બાપુ! ભવભ્રમણથી તારા નીવેડા કેમ આવે તેની આ વાત છે. તારી ચૈતન્યજાત વિકારથી જુદી છે, તે પરનું કરે–એ
ભ્રમણા છે, તે ભ્રમણા છોડ. પરનું ને વિકારનું કર્તૃત્વ મારામાં નથી, હું તો ચૈતન્યભાવ છું–આમ જે જાણે છે તેને, વિકાર
સાથે કે પર સાથે કર્તૃત્વબુદ્ધિરૂપ અજ્ઞાન નષ્ટ થઈ જાય છે. “આવી માન્યતા તે અજ્ઞાન છે” એમ અજ્ઞાનને જે ખરેખર
ઓળખે છે તેને તે અજ્ઞાન રહેતું નથી.
વિકારની કર્તાબુદ્ધિ કેમ રહે?–ન જ રહે. તેને પોતાનો આત્મા જ્ઞાયકપણે ભાસે છે, ને વિકારનો અકર્તા પ્રતિભાસે છે.–
આ અજ્ઞાનના નાશની રીત છે, એટલે આ જ મોક્ષનો પંથ છે.
સ્વાદને અજ્ઞાનપણે એકમેક માની રહ્યો છે તે અજ્ઞાન છે. વીતરાગનાં વચનો તો વિકારથી ભિન્ન ચૈતન્યનો
પરમશાંતરસ બતાવે છે.
વાત સાંભળતાં તેના અંતરમાં ચૈતન્યવીર્યનો ઉલ્લાસ આવતો નથી, ને બહારનો વાતનો ઉલ્લાસ આવે છે. અહા,
ભગવાનની વાણીમાં તો વિકારથી ભિન્ન ચૈતન્યના અપૂર્વ પુરુષાર્થની વાત છે, તે વાત જેના કાળજે બેઠી તેને
ચૈતન્યના પરમશાંતરસનો સ્વાદ આવ્યા વિના રહે નહિ. ચૈતન્ય અને વિકારના સ્વાદના ભેદજ્ઞાન વગર કદી
શાંતરસનો સ્વાદ આવે નહિ ને ભવથી નીવેડો થાય નહિ. જેમ ભૂંડ ભૂંડડીમાં ને વિષ્ટાના સ્વાદમાં આનંદ માને
છે, તેમ ભૂંડ જેવો અજ્ઞાની પ્રાણી રાગાદિ વિકારના સ્વાદમાં આનંદ માને છે, અરે! પોતાના ચૈતન્યના સ્વાદની
તેને ખબર પણ નથી. અજ્ઞાની પણ ખરેખર કાંઈ પરવસ્તુનો સ્વાદ નથી અનુભવતો, પણ અજ્ઞાનથી પોતાના
આનંદસ્વાદને ભૂલીને ફક્ત વિકારના સ્વાદને અનુભવે છે. સમ્યગ્જ્ઞાન થયે આત્માના અપૂર્વ આનંદનો સ્વાદ
આવે છે. અનાદિથી જેવો વિકારનો સ્વાદ લ્યે છે તેવો જ સ્વાદ અનુભવ્યા કરે ને ધર્મ થઈ જાય એમ નથી. ધર્મ
તો અપૂર્વ ચીજ છે, જ્યાં સમ્યગ્જ્ઞાન થયું ને ધર્મની શરૂઆત થઈ ત્યાં ધર્મીને ચૈતન્યના અતીન્દ્રિય આનંદનો
સિદ્ધ ભગવાન જેવો સ્વાદ આત્મામાં આવી જાય છે. આવા જ્ઞાન અને આનંદના સ્વાદ વગર કદી ભવભ્રમણથી
છૂટકારો થાય નહિ; માટે આવું સમ્યગ્જ્ઞાન કરવા જેવું છે. ચૈતન્યના સ્વાદને વિકારથી ભિન્ન જાણીને,
ભેદજ્ઞાનવડે આત્માના આનંદનો સ્વાદ લેવો તે ભવભ્રમણથી મુક્ત થવાનો ઉપાય છે.