ઃ ૧૮ઃ આત્મધર્મઃ ૧૭૯
પરપદમાં સુતેલા જીવોને નિજપદ દેખાડીને
સંતો જાગૃત કરે છે
ધ્રાંગધ્રા શહેરમાં પૂ. ગુરુદેવનું પ્રવચનઃ વીર સં. ૨૪૮૪ ચૈત્ર વદ
અંતરમાં જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા શું ચીજ છે તેને ભૂલીને, અનાદિથી રાગાદિક પરભાવોને જ નિજપદ સમજીને
તેમાં સૂતેલા અજ્ઞાની પ્રાણીઓને જગાડવા માટે આચાર્યદેવ સંબોધન કરે છે કે–
आसंसारात् प्रतिपदमयी रागिणो नित्यमत्ताः
सुप्ता यस्मिन्नपदमपदं तद्विवुध्यध्वमंधाः।
एतैतेतः पदमिदमिदं यत्र चैतन्यधातुः
शुद्धः शुद्धः स्वरसभरतः स्थायिभावत्वमेति।।१३८।।
હે અંધ પ્રાણીઓ! અનાદિ સંસારથી માંડીને પર્યાયે પર્યાયે જે રાગને તમારું પદ માનીને તેમાં સૂતા છો, તે
ખરેખર તમારું પદ નથી–નથી, તે તો અપદ છે–અપદ છે, એમ તમે સમજો. રાગથી પાછા વળીને આ તરફ આવો...આ
તરફ આવો. રાગથી રહિત શુદ્ધ ચૈતન્યધાતુમય અને નિજ આનંદરસથી ભરેલું એવું આ તમારું નિજપદ છે–તેને
અંતરમાં દેખો.
ચૈતન્યમૂર્તિ આત્મા, દેહથી ભિન્ન અનાદિઅનંત તત્ત્વ છે, તેને કોઈએ નવો બનાવ્યો નથી, ને તેનો કદી નાશ
પણ થતો નથી, તે અનાદિઅનંત સત્ છે. પણ પોતાના ચિદાનંદ તત્ત્વને ચૂકીને અનાદિથી તે સંસારમાં પરિભ્રમણ કરી
રહ્યો છે. બહારનું બીજું બધું જાણ્યું પણ પોતે કોણ છે તે કદી જાણ્યું નથી. તેથી અહીં આચાર્યદેવ કહે છે કે અરે જીવો!
તમે જાગો...જાગો! ચૈતન્યને ચૂકીને જે રાગને જ પોતાનું પદ માનીને તેમાં તમે સૂતા છો તે પદ તમારું નથી, નથી; હે
અંધ પ્રાણીઓ! તમે જે વિકારને જ તમારું પદ માની રહ્યા છો તે પદ તમારું નથી, નથી; શુદ્ધ ચૈતન્ય જ તમારું પદ છે, તે
ચૈતન્યપદને ઓળખો.
___________________________________________________________________________________
–માટે આચાર્ય પૂજ્યપાદસ્વામી કહે છે કે હે જીવ! તારા આત્માને શુદ્ધ પરમાત્મસ્વરૂપે જાણીને, ‘આ જ હું છું’
એવી દ્રઢ ભાવના કર, અને વારંવાર તેની ભાવના કરીને તેમાં લીન થા. નિજ–પરમાત્મસ્વરૂપની દ્રઢ ભાવનાથી જીવ
જ્યારે તેમાં લીન થાય છે (અર્થાત્ અભેદભાવનારૂપે પરિણમે છે) ત્યારે અનંત આનંદનિધાનનો તેને અનુભવ થાય
છે, અને તે પોતાને વીતરાગી પરમાનંદસ્વરૂપ પરમાત્મા માને છે; બાહ્ય પદાર્થોના ક્ષણિક કાલ્પનિક સાંસારિક સુખમાંથી
તેને મમત્વ છૂટી જાય છે, બાહ્ય વિષયોમાં તેને સ્વપ્ને ય સુખની કલ્પના થતી નથી. આ રીતે, અભેદબુદ્ધિથી
પરમાત્મસ્વરૂપનું ચિંતન કરતાં કરતાં તેમાં સ્થિરતા થઈ જાય છે તેને શુદ્ધાત્મલાભ કહેવાય છે; શુદ્ધાત્માની ભાવનાના
ફળમાં શુદ્ધાત્મદશા પામીને અનંતકાળ સુધી જીવ અનુપમ સ્વાધીન આત્મસુખનો ભોક્તા થાય છે. માટે ‘सोऽहम્
’એવી અભેદભાવના, એટલે કે ‘જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્મા હું છું’–એવું સ્વસંવેદન, તેનો વારંવાર દ્રઢતાપૂર્વક અભ્યાસ
કરવો જોઈએ. ।। ૨૮।।