પરંપરાથી આવેલી વાત! સંતોએ અંતરના કોઈ અચિંત્ય સૂક્ષ્મ રહસ્યો ખોલ્યાં છે. કોઈને વિશેષ ન સમજાય
તો સામાન્યપણે એમ મહિમા કરવો કે ‘અહો! મારા સ્વભાવના કોઈ અચિંત્ય મહિમાની આ વાત છે, મારા
આત્મસ્વભાવનો અચિંત્ય મહિમા સંતો સમજાવી રહ્યા છે. ‘–આ રીતે આ સાંભળતાં સ્વભાવનું બહુમાન
લાવશે તે પણ ન્યાલ થઈ જશે.
ઉલ્લાસ કરવો તે મોક્ષનું કારણ છે. જીવને જ્યાં સ્વભાવ તરફનો ઉલ્લાસ જાગ્યો ત્યાં વિકાર તરફનો
ઉલ્લાસ રહેતો નથી એટલે વિકારના ઉછાળા શમી જાય છે. સંસાર તરફનો ઉત્સાહ તૂટી જાય છે ને
સ્વભાવ તરફ તેનો ઉત્સાહનો વેગ વળી જાય છે–આવો ઉલ્લાસીત વીર્યવાન જીવ અલ્પકાળમાં જ
મોક્ષ પામે છે.
સાધતાં સાધકસંતોના આત્મામાંથી આ વાત નીકળી છે. જંગલમાં વસતા ને આત્માના આનંદમાં
ઝુલતા મુનિના અંતરમાંથી આ રહસ્ય નીકળ્યાં છે....અંતરના અધ્યાત્મના ઊંડાણમાંથી આ પ્રવાહ
વહ્યો છે....અંર્તસ્વરૂપના અનુભવને મુનિઓએ પ્રસિદ્ધ કર્યો છે.... તદ્ન નિકટપણે કેવળજ્ઞાન સધાઈ
રહ્યું છે, ત્યાં તે કાર્યને સાધતાં સાધતાં તેના કારણનો અચિંત્ય મહિમા કર્યો છે કે અહો! આ અમારા
કેવળજ્ઞાનનું કારણ! અંતરમાં શક્તિ સાથે વ્યક્તિની સંધિ કરીને, કારણ સાથે કાર્યની સંધિ કરીને
મુનિઓના આત્મામાંથી, સિદ્ધપદને સાધતાં સાધતાં આ રણકાર ઊઠયા છે. અહો! સિદ્ધપદના સાધક
મુનિઓની શી વાત! અલૌકિક અધ્યાત્મનાં ઘણાં રહસ્યો તેમના અનુભવના ઊંડાણમાં ભર્યા છે.
બહાર તો અમુક આવે અંતરના ઊંડાણમાંથી અલૌકિક રહસ્યો મુનિઓએ બહાર કાઢયાં છે. આ અંતરની
અદ્ભુત વાત છે!
‘બ્રહ્મસ્વરૂપ’ છે ને તેમાં અંતર્મુખ થવાનો આ ઉપદેશ છે તેથી આ ‘બ્રહ્મોપદેશ’ છે. કેવો છે આ
બ્રહ્મોપદેશ? કે સંસારનું મૂળી છેદી નાંખનાર છે. જે જીવ આ બ્રહ્મસ્વરૂપ આત્મસ્વભાવને જાણીને તેમાં
અંતર્મુખ થાય છે તેનો સંસાર છેદાઈ જાય છે. વેદાંતવાળા જે અદ્વૈત–બ્રહ્મા કહે છે તેની આ વાત નથી,
વિશેષ વગરનું એકાંત અદ્વૈત સામાન્ય તે તો સસલાના શીંગડાની જેમ અસત્ હોવાથી મિથ્યા છે. અહીં
તો પર્યાયને અંતર્મુખ કરીને વિશેષ સહિતના સામાન્યની કોઈ અચિંત્ય વાત છે. જે કાર્ય થયું તે
વિશેષ છે, ને તેનું જે એકરૂપ કારણ છે તે સામાન્ય છે. એ રીતે સામાન્ય–વિશેષની એકતારૂપ
અનેકાંત વસ્તુ સ્વરૂપ છે.
અનાદિઅનંત સ્થિત છે.