Atmadharma magazine - Ank 187
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 33

background image
વૈશાખઃ ૨૪૮પઃ ૨૧ઃ
મનોજ્ઞ પ્રતિમા બિરાજે છે. ભોંયરાના શાંત વાતાવરણમાં અતિ પ્રશાંત જિનભગવંતોની સન્મુખ મુમુક્ષુ ભક્તોને સહેજે
ધ્યાનભાવના જાગે છે...આ ભાવવાહી પ્રતિમાઓના દર્શનથી ગુરુદેવ વગેરે સૌને ઘણી પ્રસન્નતા થઈ હતી અને ફરી
ફરીને તેના દર્શન કરવા આવ્યા હતા. ભોંયરામાં ચોવીસી વગેરે બીજા પણ અનેક ભગવંતો બિરાજે છે, તેની અદ્ભુત
કારીગરી દર્શનીય છે.
સમવસરણ સન્મુખ સમૂહપૂજનમાં–
(૧) સમવસરણકે મધ્ય શ્રી
જિનેન્દ્રદેવ નીહારકે,
મન–વચન ભક્ત લગાય પૂજો
હર્ષ બહુ હિય ધારકે...
(૨) કુંદકુંદ આદિ ઋદ્ધિધારક
મુનિનકી પૂજા કરું,
તા કરી પાતક હરું
સારે સકલ આનંદ વિસ્તરું.
(૩) આદિનાથજિન ચરણકમળ પર
બલિ બલિ જાઉં મનવચકાય,
હો કરુણાનિધિ ભવદુઃખ મેટો
યાતે મૈં પૂજું પ્રભુ પાય.
ઉપરોક્ત ત્રણ પૂજાઓ થઈ હતી.
ખાનપુરાગામની બાજુમાં જ ચાંદખેડી છે. ભોંયરામાં બિરાજમાન આદિનાથ પ્રભુના વિશાળ મનોજ્ઞ પ્રતિમા
કોટાના એક શ્રાવકને સ્વપ્ન આવતાં ગહન વનમાંથી મળી આવ્યા હતા ને લગભગ ૩૦૦ વર્ષ પહેલાં અહીં તેનું સ્થાપન
કરવામાં આવ્યું છે. આ મૂર્તિની સ્થાપનાના સમારોહ વખતે લગભગ પાંચ લાખ રૂા. નું ખર્ચ થયું હતું. કોટા અને બુંદીના
મહારાજાઓ તેમાં સમ્મિલિત હતા, ૧૧ ભટ્ટારકો અને લાખો દર્શનાર્થીઓ આવ્યા હતા, રથયાત્રાના રથમાં ૮ હાથી
જોડવામાં આવ્યા હતા; મૂર્તિવિરોધી ઔંરંગઝેબના શાસનકાળમાં આ મંદિર બંધાયેલું છે. (આ પ્રકારનો ઉલ્લેખ ઝાલરા–
પાટણના સરસ્વતી ભંડારના એક પ્રાચીન પુસ્તકમાં છે.) ચાંદખેડીની બાજુમા જ રૂપલી નદી છે, ચોમાસામાં તે રૂપલી
નદી ભોંયરામાં પ્રવેશીને પોતાના જળવડે આદિનાથ પ્રભુના ચરણનો અભિષેક કરી જાય છે. મંદિરને ફરતી વિશાળ
ધર્મશાળા છે, ત્યાં પુષ્પવાટિકામાં ચંપા અને ચમેલીના લગભગ ૯૦ વર્ષ પ્રાચીન વૃક્ષો છે. આ ક્ષેત્રમાં વરીયાળી ઘણી પાકે
છે. ખાનપુરા ગામમાં બે મંદિરો છે. અહીં ગુરુદેવ પધાર્યા ત્યારે ચાર દિવસનો મેળો ભરાયો હતો. રાત્રે સમવસરણમાં
અદ્ભુત ઉલ્લાસભરી ભક્તિ થઈ હતી.
(૧) મારા ઋષભ જિનેશ્વર, નૈયા મારી ભવસે પાર લગાજો....હાં......
(૨) મારા આદિપ્રભુજીકી સુંદર મૂરત મારે મન ભાઈજી......
ભરતચક્રીને તુમકો ધ્યાયા, મોક્ષકા મારગ પાયાજી....
બાહુબલીજીને તુમકો ધ્યાયા, મોક્ષકા મારગ પાયાજી......
–સિદ્ધ સ્વરૂપકો ધ્યાયાજી.........
(૩) અય સીમંધર નાથજી! મેં આયા તેરે દરબારમેં
એ સ્તવનો અતિ ઉલ્લાસભરી ભક્તિથી પૂ. બેનશ્રીબેને ગવડાવ્યા હતા. ભગવાનનો દરબાર ચારે કોર ચીક્કાર
હતો. અદ્ભુત ભક્તિ દેખીને આખો દરબાર હર્ષથી ઉલ્લાસી રહ્યો હતો. સ્તવન પૂરું કરતાં કરતાં છેલ્લે ભગવાનના
સાક્ષાત્ દર્શનની ભાવના ભાવતાં બેનશ્રીબેને ગવડાવ્યું કે–
કબ દરશન તેરા હોગા...આપકે દરબારમેં
આજની અદ્ભુત ભક્તિ દેખીને સૌ ભક્તો ખૂબ આનંદિત થયા હતા. ચાંદખેડીમાં બીજે દિવસે (ચૈત્ર વદ છઠે)
પણ સવારમાં ભાવભીનું સમૂહપૂજન થયું હતું. ચાંદ ખેડીક્ષેત્રસ્થિત સર્વે જિનબિંબોની પૂજા, તથા વીસવિહરમાન
ભગવંતોની પૂજા વગેરે પૂજાઓ થઈ હતી. ત્યારબાદ ગુરુદેવના સુહસ્તેં ૐકાર તથા સ્વસ્તિક કરાવીને અહીંના “
સરસ્વતીભવન” નું શિલાન્યાસ થયું હતું. પ્રવચન બાદ જિનેન્દ્રદેવની રથયાત્રા નીકળી હતી, તેમાં હાથોહાથ ભગવાનનો
રથ ખેંચતા ભક્તોને ઘણો આનંદ થતો હતો. બપોરે મહિલા સંમેલન બાદ મંગલ આશીર્વાદરૂપે અડધી કલાક ગુરુદેવનું
પ્રવચન થયું હતું. પ્રવચન બાદ સંઘે અહીંથી પ્રસ્થાન કર્યું.
ઝાલરાપાટણ
ચાંદખેડીથી પ્રસ્થાન કરીને સાંજે પાંચ વાગે ઝાલરાપાટણ પહોંચ્યા. ગામ બહાર મોટું ભવ્ય મંદિર છે,