જિનાલયના દર્શન કર્યા. શાંતિનાથ પ્રભુને નીહાળતાં જ ભક્તો હર્ષથી પ્રફુલ્લિત થયા, ને થોડીવાર તો શાંતિનાથ
પ્રભુના શરણે શાંતિથી બેસી ગયા. લગભગ ૧૨ ફૂટ ઊંચા ભાવવાહી ભગવાન છે, ને ૧૧૦૦ વર્ષ જેટલા પ્રાચીન
છે. મંદિરના દરવાજે હાથી જેવડા મોટા બે સફેદ હાથી છે; ફરતા વિશાળ ચોગાનમાં અનેક વેદીઓ જિનબિંબોથી
શોભે છે. એક જિનમંદિરની વેદી ચાંદીની કળામય છે ને બંને બાજુ દર્પણથી અદ્ભુત શોભે છે–જાણે કે અકૃત્રિમ
જિનાલયોની હારમાળા હોય! તેના દર્શન કરતાં ભક્તોને ઘણો આનંદ થાય છે. પૂ. બેનશ્રીબેન આ વિશાળ
મંદિર નીહાળીને બહુ પ્રસન્ન થયા. ટાઈમ હોત તો આ મંદિરમાં ભક્તિ–પૂજન કરવાની સૌની ભાવના હતી.
દર્શન બાદ અકૃત્રિમ ચૈત્યાલયોને યાદ કરીને પૂ બેનશ્રીબેન જય જયકાર કરાવતા હતા. આ મંદિરના દર્શનથી
જાણે એક તીર્થની યાત્રા કરી હોય એવો સૌને આનંદ થયો. મંદિરનું કળામય શિખર ૧૦૦ ફૂટ જેટલું ઊંચુ છે, ને
ઉપર ૨૧ જેટલા સુવર્ણ કલશોથી શોભી રહ્યું છે.
અહીં બીજા પણ બે મંદિરો છે. ગુરુદેવ રાત્રે અહીં રહ્યા હતા.
સવારમાં ગુરુદેવ પધારતાં હજારોની સંખ્યામાં જનતાએ ભાવભીનું સ્વાગત કર્યું. સ્વાગત જુલુસમાં
દ્વારા પૂ. ગુરુદેવનું તથા સંઘનું સ્વાગત કર્યું. શેઠ પુનમચંદજી, બાબુ જ્ઞાનચંદજી વગેરે તરફથી સંઘના
ભોજનાદિની સુંદર વ્યવસ્થા હતી. બાબુ જંબુકુમારજીએ ખૂબ પ્રેમપૂર્વક બધી વ્યવસ્થા સંભાળી હતી.
આદિનાથપ્રભુના બે વિશાળ (પાંચ ફૂટના) ભાવવાહી જિનબિંબો છે,– આ મંદિરમાં બીજે દિવસે સમૂહપૂજન
થયું હતું. બીજા મંદિરમાં ધાતુના સપ્તર્ષિ ભગવંતો તેમજ ધાતુની નંદીશ્વર રચના છે. એક મંદિરમાં
શાંતિનાથપ્રભુના પ્રાચીન ખડ્ગાસન પ્રતિમા લગભગ ૧૦ ફૂટ ઊંચા છે; બીજા અનેક મંદિરો પુરાણી હાલતમાં
છે. અહીં બપોરે પ્રવચન વખતે દેહની ક્ષણભંગુરતાનો એક પ્રંસગ બન્યો....રાત્રે મોટા જિનમંદિરમાં પાર્શ્વપ્રભુ
સન્મુખ ખૂબ રંગભરી ભક્તિ થઈ હતી.
બાબુ જ્ઞાનચંદજી અને પં. જુગલકિશોરજીના ઉપોદ્ઘાત બાદ, બાબુ જંબુકુમારજીએ અભિનંદનપત્ર વાંચ્યું હતું ને
શેઠ પુનમચંદજીએ અર્પણ કર્યું હતું. રાત્રે તત્ત્વચર્ચા હતી. કોટાના જૈન સમાજે પ્રવચનોમાં તેમજ તત્ત્વચર્ચામાં
ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગુના, અશોકનગર, બુંદી વગેરે અનેક ગામથી ઘણા માણસો લાભ લેવા આવ્યા
હતા. રાત્રે ચર્ચા પછી પૂ. બેનશ્રીબેન (ચંપાબેન તથા શાંતાબેન) ને મહિલા સમાજ તરફથી અભિનંદનપત્ર
આપવામાં આવ્યું હતું. અભિનંદન–સમારોહમાં અનેક બહેનોએ ભાવભીના હૃદયે ઘણો ભક્તિભાવ વ્યક્ત કર્યો
હતો અને ભાવના ભાવતાં કહ્યું હતું કે–હમારા જીવન ભી પૂ. બહિનશ્રી–બહિન કી તરહ આધ્યાત્મિક ઉન્નતિમેં
લગે રહે–યહી હમારી ભાવના હૈ, ઉનકે જ્ઞાનવિરાગકી બાત હમ કયા કહે? ઔર ઉનકી ભક્તિ તો અનુપમ હૈ–
વૈસી ભક્તિ હમને કહીં નહીં દેખી. રાજ કુમારી ન્યાયતીર્થે અભિનંદનપત્ર વાંચ્યું હતું ને શેઠાણીજી દ્વારા તે પૂ.
બેનશ્રીબેનને અર્પણ થયું હતું. આ વખતે મહિલાસભામાં હજાર ઉપરાંત બહેનોની ઉપસ્થિતિ હતી. અભિનંદન
બાદ મહિલાસભાની ખાસ માંગણીથી પૂ. બેનશ્રીબેને અતિ ગંભીર અને વૈરાગ્યઝરતી વાણીમાં દસેક મિનિટ
બોલ્યા હતા....તેઓશ્રીના સન્દેશનો આપણે અહીં પણ થોડેક રસાસ્વાદ કરીએ.