Atmadharma magazine - Ank 188
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 21

background image
ઃ ૧૦ઃ આત્મધર્મઃ ૧૮૮
માટે તે પણ ખરું કારણ નથી. શું પૂર્વની અલ્પજ્ઞ પર્યાયમાંથી કેવળજ્ઞાન આવશે?–ના; માટે તે પણ ખરું કારણ
નથી. કારણસ્વભાવજ્ઞાન આત્મામાં ત્રિકાળ છે તેનામાં જ કેવળજ્ઞાનરૂપ કાર્ય આપવાની તાકાત છે, તે કારણના
અવલંબને જ કાર્ય થાય છે, માટે તે જ ખરું કારણ છે. આવા સામર્થ્યસ્વરૂપે આત્માને દ્રષ્ટિમાં–શ્રદ્ધામાં લેવો તે
સમ્યગ્દર્શન છે, તેનું જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન છે ને તેમાં લીનતા તે સમ્યક્ચારિત્ર છે, આ જ મુક્તિનો પંથ છે. આ
સિવાય બહારના બીજા કોઈ કારણથી મુક્તિ થવાનું જેઓ માને છે તેઓ સંસારના જ માર્ગમાં ઊભા છે.
મુક્તિના પંથને તેઓ જાણતા પણ નથી.
આત્માનો ઉપયોગ જ્ઞાન અને દર્શન એવા બે પ્રકારનો છે, તેમાંથી જ્ઞાનના પ્રકારોનું આ વર્ણન ચાલે છે.
જે સ્વભાવરૂપજ્ઞાન છે તે કાર્ય અને કારણ એમ બે પ્રકારનું છે. કાર્યસ્વભાવજ્ઞાન તે તો કેવળજ્ઞાન છે.
તે જ્ઞાન ઉપાધિ વિનાનું છે,
*એકલું શુદ્ધ એકરૂપ છે.
*કર્મના આવરણ વિનાનું છે,
*ક્રમ વગર જાણનારું છે,
* ઈંદ્રિયોનું નિમિત્ત તેમાં નથી,
*દેશ–કાળનો અંતરાય તેને નથી,
*કોઈની તેને સહાય નથી;
અને કારણજ્ઞાન પણ તેવા જ સામર્થ્યવાળું છે. ટીકાકાર આ કારણજ્ઞાનને ‘સ્વરૂપ–પ્રત્યક્ષ’ કહેશે, ને
કાર્યરૂપ કેવળજ્ઞાનને ‘સકલ–પ્રત્યક્ષ’ કહેશે.
‘કારણજ્ઞાન’ નિજ પરમાત્મામાં રહેલાં સહજદર્શન, સહજચારિત્ર, સહજસુખ અને સહજ પરમ
ચિત્શક્તિરૂપ નિજ કારણ સમયસારનાં સ્વરૂપોને યુગપદ્ જાણવાને સમર્થ છે. કાર્યજ્ઞાન તો તે સહજચતુષ્ટયને
જાણે જ છે, ને કારણજ્ઞાનમાં તેને જાણવાનું સામર્થ્ય છે; માટે તે કારણજ્ઞાન પણ કાર્યજ્ઞાન જેવું જ છે. જો કે
કાર્યજ્ઞાનની જેમ કારણજ્ઞાન જાણવાનું પ્રગટ કામ નથી કરતું, પરંતુ તેનામાં તેવું કાર્ય પ્રગટવાની તાકાત ભરેલી છે
તે બતાવવા માટે અહીં તેને કાર્યજ્ઞાન જેવું કહી દીધું છે.
પ્રશ્નઃ– છદ્મસ્થનું જ્ઞાન તો આવરણવાળું ને ક્રમવાળું જ હોય છે?
ઉત્તરઃ– છદ્મસ્થને જે આવરણ છે તે કાર્યજ્ઞાનમાં (–વિભાવરૂપ કાર્યજ્ઞાનમાં) છે, કારણજ્ઞાનમાં તેને
આવરણ નથી; એ જ પ્રમાણે જે ક્રમ છે તે ક્રાર્યમાં છે, કારણજ્ઞાનમાં ક્રમ નથી, ઇંદ્રિયોનું નિમિત્ત, પરોક્ષપણું વગેરે
પણ કાર્યજ્ઞાનમાં છે, કારણજ્ઞાનમાં ઇંદ્રિયોનું નિમિત્ત કે પરોક્ષપણું વગેરે નથી. અહો! છદ્મસ્થદશા વખતે પણ
કેવળજ્ઞાન જેવું જ સામર્થ્ય કારણસ્વભાવજ્ઞાનમાં છે; આવા સામર્થ્યની પ્રતીત કરીને તેની સન્મુખ પરિણમતાં,
પરિણમતાં, જેવું કારણ છે તેવું જ કાર્ય પ્રગટી જાય છે
એટલે કે કેવળજ્ઞાન થાય છે. સંસારદશા વખતે પણ
કારણસ્વભાવજ્ઞાનને કોઈ વિઘ્ન નથી, અને જેણે આવા કારણનું અવલંબન લીધું તેને કેવળજ્ઞાનરૂપ કાર્ય થવામાં
વચ્ચે વિઘ્ન આવતું નથી.
આ રીતે કારણરૂપ તથા કાર્યરૂપ એવા શુદ્ધજ્ઞાનનું સ્વરૂપ કહ્યું. તેમાં જે કારણસ્વભાવજ્ઞાન છે તે
નિશ્ચયનયનો વિષય છે–દ્રવ્યદ્રષ્ટિનો વિષય છે. અને જે કાર્યજ્ઞાન છે તે વ્યવહારનયનો વિષય છે. જેને
કાર્યસ્વભાવજ્ઞાન ઊઘડી ગયું છે તેને પોતાને કાંઈ વ્યવહારનય હોતો નથી, પણ બીજો જીવ જ્યારે તે કાર્યને
લક્ષમાં લ્યે ત્યારે તેને વ્યવહારનય હોય છે; અને જ્યારે પોતાના કારણસ્વભાવજ્ઞાનને લક્ષમાં લ્યે ત્યારે તેનું
જ્ઞાન અંર્તસ્વભાવ તરફ વળેલું હોય છે એટલે તેને નિશ્ચયનય હોય છે.
નિશ્ચયનયનું જે જ્ઞેય છે તે જ
ખરેખર કેવળજ્ઞાનનું કારણ છે; અને જે વ્યવહારનયનું જ્ઞેય છે તે ખરેખર કેવળજ્ઞાનનું (–કે સમ્યગ્દર્શનાદિનું
પણ) કારણ નથી. કારણસ્વભાવજ્ઞાનના અવલંબને જ્યાં કેવળજ્ઞાન પ્રગટયું ત્યાં કારણ અને કાર્ય બંને સરખા
થયા, અર્થાત્ કારણમાં જેવું સામર્થ્ય હતું તેવું પરિપૂર્ણ સામર્થ્ય કાર્યમાં પણ પ્રગટી ગયું. આવા કારણસ્વભાવની
પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે, સમકિતીને નિર્વિકલ્પ આનંદના વેદનસહિત આવા કારણસ્વભાવની પ્રતીતિ
થઈ ગઈ છે. પછી તે કારણમાં જેમ જેમ એકાગ્રતા વધતી જાય છે તેમ તેમ આનંદનું વેદન પણ વધતું જાય
છે. એ રીતે કારણની સન્મુખ થઈને ઘણા આનંદના ઝૂલતા ઝૂલતા મહામુનિભગવાને આ