થાય છે.
સ્વભાવમાં તો જ્ઞાન–આનંદ જ ભર્યા છે તેથી તે જ્ઞાન–આનંદનો જ દાતાર છે; અને આત્મા પોતે જ તેનો લેનાર છે.
આત્માનો આવો આનંદસ્વભાવ સંતો બતાવે છે, તેથી નિમિત્ત તરીકે સંતો આનંદના દાતાર છે. વીરસેનાચાર્યદેવ કહે છે
કે આ મહાન પરમાગમોદ્વારા શ્રી સર્વજ્ઞદેવે જીવોને આનંદનું ભેટણું આપ્યું છે...સર્વજ્ઞના શાસ્ત્રમાં આનંદની પ્રાપ્તિનો
માર્ગ દર્શાવ્યો છે તેથી કહ્યું કે ભગવાને જ આનંદની ભેટ આપી છે. ભગવાનના કહેલા શાસ્ત્રોનો અંતરઆશય સમજે
તેને અતીન્દ્રિયઆનંદની પ્રાપ્તિ થયા વગર રહે નહિ.
આનંદ આપે. મૂઢ જીવોએ મૂર્ખતાથી જ તેમાં આનંદ માન્યો છે. આત્માના આનંદને જે જાણે તે બીજે ક્યાંય આનંદ
માને નહિ, અને જેમાં આનંદ માને નહિ તેને તે લ્યે પણ નહિ. આ રીતે આત્મા પાત્ર થઈને રાગનો કે પરનો લેનાર
નથી પણ પોતાના સ્વભાવમાંથી દેવામાં આવતા આનંદનો જ લેનાર છે. માટે જ્ઞાન સ્વભાવની દ્રષ્ટિમાં જ્ઞાનીના બધાય
ભાવો જ્ઞાન–આનંદમય જ હોય છે, રાગાદિ તે ખરેખર જ્ઞાનભાવ નથી, તે તો જ્ઞાનથી ભિન્ન જ્ઞેય છે, જ્ઞાની તેનો
જાણનાર છે, પણ પોતાના આત્માને તે રાગનું સંપ્રદાન બનાવતો નથી, જ્ઞાન–આનંદનું જ સંપ્રદાન બનાવે છે, તેને જ
લ્યે છે, તે–રૂપે જ પરિણમે છે. આ રીતે સંપ્રદાન શક્તિથી આત્મા પોતે જ સમ્યગ્દર્શનાદિનો દાતાર ને પોતે જ તેનો
લેનાર છે; બીજું કોઈ તેનું સંપ્રદાન નથી તેમજ તે બીજા કોઈનો સંપ્રદાન નથી.–આત્માની આવી શક્તિને ઓળખતાં
આત્મા ઓળખાય છે ને ધર્મ થાય છે.
તે હું’ એમ જો શ્રદ્ધા–જ્ઞાનને પરમાં કે વિકારમાં મૂકે તો તો તેનો નાશ થઈ જાય છે–તે મિથ્યા થઈ જાય છે.
પોતાનો ચિદાનંદ સ્વભાવ જ એવો સદ્ધર છે કે તેમાં શ્રદ્ધા–જ્ઞાન મૂકતાં તે સમ્યક્ થાય છે, ને તેના આશ્રયે
ક્ષણેક્ષણે નિર્મળતા વધતી જાય છે, માટે ધર્મી પોતાના શ્રદ્ધા–જ્ઞાન પરને સમર્પણ નથી કરતા, પોતે પોતાના
આત્માને જ સમર્પણ કરે છે.
એકાગ્ર થઈને તારી પાસેથી જ તારો આનંદ લે. સ્વભાવમાં એકાગ્ર થતાં પર્યાય પોતે આનંદરૂપ પરિણમી જાય
છે, એટલે આત્માએ આનંદ દીધો અને આત્માએ આનંદ લીધો–એમ કહેવાય છે, પરંતુ દેનાર ને લેનાર કાંઈ
જુદા નથી.
માત્ર દેખનાર જ છે પણ તેનો લેનાર–દેનાર નથી,–જેમ આંખ બહારના દ્રશ્યોની માત્ર દેખનારી જ છે, તેની લેનારી કે
દેનારી નથી તેમ.