જેઠઃ ૨૪૮૪ઃ ૧૭ઃ
ઉત્તરઃ– ખરેખર આત્મા પરનો કર્તા–ભોક્તા ન હોવા છતાં, ‘આત્મા પુદ્ગલકર્મને કરે છે અને ભોગવે છે’
એવો અજ્ઞાનીઓનો અનાદિસંસારથી પ્રસિદ્ધ વ્યવહાર છે.
(૧૩૩) પ્રશ્નઃ– એ વ્યવહારમાં શું દૂષણ છે?
ઉત્તરઃ– આત્મા પોતાના ભાવને કરે તથા ભોગવે, અને પુદ્ગલકર્મને પણ તે કરે અને ભોગવે,–તો તે આત્મા બે
ક્રિયાવાળો ઠરે–એ મોટો દોષ આવે છે; એક દ્રવ્યને બે ક્રિયા હોય–એ વાત સર્વજ્ઞના મતથી બહાર છે.–માટે
આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો, પરંતુ પુદ્ગલ પરિણામને કરતો કદી ન પ્રતિભાસો.
(૧૩૪) પ્રશ્નઃ– એક આત્મા બે દ્રવ્યોની ક્રિયા કેમ ન કરે?
ઉત્તરઃ– કેમકે બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે. જડની ક્રિયા જડરૂપ છે, ચેતનની ક્રિયા ચેતનરૂપ છે; જડની ક્રિયા
ચેતન કરતું નથી, ચેતનની ક્રિયા જડ કરતું નથી.–માટે જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા માને તે
મિથ્યાદ્રષ્ટિ છે, ને જિનના મતથી તે બહાર છે.
(૧૩પ) પ્રશ્નઃ– જગતમાં જે ક્રિયા છે તે બધીએ કેવી છે?
ઉત્તરઃ– જગતમાં જે કોઈ ક્રિયા છે તે બધીએ પરિણામસ્વરૂપ જ છે; જડની ક્રિયા જડના પરિણામસ્વરૂપ છે, ને
આત્માની ક્રિયા આત્માના પરિણામસ્વરૂપ છે; ક્રિયા પરિણામથી જુદી નથી.
(૧૩૬) પ્રશ્નઃ– પરિણામ કેવા છે?
ઉત્તરઃ– પરિણામ પરિણામીથી અભિન્ન છે. આ રીતે વસ્તુથી જુદા તેના પરિણામ નથી, ને પરિણામથી જુદી
ક્રિયા નથી; માટે કોઈ પણ વસ્તુની ક્રિયા તે વસ્તુથી જુદી હોતી નથી.
(૧૩૭) પ્રશ્નઃ– આમાં શું સિદ્ધ થયું?
ઉત્તરઃ– અહીં એમ સિદ્ધ કર્યું કે વસ્તુસ્થિતિથી જ ક્રિયા અને કર્તાનું અભિન્નપણું સદાય તપી રહ્યું છે; કર્તા અને
તેની ક્રિયા અભિન્ન જ હોય–એવી વસ્તુની મર્યાદા છે.
(૧૩૮) પ્રશ્નઃ– કોણ સર્વજ્ઞના મતથી બહાર છે?
ઉત્તરઃ– વસ્તુસ્વરૂપની મર્યાદાને તોડીને જેઓ એમ માને છે કે આત્મા પરની ક્રિયાને પણ કરે,–તેઓ દ્વિક્રિયાવાદી–
મિથ્યાદ્રષ્ટિ હોવાથી સર્વજ્ઞના મતની બહાર છે,–‘नमो अरहंताणं’ ને તે ખરેખર માનતો નથી.
(૧૩૯) પ્રશ્નઃ– દ્વિક્રિયાવાદી સર્વજ્ઞના મતની બહાર છે–એટલે શું?
ઉત્તરઃ– શરીરાદિ જડની ક્રિયાને આત્મા કરે તથા ભોગવે–એમ જે માને છે તે દ્વિક્રિયાવાદી છે; સર્વજ્ઞના મતમાં
કહેલું બે દ્રવ્યોનું ભિન્નપણું તે માનતો નથી તેથી તે સર્વજ્ઞના મતની બહાર છે, એટલે કે મિથ્યાદ્રષ્ટિ છે;
તેણે ખરેખર સર્વજ્ઞદેવને માન્યા નથી.
(૧૪૦) પ્રશ્નઃ– આત્માને પરદ્રવ્યની ક્રિયાનો કર્તા–ભોક્તા માનનાર કેમ મિથ્યાદ્રષ્ટિ છે?
ઉત્તરઃ– કેમકે પરદ્રવ્યની ક્રિયાનો કર્તા જે પોતાને માને છે તે જીવ પોતાને પરથી ભિન્ન નથી માનતો; એટલે
તેને સ્વપરની ભિન્નતાનું ભાન રહેતું નથી, તેથી અનેક દ્રવ્યસ્વરૂપે એક આત્માને માનતો હોવાથી તે
મિથ્યાદ્રષ્ટિ જ છે.
(૧૪૧) પ્રશ્નઃ– જ્ઞાની અને અજ્ઞાનીનું કાર્ય શું છે?
ઉત્તરઃ– જ્ઞાની કે અજ્ઞાની કોઈ પણ જીવ પરદ્રવ્યની ક્રિયા તો કરી શકતો જ નથી; જ્ઞાની પોતાના જ્ઞાન
પરિણામને કરે છે, અને અજ્ઞાની પોતાના અજ્ઞાન પરિણામને કરે છે; માટે આચાર્યદેવ કહે છે કે આત્મા
પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો; પુદ્ગલના પરિણામને કરતો તો કદી ન પ્રતિભાસો.
(૧૪૨) પ્રશ્નઃ– કર્તા કોણ છે?
ઉત્તરઃ– કાર્યરૂપે જે પરિણમે છે તે કર્તા છે. જેમકે ઘડારૂપે પરિણમનારી માટી જ ઘડાની કર્તા છે, કુંભાર તેનો
કર્તા નથી કેમકે કુંભાર ઘડારૂપે પરિણમતો નથી.
(૧૪૩) પ્રશ્નઃ– ‘કર્મ’ શું છે?
ઉત્તરઃ– કર્તાનું જે પરિણામ છે તે કર્મ છે. કર્તાનું પરિણામ પોતાથી જુદું હોતું નથી. જેમકે કુંભારના ઇચ્છા
વગેરે પરિણામ તે જ કુંભારનું કર્મ છે, પણ ઘડો તે કુંભારનું કર્મ નથી, કેમકે તે તો કુંભારથી ભિન્ન
છે. ઘડો તે કુંભારનું