Atmadharma magazine - Ank 188
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 21

background image
જેઠઃ ૨૪૮પઃ ૧પઃ
લીંબડી શહેરના
પંચકલ્યાણક વખતનાં પ્રવચનો
અંક ૧૮૩ થી ચાલુ
(વીર સં. ૨૪૮૪ વૈશાખ સુદ ૧૦ થી ૧૩)
ચારિત્રના મહિમાનું ઝરણું.....
ને આનંદરસનું પીણું
લીંબડી શહેરમાં પંચકલ્યાણક વખતે, ભગવાનની દીક્ષા બાદ દીક્ષાવનમાં પૂ. ગુરુદેવનું આ પ્રવચન ચાલી
રહ્યું છે; ગુરુદેવ અદ્ભુત વૈરાગ્યપૂર્વક ચારિત્રદશાના મહિમાનું ઝરણું વહેવડાવી રહ્યા છેઃ
અહા, ચારિત્ર! ધન્ય એ દશા! ગણધરો જેને આદરે છે, ઇન્દ્રો અને ચક્રવર્તીઓ જેનાં ચરણે મસ્તક ઝૂકાવે
છે, એ દશા કેવી! જેને દુઃખથી મુક્ત થવું હોય તેણે આવી દશા ઓળખીને તે પ્રગટ કર્યે છૂટકો છે. પદ્મનંદીસ્વામી
કહે છે કે હે નાથ! આપે કેવળજ્ઞાન–નિધિ પ્રગટ કરીને દેખાડી, ચૈતન્યના અપાર અચિંત્ય નિધાન આપે પ્રગટ
દેખાડયાં, તો હવે કોણ એવો છે કે આ ચૈતન્યનિધાન પાસે ઇન્દ્રાસનને પણ તરણાં જેવું સમજીને દીક્ષિત ન
થાય? મુનિવરો આત્મરસમાં ચડીને નિર્વિકલ્પ આનંદના પીણાં પીએ છે; જેમ પુનમનો ચંદ્ર દરિયાને ઉછાળે તેમ
ચૈતન્યના ધ્યાનવડે મુનિવરો અંતરના આનંદના દરિયાને ઉછાળે છે. અહા, એ આનંદના અનુભવ પાસે ઇન્દ્રનો
વૈભવ તો શું, ત્રણ લોકનો વૈભવ પણ અત્યંત તુચ્છ છે.
જ્ઞાની વગાડે છે–આનંદની વીણા
સમકિતીએ પણ પોતાના શુદ્ધ સ્વરૂપને જાણીને તેના અતીન્દ્રિય આનંદનો સ્વાદ ચાખી લીધો છે, અને તે
જાણે છે કે મારા સ્વભાવના આ આનંદ પાસે જગતના બધાય વિષયો અત્યંત તુચ્છ છે. અંતરમાં એકાગ્ર થઈને
જ્ઞાની આનંદના તારની વીણા વગાડે છે. તેમાંથી રણકાર ઊઠે છે કે–
કહે વિચક્ષણ પુરુષ સદા મેં એક હું,
અપને રસમેં ભર્યો અનાદિ ટેક હું;
મોહ કરમ મમ નાહીં નાંહી ભ્રમકૂપ હૈ,
શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ.
અંદરમાં નિઃશંકપણે ચૈતન્યવીણાના તાર ઝણઝણાવીને ધર્માત્માના હૃદયમાંથી રણકાર ઊઠે છે કે હું તો
સદાય મારા જ્ઞાન ને આનંદ રસથી ભરેલો એક છું, એ જ અનાદિની ટેક છે. મોહ મારા સ્વરૂપમાં નથી, શુદ્ધ
ચેતનાનો દરિયો તે જ મારું રૂપ છે. પહેલાં આવું ભાન કર્યા પછી જ તેમાં લીનતાવડે મુનિદશા હોઈ શકે.
ભગવાન આદિનાથને આવું અંર્તભાન અનેક ભવ પહેલાં થયું હતું, ને આ ભવમાં સમ્યગ્દર્શન–જ્ઞાન ઉપરાંત
ચારિત્રની આરાધના પૂરી કરીને પરમાત્મા થયા.