Atmadharma magazine - Ank 181
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 27

background image
ઃ ૮ઃ આત્મધર્મઃ ૧૮૧
કોઈ સાધન નથી. અહા! વૈરાગ્ય ભાવનામાં ઝુલતા મુનિવરો ગમે તેવા ઘોર ઉપસર્ગ વખતે પણ પોતાની
આરાધનામાં તત્પર રહે છે, જરા પણ ડગી જતા નથી. માટે આચાર્યદેવ કહે છે કે નિકટ ભવ્યજીવોને આનંદ
ઉપજાવનારી ભાવનાઓ હું કહીશ. જેના સંસારનો અંત નજીક આવી ગયો છે એવા ભવ્ય જીવોને આ વૈરાગ્ય
ભાવનાઓથી આનંદ થશે, અને તેમનો આત્મા મોક્ષમાર્ગમાં ઉત્સાહિત થશે.
અહો! અડોલ દિગબંર વૃત્તિને ધારણ કરનારા, વનમાં વસનારા, વૈરાગ્યની મસ્તીમાં ડોલનારા ને
ચૈતન્યના આનંદમાં ઝૂલનારા મુનિવરોનો અવતાર સફળ છે....એવા સંત–મુનિવરો પણ વૈરાગ્યની બાર
ભાવનાઓ ભાવીને વસ્તુસ્વરૂપ ચિંતવે છે ને વીતરાગતા વધારે છે. એવા મુનિભગવંતોએ કહેલી વૈરાગ્યની આ
ભાવનાઓ દરેક જીવે ભાવવા જેવી છે. આ ભાવનાઓ આનંદની જનની છે; કેમકે વસ્તુસ્વરૂપ અનુસાર
વૈરાગ્યની ભાવનાઓનું ચિંતવન કરતાં ચિત્તની સ્થિરતા થઈને ભવ્યજીવને આનંદ થાય છે, તેથી આ
ભાવનાઓ ‘ભવિક જન–આનંદ જનની’ છે. આ બાર ભાવનાઓથી ભવ્યજીવને મોક્ષમાર્ગમાં ઉત્સાહ ઊપજે
છે. દીક્ષા વખતે બધાય તીર્થંકરો પણ આ બાર–ભાવનાઓનું ચિંતન કરે છે. અહા! વૈરાગ્ય રસ ઝરતી આ બાર
ભાવનાઓ ભાવતાં કોને આનંદ ન થાય!–કોને મોક્ષમાર્ગનો ઉત્સાહ ન ઊપજે.
બાર ભાવનાઓ કઈ કઈ છે!–પહેલી અનિત્ય ભાવના, (૨) અશરણ ભાવના, (૩) સંસાર ભાવના,
(૪) એકત્વ ભાવના (પ) અન્યત્વ ભાવના, (૬) અશુચિત્વ ભાવના, (૭) આસ્રવ ભાવના (૮) સંવર
ભાવના, (૯) નિર્જરા ભાવના, (૧૦) લોક ભાવના, (૧૧) બોધિદુર્લભ ભાવના, અને (૧૨) ધર્મ ભાવના;–
આ પ્રમાણે બાર વૈરાગ્ય ભાવનાઓ છે. અનુક્રમે તે દરેકનું સ્વરૂપ કહેવાશે. તેમાંથી પહેલી ‘અનિત્ય ભાવના’નું
કેટલુંક વિવેચન આત્મધર્મ અંક ૧૭૩માં આવી ગયું છે; ત્યાર પછી બીજી ‘અશરણ ભાવના’ નું આ વિવેચન છે.
સંસારનું અશરણપણું ચિંતવીને, ચૈતન્યસ્વભાવનું શરણ લેવા માટે આ અશરણ ભાવના છે. અરે, આ
અશરણ સંસારમાં જ્યાં દેવ–દેવેન્દ્ર અને ચક્રવર્તી વગેરે પણ કાળનો કોળિયો થઈ જાય છે ત્યાં જીવોને શું શરણ
છે! ઈન્દ્રપદ કે ચક્રવર્તીપદ એ કોઈ, જીવને શરણભૂત નથી, ચૈતન્યપદ જ જીવને શરણભૂત છે. સ્વર્ગના ઈન્દ્રને
ચારે બાજુ હજારો દેવો સેવામાં ઊભા હોય, છતાં આયુષ્ય પૂરું થતાં તે ઈન્દ્રને પણ મરતાં કોઈ બચાવી શકતું
નથી, તો સાધારણ જીવોની શી વાત! હા, એક ચૈતન્યસ્વભાવ જ જીવોને મરણથી બચાવવા સમર્થ છે, માટે હે
જીવ! આખાય સંસારને અશરણ જાણીને તારા ચૈતન્યસ્વભાવ તરફ વળ, ને તેનું શરણ લે; તેના શરણે એવું
સિદ્ધપદ થશે કે જ્યાં કદી મરણ નથી, દુઃખ નથી, ભય નથી.
સર્વજ્ઞ ભગવાન કહે છે કે હે જીવ! તને બહારમાં કોઈ શરણ નથી, બહારના ભાવો પણ તને શરણ નથી;
દેહાદિથી નીરાળો તારો પવિત્ર ચૈતન્યસ્વભાવ જ તને અંતરમાં શરણરૂપ છે. મોટા મોટા શહેનશાહ અને ઇન્દ્ર
જેવા પણ ક્ષણમાત્રમાં કાળનો કોળિયો થઈ જાય છે, તો જીવને કોણ શરણ છે? શરણ તો તે કહેવાય કે જે
પોતાની રક્ષા કરે,–જન્મમરણાદિદુઃખોથી આત્માને બચાવે. જન્મમરણનાં દુઃખોથી આત્માની રક્ષા કરનાર તો
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર જ છે, તેથી તે જ શરણરૂપ છે.
જુઓને, આ સંસારમાં સવારમાં જેનો રાજ્યાભિષેક થતો દેખ્યો હોય તે જ સાંજે સ્મશાનમાં રાખ થતો
દેખાય છે,–આવા પ્રસંગો તો સંસારમાં અનેક બને છે; અનેક કોડભર્યા પતિ–પત્ની હજી તો પરણીને પાછા જતા
હોય ત્યાં ટ્રેઈનમાં જ અકસ્માત થતાં બંને મરી જાય છે, આ રીતે થોડીવાર પહેલાં જે લગ્નમંડપમાં હતા તે જ
થોડીવાર પછી રાખ થતા દેખાય છે; પરણતી વખતે તો સ્ત્રીને એમ થયું હશે કે આ પતિ મને આખી જિંદગી
શરણ આપશે....પરંતુ તે પોતે જ ઘરે પહોંચતાં પહેલાં અશરણપણે મરણને શરણ થઈ જાય છે.–આવા પ્રસંગો
નજરે જોવા છતાં મોહમૂઢ જીવોને વૈરાગ્ય નથી આવતો. બાપુ! સંસારને અશરણ જાણીને તે તરફના વેગથી
પાછો વળ, ને તારા આત્માનું શરણ લે. આ અસાર સંસારમાં આત્માના શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર સિવાય બીજું કોઈ
શરણ નથી. હે જીવ! બહારમાં શરણ માનીને અનંતકાળ તું બહારમાં દોડયો.....પણ તને ક્યાંય શરણ ન
મળ્‌યું..... માટે હવે તો અંતમુર્ખ થા......તારું શરણ અંતરમાં છે. આ સંસાર કે સંસારના સંયોગો સ્વપ્નેય પણ
શરણભૂત માનવા જેવા નથી, અંતરના એક ચિદાનંદતત્ત્વને