જેઠઃ ૨૪૮૪ઃ ૧પઃ
(સમયસાર–કર્તાકર્મઅધિકાર ઉપરના પ્રવચનોમાંથી)
(આત્મધર્મ અંક ૧૭પ થી ચાલુ)
(૧૧૩) પ્રશ્નઃ– ધર્મીનો ઉપયોગ જ્યારે રાગમાં જોડાયેલો હોય ત્યારે તે જ્ઞાની છે કે અજ્ઞાની?
ઉત્તરઃ– ધર્મીનો ઉપયોગ જ્યારે પરને કે રાગાદિને જાણવામાં જોડાયેલો હોય ત્યારે પણ તે જ્ઞાની જ છે, કેમકે
રાગને જાણતા હોવા છતાં તે વખતે ય રાગમાં તન્મયપણે નથી પરિણમતા, તે વખતે ય જ્ઞાનમાં જ
તન્મયપણે પરિણમે છે, માટે તે જ્ઞાની જ છે; રાગનું અને જ્ઞાનસ્વભાવનું ભેદજ્ઞાન તે વખતે પણ તેને
વર્તે જ છે, તેથી તે જ્ઞાની જ છે.
(૧૧૪) પ્રશ્નઃ– મિથ્યાદ્રષ્ટિ કેવો છે?
ઉત્તરઃ– મિથ્યાદ્રષ્ટિ
જ્યારે રાગને જાણે છે ત્યારે ‘રાગ તે જ હું’ એમ માનીને રાગમાં જ તન્મયપણે પરિણમે છે.
પણ રાગથી ભિન્ન જ્ઞાનપણે પરિણમતો નથી, તેથી તે અજ્ઞાની છે; જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન તેને નથી.
જ્ઞાન પરિણામ તે જ જ્ઞાનીનું કર્મ છે.
અજ્ઞાની રાગાદિ પરિણામને પોતાના કર્મપણે કરે છે, તેથી તે તેનું કર્મ છે.
(૧૧૭) પ્રશ્નઃ– કર્તાકર્મપણું ક્યાં હોય? ને ક્યાં ન હોય?
ઉત્તરઃ– કર્તાકર્મપણું એક સ્વરૂપમાં હોય, ભિન્ન ભિન્ન સ્વરૂપમાં ન હોય; જેમ કે–જ્ઞાનને જ્ઞાનપરિણામ સાથે
કર્તાકર્મપણું છે કેમકે તે બંને એક સ્વરૂપે છે; પણ જ્ઞાનને રાગ–પરિણામ સાથે કર્તાકર્મપણું નથી કેમકે
જ્ઞાન અને રાગ એ બંને એક સ્વરૂપ નથી પણ ભિન્ન ભિન્ન સ્વરૂપ છે. (અહીં ‘એક સ્વરૂપ’ એટલે
‘તત્સ્વરૂપ’ એમ સમજવું.)
(૧૧૮) પ્રશ્નઃ– જીવને શેનું ભોક્તાપણું હોય છે?
ઉત્તરઃ– પોતાના જે ભાવને જીવ કરે છે તેનો જ તે ભોક્તા છે. આ રીતે જીવ પોતાના ભાવનો જ ભોક્તા છે,
પરચીજનો તે ભોક્તા નથી.
જેમ કર્તાકર્મપણું ‘તત્સ્વરૂપ’ માં જ હોય છે, ભિન્ન ભિન્ન વસ્તુમાં હોતું નથી, તેમ ભોક્તા–
ભોગ્યપણું પણ ‘તત્સ્વરૂપ’ માં જ હોય છે, ભિન્ન ભિન્ન વસ્તુમાં હોતું નથી. માટે જીવ પરચીજનો
ભોક્તા નથી. જે ભાવને પોતામાં એકમેકપણે તે કરે છે તેનું જ તેને વેદન હોય છે.
(૧૨૦) પ્રશ્નઃ– જ્ઞાનીને શેનું વેદન હોય છે?
ઉત્તરઃ– સાધકદશામાં જ્ઞાનીને આત્માના જ્ઞાન–આનંદનું વેદન હોય છે; હર્ષ–શોકનું અલ્પ વેદન છે પણ તેમાં
એકતા–બુદ્ધિપૂર્વક તેનું વેદન નથી, તેથી તે વેદનની મુખ્યતા નથી.
(૧૨૧) પ્રશ્નઃ– સર્વજ્ઞ પરમાત્માને શેનું વેદન છે?
ઉત્તરઃ– સર્વજ્ઞ
પરમાત્માને પોતાના પરિપૂર્ણ જ્ઞાન–