Atmadharma magazine - Ank 183
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 25

background image
: પોષ : ૨૪૮૫ : આત્મધર્મ : ૧૩ :
ઉત્તર–પોતાના અનુભવમાં આવતી ચેતના તે સ્વદ્રવ્યનું લક્ષણ છે.
(૮) પ્રશ્ન–સ્વદ્રવ્ય શું ને પરદ્રવ્ય શું?
ઉત્તર–ચેતના લક્ષણવાળો પોતાનો આત્મા તે એક જ આત્માનું સ્વદ્રવ્ય છે, બાકીના બીજા જીવો કે
શરીરાદિ સમસ્ત પદાર્થો તે આ આત્માને માટે પરદ્રવ્ય છે.
(૯) પ્રશ્ન–આત્મા કર્તા છે?
ઉત્તર–હા; આત્મા કર્તા છે.
(૧૦) પ્રશ્ન–આત્મા શેનો કર્તા છે?
ઉત્તર–પોતાના ભાવને કરતો થકો આત્મા ખરેખર પોતાના ભાવનો જ કર્તા છે.
(૧૧) પ્રશ્ન–પુદ્ગલનો કર્તા આત્મા છે કે નહિ?
ઉત્તર–ના; પુદ્ગલમય કોઈપણ ભાવોનો (શરીર–મન–વાણી–કર્મ વગેરેનો) આત્મા કર્તા નથી.
(૧૨) પ્રશ્ન–આત્મા પોતાના ભાવોને જ કેમ કરે છે?
ઉત્તર–કારણ કે તે ભાવ તેનો સ્વ–ધર્મ હોવાથી આત્માને તે–રૂપે થવાની શક્તિનો સંભવ છે; તેથી
સ્વતંત્રપણે પોતાના ભાવોને કરતો થકો આત્મા તેનો કર્તા છે.
(૧૩) પ્રશ્ન–સમ્યગ્દર્શનનો કર્તા કોણ છે?
ઉત્તર–સમ્યગ્દર્શનનો કર્તા જીવ જ છે; કેમકે જીવમાં તે–રૂપે પરિણમવાની શક્તિ છે, તેથી જીવ સ્વતંત્રપણે
તેનો કર્તા છે.
(૧૪) પ્રશ્ન–રાગનો કર્તા કોણ છે?
ઉત્તર–રાગપરિણામનો કર્તા પણ જીવ જ છે, કેમકે જીવમાં તે–રૂપે પરિણમવાની શક્તિનો સંભવ છે.
(૧૫) પ્રશ્ન–આત્મા પુદ્ગલના ભાવોને કેમ કરતો નથી?
ઉત્તર–કારણ કે તેઓ પરના ધર્મો છે, આત્માના ધર્મો નથી; તેથી આત્માને તે–રૂપે થવાની શક્તિનો
અસંભવ છે; માટે આત્મા પુદ્ગલના કોઈ પણ ભાવોને કરતો નથી.
(૧૬) પ્રશ્ન–શરીરની ક્રિયાનો કર્તા આત્મા કેમ નથી?
ઉત્તર–કેમકે શરીરની ક્રિયા તે પુદ્ગલનો ધર્મ છે, આત્મામાં તે–રૂપે થવાની શક્તિનો અભાવ છે, તેથી
તેનો કર્તા આત્મા નથી.
(૧૭) પ્રશ્ન–આત્મા વચનનો કર્તા કેમ નથી?
ઉત્તર–કેમકે વચન તે પુદ્ગલનો ધર્મ છે, આત્મામાં વચનરૂપે થવાની શક્તિનો અસંભવ છે, માટે તેનો
કર્તા આત્મા નથી.
(૧૮) પ્રશ્ન–સંતોએ શેની જાહેરાત કરી છે?
ઉત્તર–સંતોએ જડ ચેતનના ભિન્ન ભિન્ન સ્વભાવની જાહેરાત કરી છે.
(૧૯) પ્રશ્ન–આત્મા પરદ્રવ્યના ગ્રહણ–ત્યાગ કરે છે કે નહીં?
ઉત્તર–ના; આત્મા પરદ્રવ્યના ગ્રહણ–ત્યાગ વિનાનો છે; તેથી જ્ઞાની કે અજ્ઞાની કોઈ પણ આત્મા
પરદ્રવ્યના ગ્રહણ–ત્યાગનો કર્તા નથી.
(૨૦) પ્રશ્ન–આ જાણવામાં ધર્મ ક્યાં આવ્યો?
ઉત્તર–સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય બંનેને ભિન્ન ભિન્ન જાણીને, પરદ્રવ્યનું જરા પણ ગ્રહણ કે ત્યાગ મારા
આત્મામાં નથી–એમ બરાબર નિર્ણય કરતાં, પરદ્રવ્યોથી નિરપેક્ષ થઈને જીવ પોતાના સ્વદ્રવ્યમાં પ્રવૃત્ત થાય છે.
આ સ્વદ્રવ્યપ્રવૃત્તિ તે ધર્મ છે.
આનંદી થવું હોય તો....
હે ભાઈ, તારે તારા આત્માનો પત્તો મેળવવો હોય.... તારી
અનંતશક્તિની રિદ્ધિને દેખવી હોય.... આનંદમય બનવું હોય.... તો તારા
જ્ઞાનને રાગથી છૂટું કરીને અંર્તસ્વભાવ તરફ વાળ.