Atmadharma magazine - Ank 187
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 33

background image
ઃ ૨૦ઃ આત્મધર્મઃ ૧૮૭
મહાસમર્થ પ્રતિભાસંપન્ન આચાર્યમુનિરાજ દિગંબર દશામાં કોઈ પરમ અધ્યાત્મતત્ત્વનો ઉપદેશ આપી રહ્યા છે ને
મુનિઓ તે સાંભળે છે....આચાર્યદેવની મુદ્રા વીતરાગી દિગંબર દશાનું સ્પષ્ટ દર્શન કરાવે છે. ઉપદેશ મુદ્રા અતિશય
વૈરાગ્યથી છવાયેલી છે, એ પરમ વીતરાગી મુદ્રા ઉપર રત્નત્રયની ઝલક ઝલકી રહી છે,–જાણે કે હમણાં બોલશે!
એવી અદ્ભુત ભાવવાહી મુદ્રા છે....જેને જોતાં જ દિગંબર મુનિમાર્ગ પ્રતીતમાં આવી જાય છે ને મુમુક્ષુનું હૃદય
સહેજે સહેજે એ મુનિરાજના ચરણોમાં નમી પડે છે.
–આ અદ્ભુત વીતરાગી મુનિપ્રતિમા પહેલાં પર્વત ઉપર હતા, પરંતુ તેની વિશેષ રક્ષા ખાતર હાલ
નીચેના મંદિરમાં બિરાજમાન કર્યાં છે. આ મુનિપ્રતિમાના દર્શનથી ગુરુદેવને અને ભક્તોને ઘણો આહ્લાદ
થયો...સૌએ ભાવપૂર્વક અર્ઘ ચડાવીને એ મુનિ ભગવાનનું પૂજન કર્યું.
પર્વત ઉપરના લાખો પ્રતિમાની અદ્ભુત કળા ભારતમાં ખાસ વખણાય છે....ઘણાખરા પ્રતિમાઓ ૮૦૦
થી ૧૦૦૦ વર્ષ પ્રાચીન છે, કેટલાક પ્રતિમાઓ તેથી પણ વધુ પ્રાચીન છે. આવો ભવ્ય જિનેન્દ્રદરબાર જોતાં એમ
થાય છે કે અહા! આવા ભવ્ય લાખો પ્રતિમા જ્યારે નિર્માણ થયા હશે તે કાળ દિગંબર જૈન ધર્મની કેવી મોટી
જાહોજલાલીનો હશે! વિશેષ અન્વેષણ કરવામાં આવે તો જૈનધર્મની મહત્તાસૂચક ઘણી ઐતિહાસિક વિગતો
અહીંથી મળી આવે તેમ છે.
ગુરુદેવ સાથે આવા મહાન જિનદરબારના દર્શન કરીને સૌ પાછા લલિતપુર આવ્યા....વચ્ચે રસ્તામાં એક
ગામે ગુરુદેવનું સ્વાગત કરીને સંઘને દૂધીયું પાયું.
લલિતપુરમાં બપોરે ૩ થી ૪ પ્રવચન હતું....સાંજે તત્ત્વચર્ચા હતી......અહીંથી યાત્રિકોની બે બસ ચંદેરી
ચોવીસીના દર્શને ગઈ હતી. (પૂ. ગુરુદેવ વગેરેએ સમ્મેદશીખરજીની યાત્રા વખતે ચંદેરી–ચોવીસીના દર્શન કર્યા
હતા, તેનું વર્ણન શીખરજીની યાત્રાના વર્ણનમાં છે.)
બારાં થઈને ચાંદખેડી (ચૈત્રવદ ૪ રવિવાર)
સવારમાં જિનેન્દ્રદર્શન બાદ લલિતપુરથી બારાં તરફ પ્રસ્થાન કર્યું....વિદર્ભના વનવગડા જેવા પ્રદેશોમાં
આજે અઢીસો માઈલ જેટલો લાંબો પ્રવાસ હતો.....બપોરે શિવપુરીમાં ભાતું ખાઈને આગળ વધ્યા. વચ્ચે નાના
નાના ગામોમાં પણ ગુરુદેવના દર્શન માટે અનેક લોકો રસ્તા ઉપર ભેગા થયા હતા. આખો દિવસ મુસાફરી
કરીને સાંજે પાંચ વાગે બારાં પહોંચ્યા. જૈનસમાજે તેમજ ગુજરાતી ભાઈઓએ પ્રેમથી સ્વાગત કરીને સંઘને
જમાડયો. ગામ બહાર મંદિરમાં જ ઉતારો હતો. આખા દિવસના પ્રવાસથી થાકેલા યાત્રિકો વિશાળ ભગવંતોને
દેખીને પ્રફૂલ્લ થયા....થાકયાના વિસામા ભગવાન પાસે જઈને બે ઘડી બેઠા. ગામથી બહાર એકાંત સ્થળે રમણીય
મંદિરમાં લગભગ ૧૨ ફૂટ ઊંચા શાંતિનાથપ્રભુ (ખડ્ગાસને) તથા છ ફૂટ ઊંચા નેમિનાથપ્રભુ (પદ્માસને) ૮૦૦
વર્ષ પ્રાચીન બિરાજે છે. આ ઉપરાંત કુંદમુનિના પ્રાચીન ચરણકમળ છે, પરંતુ આ કુંદમુનિ કયા તે બાબતમાં કોઈ
પ્રમાણભૂત હકીકત મળતી નથી. ચોકમાં પણ ચબુતરા ઉપર પ્રાચીન ચરણપાદુકા છે. ગામમાં પણ એક મંદિર છે.
અહીં જિનમંદિરના દર્શનાદિ કરીને સાંજે સાત વાગે યાત્રિકો ખરબચડા રસ્તે ધીમે ધીમે રસ્તો શોધતા શોધતા
રાતે ૧૦ વાગે ચાંદખેડી પહોંચ્યા. પૂ. બેનશ્રીબેનની ‘સત્સેવિની’ મોટર પણ સાથે જ હતી. અઘોર જંગલો,
અંધારી રાત, ડાકુઓના ભયવાળા સ્થાન અને ખરાબ રસ્તા, વળી વચ્ચે ક્યારેક મોટર અટકી જાય કે રસ્તો
ભૂલાઈ જાય–આ રીતે મુસાફરી કરીને રાતે દસ વાગે ચાંદખેડી પહોંચ્યા. સવારના ૪થી રાતના ૧૦ વાગ્યા સુધી
અઢાર કલાકના પ્રવાસ બાદ, ચાંદખેડીના ભોંયરામાં બિરાજમાન અતિ વિશાળ અને ખૂબ જ મનોજ્ઞ શ્રી
આદિનાથપ્રભુના દર્શનથી ભક્તોને શાંતિ અને પ્રસન્નતા થઈ. ઊંડી ઊંડી ગૂફા જેવા ભોંયરામાં ઊતરીને
જિનનાથને નીહાળતાં સંસારભ્રમણનો થાક ઉતરી જાય છે ને ચિત્ત પ્રશાંત થાય છે.
ચાંદખેડી (ચૈત્ર વદ પાંચમ)
સવારમાં પૂ. ગુરુદેવ પધારતાં સ્વાગત અને મંગલ પ્રવચન થયું. ત્યારબાદ જિનમંદિરોમાં સમૂહપૂજન
થયું. અહીં જિનમંદિરમાં સીમંધર પ્રભુના સમવસરણની સાદી રચના છે અને સોનગઢની જેમ, ભગવાન શ્રી
કુંદકુંદાચાર્યદેવ વિદેહક્ષેત્રમાં સીમંધરપ્રભુના દર્શન કરી રહ્યા છે. તે દ્રશ્ય છે. તથા મંદિરની નીચે લગભગ ૨પ ફૂટ
ઊંડે વિશાળ ભોયરું છે, તેમાં આદિનાથ પ્રભુના ૬ા ફૂટ ઊંચા અતિમનોજ્ઞ મુદ્રાવાળા પ્રતિમા પદ્માસને બિરાજે
છે. આવી ભાવવાહી મુદ્રાવાળા પ્રતિમા બહુ વિરલ જોવામાં આવે છે. તે સિવાય મહાવીર ભગવાનના પણ અતિ