પણ આત્મા જ છે. જુઓ, આ દાતારે સુપાત્રદાન દીધું. અહો! આત્માના અતીન્દ્રિય આનંદનાં દાન! એના કરતાં બીજું
કયું શ્રેષ્ઠ દાન હોય? નિર્મળ જ્ઞાન–આનંદમય પર્યાય પ્રગટે તેનો દાતાર પણ પોતે, તે લેનાર પણ પોતે જ,–આવી
શક્તિ આત્મામાં ત્રિકાળ છે.
સામે જો..તો તને આનંદના નિધાનનું દાન મળે.
આવા સ્વભાવને સાધતા સાધકને કષાયોની અતિશય મંદતા સહેજે થઈ જાય છે, પણ તે મંદ કષાયના ભાવને પણ
દેવાનો કે લેવાનો પોતાનો સ્વભાવ માનતા નથી, સ્વભાવના આશ્રયે જે અકષાયી–વીતરાગી ભાવ થયા છે તેનો જ
દેનાર ને તેનો જ લેનાર પોતાનો આત્મા છે એમ સાધકધર્મી જાણે છે. ત્રિકાળી સ્વભાવ તો રાગનું સંપ્રદાન નથી, અને
તે સ્વભાવના આધારે થયેલી પર્યાય પણ રાગનું સંપ્રદાન થતી નથી. આમ દ્રવ્યથી તેમજ પર્યાયથી બંને પ્રકારે ભગવાન
આત્મા વિકારનું સંપ્રદાન નથી પણ વીતરાગી ભાવનું જ સંપ્રદાન છે. જ્યાં શુદ્ધ દ્રવ્યનો આશ્રય કર્યો ત્યાં પર્યાયમાંથી
વિકારની યોગ્યતા ટળી ગઈ ને અવિકારી આનંદની જ યોગ્યતા થઈ, તે આનંદની જ પાત્ર થઈ. જેમ ઉત્તમ વસ્તુ
રાખવાનું પાત્ર પણ ઉત્તમ હોય છે, સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ રહે છે, તેમ જગતમાં મહા ઉત્તમ એવો જે
અતીન્દ્રિય આનંદ તેનું પાત્ર પણ ઉત્તમ જ છે,–કયું પાત્ર છે? કે આત્માના સ્વભાવ તરફ વળેલી પરિણતિ જ તે
આનંદનું પાત્ર છે. આત્મામાં જ એવી ઉત્તમ પાત્રશક્તિ (સંપ્રદાનશક્તિ) છે કે પોતે પરિણમીને પોતાના અતીન્દ્રિય
આનંદને પોતામાં ઝીલી શકે.
પોતાના આત્મામાંથી જ્ઞાન કે આનંદ કાઢીને કાંઈ શિષ્યને આપી દેતા નથી, ને શિષ્યનો આત્મા કાંઈ પોતાના જ્ઞાન કે
આનંદ ગુરુ પાસેથી લેતો નથી, ગુરુ આપે ને પાત્ર શિષ્ય લ્યે–એ વાત વ્યવહારની છે; તોપણ–શ્રી ગુરુના ઉપદેશદ્વારા
આત્મસ્વભાવ સમજીને શિષ્યને જ્યાં અપૂર્વ આનંદની પ્રાપ્તિ થઈ ત્યાં રોમરોમમાં ગુરુ પ્રત્યેના અપાર વિનયથી તેનો
આત્મા ઊછળી જાય છે...નિશ્ચય પ્રગટતાં તેનો વ્યવહાર પણ લોકોત્તર થઈ જાય છે...ને શ્રીગુરુના અનંત ઉપકારને
વ્યક્ત કરતાં કહે છે કે અહો પ્રભો! આ પામરને આપે જ જ્ઞાન અને આનંદનાં દાન દીધાં..અમારા આનંદને ભૂલીને
અનંત સંસારમાં રખડતા હતા, તેનાથી છોડાવીને આપે જ અમને આનંદ આપ્યો...ઘોર ભવભ્રમણથી આપે જ અમને
બચાવ્યા..આપે જ કૃપા કરીને સંસારથી ઊગાર્યા..હે નાથ! આપના અનંત ઉપકારનો બદલો કઈ રીતે વાળીએ? આમ
અપાર વિનયપૂર્વક ગુરુના ચરણે અર્પાઈ જાય છે. નિશ્ચયની સાધકદશામાં દેવ–ગુરુ પ્રત્યે આવો વિનય વગેરે વ્યવહાર
સહેજે હોય છે. જો આત્મામાંથી આવો વિનય ન ઊગે તો તે જીવને નિશ્ચયનું પરિણમન પણ થયું નથી એમ સમજવું.
ગુરુથી જ્ઞાન થતું નથી–એમ કહીને ગુરુનો વિનય છોડી દ્યે તે તો મોટો સ્વચ્છંદી છે, આનંદને ઝીલવાની પાત્રતા તેનામાં
જાગી નથી. અહો! આ તો નિશ્ચય–વ્યવહારની સંધિપૂર્વકનો અચિંત્ય લોકોત્તર માર્ગ છે. સાધકદશા શું ચીજ છે તેની
લોકોને ખબર નથી. સાધકને તો બધા પડખાંનો વિવેક વર્તતો હોય છે, ગણધર જેવો વિવેક સમ્યગ્દ્રષ્ટિને પ્રગટયો હોય
છે. કહ્યું છે કે–
હિરદે હરખી મહા મોહકો હરતુ
આપુ હી મેં આપનો સુભાઉ લે ધરતુ હૈ.
જૈસે જલકર્દમ કતકફલ ભિન્ન કરે,
તૈસે જીવ અજીવ વિલછનુ કરતુ