પ્રકાશની ઉત્પત્તિ થતાં વેંત જ વિકારના કર્તૃત્વરૂપ અજ્ઞાન–અંધકાર ટળી જાય છે, તેમાં કાળભેદ નથી. આત્મા
અને આસ્રવોનું ભેદજ્ઞાન પણ થાય, ને વિકારનું કર્તૃત્વ (–એકત્વબુદ્ધિ) પણ રહે–એમ કદી બને નહિ. જો
વિકારનું કર્તૃત્વ ન છૂટે તો આત્મા અને વિકાર વચ્ચે ભેદજ્ઞાન થયું જ નથી. અને જેને ખરેખર ભેદજ્ઞાન થયું છે
તે અંતમુર્ખ થઈને જ્ઞાયકસ્વભાવમાં જ તન્મયપણે ઊપજતો થકો પોતાના પવિત્ર જ્ઞાનભાવને જ કરે છે, પણ
રાગમાં તન્મયપણે નહિ ઊપજતો થકો તે રાગાદિનો કર્તા થતો નથી. આ રીતે જ્ઞાન થતાંવેંત જ (તે જ ક્ષણે)
આત્મા રાગાદિના કર્તૃત્વરૂપ અજ્ઞાનભાવને છોડી દે છે, એટલે અજ્ઞાનજનિત આસ્રવોથી તે નિવૃત્ત થઈ જાય છે,
ને સમ્યગ્દર્શનાદિ આત્મધર્મમાં તે પ્રવૃત્ત થાય છે; આ ધર્મની વિધિ છે.
થાય છે. અસંખ્ય વરસથી આ ભરતક્ષેત્રમાં મોક્ષનાં દ્વાર બંધ હતા તે ભગવાન આદિનાથ પ્રભુએ ખુલ્લાં કર્યાં....
અસંખ્ય વરસથી આ ભરતક્ષેત્રમાં મુનિપણું ન હતું તે પણ ભગવાન આદિનાથે પહેલવહેલું શરૂ કર્યું. ભગવાનનો
જ્યારે જન્મ થયો ત્યારે ઈન્દ્રોએ ઐરાવત હાથી ઉપર ભગવાનને મેરુ ઉપર લઈ જઈને ધામધૂમથી જન્માભિષેક
કર્યો... ને પછી ભક્તિથી તાંડવ નૃત્ય કર્યું. ઈન્દ્રો પણ ધર્માત્મા છે, એકાવતારી છે, ભગવાન તો હજી બાળક છે
છતાં ભગવાન પાસે ઈન્દ્રો બાળકની જેમ થનગન નાચી ઊઠે છે; ધર્મીને એવો ભક્તિનો ભાવ આવ્યા વિના
રહેતો નથી. જો કે એ ભક્તિની લાગણી તે પણ શુભ લાગણી છે, તે શુભ લાગણી પુણ્યાસ્ત્રવનું કારણ છે.
આત્માનો ચિદાનંદ સ્વભાવ તો તે શુભ લાગણીથી પણ પાર છે; ઈન્દ્રને પણ આવા પોતાના સ્વભાવનું ભાન છે,
તેમજ જેમનો જન્મ કલ્યાણક ઊજવાય છે એવા ભગવાનને પણ પોતાના તેવા સ્વભાવનું ભાન છે; પરંતુ
ભગવાન આ ભવમાં નિજસ્વરૂપની પૂર્ણ આરાધના કરીને સર્વજ્ઞ પરમાત્મા થવાના છે ને અનેક જીવોને
મોક્ષમાર્ગમાં નિમિત્ત થવાના છે, તેથી મોક્ષમાર્ગ પ્રત્યેના તીવ્ર ઉત્સાહને લીધે તીર્થંકર પાસે ઈન્દ્ર પણ અત્યંત
ભક્તિથી બાળકની જેમ થનગન–થનગન નાચી ઊઠે છે. અહા નાથ! ધન્ય આપનો અવતાર! આ અવતારમાં
આપ મોક્ષ પામશો, તેથી આપનો આ અવતાર ધન્ય છે. આપના નિમિત્તે અનેક જીવો મોક્ષ માર્ગની આરાધના
કરીને આ ભવસમુદ્રથી પાર થશે.–આમ અનેક પ્રકારે ભગવાનની સ્તુતિ કરે છે, ને ભગવાનના જન્મકલ્યાણકનો
ઉત્સવ ઊજવે છે. આ રીતે ભગવાનના જન્મકલ્યાણકમાં પણ ભગવાનની ઓળખાણ તેમજ ચૈતન્યની
આરાધનાનું લક્ષ તો ભેગું ને ભેગું જ છે. અરે, ભગવાનના જન્મકલ્યાણક વખતે તો ત્રણ લોકમાં પ્રકાશ ફેલાય
છે, તે ઉપરથી તીર્થંકરના જન્મની ખબર પડતાં, વિચારદશામાં ઊંડા ઊતરી જતાં નરકમાં પણ કોઈ કોઈ જીવો
સમ્યગ્દર્શન પામી જાય છે.
ભગવાનની સ્તુતિ કરતો હતો, ત્યાં નાચ કરતાં કરતાં જ ‘નીલાંજસા’ દેવીનું આયુષ્ય પૂરું થઈ ગયું, અને સંસારની
આવી ક્ષણભંગુરતા દેખીને ભગવાન વૈરાગ્ય પામ્યા.... લોકાંતિક દેવોએ આવીને ભગવાનની સ્તુતિ કરી....ને
ભગવાન વનમાં પધાર્યા....વનમાં હમણાં જ ભગવાને દીક્ષા લીધી, ચારિત્રદશા પ્રગટ કરીને ભગવાન મુનિ થયા.