પણ સાધ્યપર્યાય પોતે સ્વભાવનો આશ્રય કરીને સ્વતઃ પરિણમે છે.
સાધક કહ્યા છે, પણ કેવળજ્ઞાન કાંઈ મતિશ્રુતજ્ઞાનને આધીન નથી. મતિ–શ્રુતજ્ઞાન વગેરે સાધક ભાવપણ
બળજોરથી કેવળજ્ઞાનાદિ સાધ્યભાવને નથી પરિણમાવતા, તો પછી વ્યવહાર–રાગ કે નિમિત્ત વગેરેની તો શી
વાત! અહીં તો એકદમ અંતર્મુખની વાત કરે છે કે અરે જીવ! તારા કેવળજ્ઞાનના કારણને તારા સ્વભાવમાં જ
શોધ.....તારો કારણસ્વભાવ જ કેવળજ્ઞાનનું કારણ છે. જ્યાં અંતર્મુખ થઈને આવા કારણમાં લીન થયો ત્યાં
‘આ મારું કારણ ને આ કાર્ય એવા કારણ–કાર્યના ભેદના વિકલ્પો પણ નથી, ત્યાં તો કારણ–કાર્યની એકતારૂપ
આનંદનું જ વેદન છે.
(૩–૬)
શ્રુતજ્ઞાન
અવધિજ્ઞાન
કુશ્રુતજ્ઞાન
(નિયમસારની આ ૧૧–૧૨ ગાથામાં નીચે મુજબ છ વિષયો છે–
(૧) જ્ઞાન ઉપયોગના ૯ પ્રકારનું વર્ણન (૨ સ્વભાવજ્ઞાન, ૪ સમ્યગ્જ્ઞાન અને ૩ મિથ્યાજ્ઞાન)
(૨) કયું જ્ઞાન કયા જીવોને હોય છે? તેનું વર્ણન.
(૩) કયા જ્ઞાનો ‘પ્રત્યક્ષ’ છે ને કયા જ્ઞાનો‘પરોક્ષ’ છે? તેનું વર્ણન.
(૪) કયું જ્ઞાન ઉપાદેય (અર્થાત્ મોક્ષનું મૂળ) છે તેનું વર્ણન
(પ) આત્માને કેવો ભાવવો તેનું વર્ણન
(૬) ‘આ બ્રહ્મોપદેશ છે’ એમ કહીને આ વિષયનો મહિમા.
ઉપર્યુક્ત છ વિષયોમાંથી પહેલો વિષય અહીં પૂરો થયો. બીજા વિષયો હવે પછી.