Atmadharma magazine - Ank 176
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 29

background image
ઃ ૧૦ઃ આત્મધર્મઃ૧૭૬
પર્યાયનો ભેદ પાડીને લક્ષમાં લેતાં રાગનો વિકલ્પ થાય છે, ને તેમાં સ્વરૂપનું દાન મળતું નથી. સ્વરૂપનું દાન લેવા માટે
સ્વરૂપની સન્મુખ થવું જોઈએ. ચિદાનંદ સ્વભાવની સન્મુખ થઈને લીન થતાં સ્વરૂપના શ્રદ્ધા–જ્ઞાન–આનંદ વગેરેનું
દાન મળે છે; અને તે દાનનો લેનાર આત્મા જ છે એટલે આત્મા પોતે જ તે સ્વરૂપે થઈ જાય છે.–આવો આત્માનો
સ્વભાવ છે.
પ્રશ્નઃ– આત્મા ક્યાં હશે?
ઉત્તરઃ– જ્યાંંથી આવો પ્રશ્ન ઊઠે છે ત્યાં જ આત્મા છે. ‘આત્મા ક્યાં હશે?’ એવો પ્રશ્ન પૂછનાર પોતે જ
આત્મા છે. આત્મા વિના એ પ્રશ્ન કોણ પૂછે? આત્માની ભૂમિકામાં જ એ પ્રશ્ન ઊઠે છે.
વળી ‘આત્મા ક્યાં હશે?’ એમ પ્રશ્ન પૂછયો તેમાં જ એ વાત આવી જાય છે કે તેનો ઉત્તર સમજવાની તાકાત
પોતામાં છે.
‘આત્મા ક્યાં હશે?’ તે પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાની એમ કહે છે કે “આ જે જાણનાર–દેખનાર છે તે જ આત્મા
છે,”–અને પ્રશ્ન પૂછનારને આવો ઉત્તર લક્ષમાં આવે છે કે જ્ઞાનીએ મને આમ કહ્યું; જે જ્ઞાનવડે તે લક્ષમાં આવે છે તે
જ્ઞાનમાં જ આત્મા છે, માટે હે ભાઈ! તું પોતે જ આત્મા છો; માટે તારા જ્ઞાનમાં જ આત્માને શોધ. આ દેહ તે તું નથી,
દેહમાં શોધ્યે આત્મા નહિ મળે. દેહ તો જડ, રૂપી અને દ્રશ્ય છે, તેનાથી જુદો ચેતન, અરૂપી અને દ્રષ્ટા આત્મા છે; દેહ
વિનાશી છે, આત્મા અવિનાશી છે; દેહ ઇન્દ્રિયગોચર છે, આત્મા ઇન્દ્રિયગોચર નથી પણ અતીન્દ્રિય છે; દેહ સંયોગી
કૃત્રિમ વસ્તુ છે, આત્મા અસંયોગી સ્વાભાવિક વસ્તુ છે. બધાયને જાણનાર ‘આ જાણનારો હું જ છું’–એમ પોતાને
નથી જાણતો–એ આશ્ચર્ય છે!! જાણનાર પોતે પોતાને જ નથી જાણતો, પોતે પોતાને જ ભૂલી જાય છે, એ એક મોટી
ભ્રમણા છે, ને તે ભ્રમણાને લીધે જ સંસારદુઃખ છે.
એક વાર દસ મૂર્ખાઓ એક ગામથી બીજે ગામ જતા હતા. રસ્તામાં એક નદી આવી; નદી પાર કરીને
સામે કાંઠે આવ્યા, ત્યાં એક માણસ બોલ્યો કે આપણામાંથી કોઈ ડૂબી તો નથી ગયું ને?–ચાલો સંખ્યા ગણી
જોઈએ. એમ કહીને સંખ્યા ગણવા માંડી–‘એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ ને નવ!’ તરત જ તેને
ધ્રાસકો પડયો કે અરર! આપણામાંથી એક જણ ડૂબી ગયો! પછી બીજો મૂર્ખો ગણવા ઊભો થયો. એમ એક પછી
એક બધાય મૂરખાઓએ ગણ્યા, તો નવ જ થયા.–કેમકે દરેક ગણનારો પોતે પોતાને જ ગણતાં ભૂલી જતો હતો.
બધા ભેગા થઈને વિમાસણમાં પડી ગયા કે એક જણ ડૂબી ગયો, હવે શું કરવું? તેઓ ગડમથલ કરતા હતા ત્યાં
કોઈ ડાહ્યો મુસાફર ત્યાંથી નીકળ્‌યો, તે આ મૂરખાઓની ગડમથલનું કારણ સમજી ગયો, અને કહ્યુંઃ ભાઈઓ!
ધીરા થાઓ..શાંત થાઓ..તમારામાંથી કોઈ ખોવાણું નથી...ચાલો, બધા એક સાથે લાઈનમાં ઊભા
રહો..જુઓ...આ એક...આ બે...આ ત્રણ...ચાર...પાંચ...છ.. સાત...આઠ...નવ ને આ...દસ! તમે દસેદસ પૂરેપૂરા
છો...એ જાણીને મૂરખાઓની ભ્રમણા ટળી ને શાંતિ થઈ. તેમને ખ્યાલ આવ્યો કે અરે! પોતે પોતાને જ ગણતા
ભૂલી જતા હતા તેથી ‘નવ’ થતા હતા ને એક જણ ખોવાઈ જવાની ભ્રમણા થઈ હતી, એટલે ‘અપને કો આપ
ભૂલકે હૈરાન હો ગયા.’
તે દસ મૂરખાઓની જેમ અજ્ઞાની જીવો પોતે પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. આ શરીર, આ રાગ–એમ
લક્ષમાં લ્યે છે, પણ તેને જાણનારો હું જ્ઞાયક છું–એમ પોતે પોતાને સ્વસંવેદનથી લક્ષમાં લેતો નથી; તેથી રાગાદિમાં ને
શરીરાદિમાં જ પોતાપણાની ભ્રાંતિથી તે હેરાન થાય છે. જ્ઞાની તેને તેનું સ્વરૂપ બતાવતાં કહે છે કે અરે જીવ! તું શાંત
થા...ધીરો થા...ને ધીરો થઈને તારા અંતરમાં જો...તારું આનંદસ્વરૂપ તો રાગથી ને દેહથી અત્યંત ભિન્ન જ્ઞાન ને
આનંદસ્વરૂપ જ છે. એ પ્રમાણે અંતર્મુખ થઈને આત્માને જાણતાં જ ભ્રમણા ટળીને જીવ આનંદિત થાય છે. ત્યારે તેને
એમ પણ થાય છે કે અરે! અત્યાર સુધી મારા પોતાના જ અસ્તિત્વને ભૂલીને હું ભ્રમણાથી દુઃખી થયો, ‘અપને કો
આપ ભૂલ કે હૈરાન હો ગયા.’
(દ્રષ્ટાંતમાં મૂરખાઓ દસ હતા ને ડાહ્યો એક હતો; તેમ જગતમાં અજ્ઞાની જીવો ઘણા છે, ને જ્ઞાની તો કોઈ
વિરલ જ હોય છે.)
અજ્ઞાની પોતાના આત્માને ભૂલીને પરમાં આત્મા શોધે છે; પણ પરમાં તો આત્માનો અભાવ છે. અહીં