લક્ષમાં લઈને તેને જ કારણપણે સ્વીકારે તો તે કારણના અવલંબને કાર્ય થયા વિના રહે નહિ. આ
‘કારણ’ ત્રિકાળ છે, પણ તે કારણને કારણપણે સ્વીકારનારું કાર્ય તો સાદિ છે. ‘કારણની સિદ્ધિ કાર્યથી
છે’–એટલે કે કાર્ય થતાં કારણની સિદ્ધિ’ થાય છે. કારણ નવું નથી થતું પણ તે કારણની સિદ્ધિ નવી થાય
છે.–કારણની પ્રસિદ્ધિ–ઓળખાણ નવી થાય છે. જ્યાં સુધી કારણના આશ્રયે કાર્ય પ્રગટ કર્યું નથી ત્યાં સુધી
કારણની ઓળખાણ (–પ્રસિદ્ધિ) થઈ નથી. કારણના અવલંબને જેણે કાર્ય કર્યું તેને જ કારણની ખરી
ઓળખાણ અને પ્રસિદ્ધિ થઈ. ‘કારણ’ શબ્દ જ ‘કાર્ય’ ને સૂચવે છે અર્થાત્ ‘કારણ’ એવું નામ ‘કાર્ય’
ની અપેક્ષા રાખે છે, એટલે જ્યાં કાર્ય થયું છે ત્યાં જ કારણની સિદ્ધિ થઈ છે. અહીં કાર્ય કહેતાં એકલું
કેવળજ્ઞાન ન લેવું પણ સ્વભાવના આશ્રયે જ્યાં સમ્યગ્જ્ઞાન થયું ત્યાં જ કાર્યની શરૂઆત થઈ ગઈ છે.
સમ્યગ્જ્ઞાનરૂપ કાર્ય થતાં જ ધર્મીને ભાન થયું કે અહો! મારું કારણ તો મારામાં જ છે; પહેલાં પણ મારામાં
આવો કારણરૂપ સ્વભાવ તો હતો પણ મને તેનું ભાન ન હતું ને મેં તેનું અવલંબન ન લીધું તેથી કાર્ય ન
થયું. હવે મને ભાન થતાં આ કારણના મહિમાની ખબર પડી....અહો! કેવળજ્ઞાનનું કારણ થાય એવી
અચિંત્ય શક્તિ આત્મામાં સદાય વર્તી જ રહી છે, આત્માનો કોઈ અચિંત્ય મહિમા છે, શુદ્ધ
ચૈતન્યતરંગ મારા સ્વભાવમાં સદા ઊછળી રહ્યા છે.–આ રીતે આત્માનો અચિંત્ય મહિમા સમજાતાં
તેમાં એકાગ્રતાથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર થઈ જાય છે, તે અપૂર્વ છે.
છે તે કાર્યસ્વભાવજ્ઞાન ઉપયોગ છે. ‘ઉપયોગ તે જીવનું લક્ષણ છે’–એમ કહેતાં આ બંને ઉપયોગ તેમાં આવી
જાય છે.
અવલંબન નથી, અંતરાય કે આવરણ નથી, તથા અલ્પજ્ઞતા નથી. અહો! કેવળજ્ઞાનના સામર્થ્યની શી વાત?
એક પછી એક પદાર્થોને જાણે–એવો ક્રમ તેનામાં નથી, તે બધું એક સાથે અક્રમે જાણે છે, તેને ઈંદ્રિયોની સહાય
નથી, તે અતીન્દ્રિય છે, કોઈ પણ બીજાની સહાય વગર સ્વયં જ જાણતું હોવાથી તે અસહાય છે, સ્વાધીન છે,
તેને કોઈ કર્મોનું આવરણ કે અંતરાય નથી, તેનામાં રાગાદિ વિભાવ નથી, તેમજ અમુક જાણે ને અમુક ન જાણે–
એવી અલ્પજ્ઞતા પણ તેનામાં નથી.–આવું અચિંત્યમહિમાવંત કાર્યસ્વભાવજ્ઞાન છે; અને કારણજ્ઞાન પણ તેવું જ
છે. કેવળજ્ઞાનરૂપી કાર્ય થયું તે અતીન્દ્રિય છે. તો તેનું કારણ પણ તેવું જ–અતીન્દ્રિય– છે. કેવળજ્ઞાન આવરણ
વિનાનું છે, તો કારણજ્ઞાન પણ ત્રિકાળ આવરણ વિનાનું છે; કેવળજ્ઞાનનો કદી (–પ્રગટયા પછી) વિરહ નથી.
તેમ કારણજ્ઞાનનો કદી (–ત્રણ કાળમાં) વિરહ નથી. કેવળજ્ઞાનમાં ક્રમ નથી તેમ કારણજ્ઞાનમાં પણ ક્રમ નથી,
કેવળજ્ઞાનમાં ઈંદ્રિયોનું અવલંબન કે પરની સહાય નથી તેમ કારણજ્ઞાનમાં પણ કોઈનું અવલંબન કે સહાય નથી,
કેવળજ્ઞાન એક સાથે સર્વને જાણે છે તેમ કારણજ્ઞાનમાં પણ તેવું જ સામર્થ્ય છે. આ રીતે કેવળજ્ઞાનરૂપ
કાર્યસ્વભાવજ્ઞાનનું જેવું સામર્થ્ય છે તેવું જ અચિંત્ય સામર્થ્ય કારણસ્વભાવજ્ઞાનમાં ત્રિકાળ છે, ને તે કારણજ્ઞાન
આત્મામાં ત્રિકાળ છે. અહો! જ્યાં કાર્યની વાત આવે ત્યાં કારણ પણ આવું જ બતાવતા જાય છે. જેણે આવા
અચિંત્યમહિમાવંત અતીન્દ્રિય અસહાય શુદ્ધ કારણસ્વભાવજ્ઞાનનો નિર્ણય કર્યો–સ્વીકાર કર્યો તેને બીજા કોઈ
પરના આશ્રયે પોતાનું જ્ઞાનકાર્ય થવાની મિથ્યાબુદ્ધિ રહેતી નથી.
મારામાં વર્તી રહ્યું છે–એમ ધર્મી જાણે છે. કેવળજ્ઞાન પ્રગટશે તે શેમાંથી આવશે? શું નિમિત્તકારણોમાંથી
આવશે? ના; માટે તે ખરેખર કારણ નથી. શું વ્યવહાર રત્નત્રયના રાગમાંથી કેવળજ્ઞાન આવશે?–ના;