ઃ ૪ઃ આત્મધર્મઃ ૧૮૮
છ મહિનામાં જરૂર
આત્મપ્રાપ્તિ થશે
નાગપુરમાં પૂ. ગુરુદેવનું મંગળ પ્રવચન
(ફાગણ વદ ૧૪–૧પ)
ભગવાન સીમંધરપરમાત્મા સર્વજ્ઞ–તીર્થંકરપણે અત્યારે વિદેહક્ષેત્રે પૂર્વદિશામાં બિરાજે છે. આ
ભરતક્ષેત્રમાં ૨૦૦૦ વર્ષ પહેલાં કુંદકુંદાચાર્યદેવ થયા, તેમણે તીર્થંકરના વિહરથી સીમંધરપરમાત્માનું ધ્યાન
કર્યું....ને સદેહે વિદેહ જઈને સીમંધરપરમાત્માના સાક્ષાત્ દર્શન કર્યા અને તેમની દિવ્યધ્વનિનું ૮ દિવસ શ્રવણ
કર્યું. તેનો સાક્ષી કોણ? તેનો સાક્ષી આત્મા જ છે....ભગવાનની વાણી સાંભળીને પછી ભરતક્ષેત્રે પધારીને
આચાર્યદેવે આ સમયસાર વગેરે મહાન શાસ્ત્રો રચ્યા, તેમાં આત્માના અનુભવનું અલૌકિક વર્ણન કર્યું છે
આચાર્યદેવે વિદેહક્ષેત્રે જઈને સમયસારની જગતને ભેટ આપી......
આ સમયસાર આત્માનું શુદ્ધ સ્વરૂપ બતાવે છે. કેવું છે આત્માનું સ્વરૂપ?–
चेतनरूप अनुप अमूरत सिद्धसमान सदा पद मेरो”
જેવા સિદ્ધભગવાન, દેહરહિત, વિકારરહિત, પરિપૂર્ણ જ્ઞાન–આનંદસ્વરૂપ છે, એવો જ મારા આત્માનો
સ્વભાવ છે, એમ સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્મા પોતાના આત્માને અનુભવે છે. હજી વર્તમાન અવસ્થામાં રાગ છે પણ તે
રાગ જેટલો જ આત્મા નથી; રાગથી પાર જ્ઞાનાનંદસ્વરૂપને સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા અનુભવે છે.–કઈ રીતે?
ભૂતાર્થદ્રષ્ટિથી અથવા શુદ્ધનયના અવલંબનથી; રાગદિભાવો ક્ષણિક અવસ્થામાં વિદ્યમાન છે, પણ આત્માના
અસલી સ્વભાવની દ્રષ્ટિથી જોતાં તેમાં તે રાગાદિભાવોનો અભાવ છે તેથી તેઓ અભૂતાર્થ છે, ને આત્માનો
સહજચૈતન્ય સ્વભાવ જ ભૂતાર્થ છે. આવા સ્વભાવપણે આત્માને અનુભવવો તે અપૂર્વધર્મ છે.
આત્માના આવ શુદ્ધસ્વભાવની વાત જીવે રુચિપૂર્વક કદી સાંભળી પણ નથી. ભગવાન પાસે કે જ્ઞાની
પાસે અનંતવાર ગયો ને શુદ્ધ આત્માની વાત કાને પડી, પરંતુ તે વખતે રાગની રુચિ રાખીને સાંભળ્યું છે, તેથી
ખરેખર તેણે રાગકથાનું જ શ્રવણ કર્યું છે, શુદ્ધાત્માની કથા તેણે સાંભળી નથી. સાંભળ્યું તેને કહેવાય કે જેવો
શુદ્ધ આત્મા ભગવાને કહ્યો તેવો લક્ષમાં લઈને તેની રુચિ કરે.
આચાર્યભગવાન કહે છે કેઃ અરે જીવ! અમે જેવો શુદ્ધ આત્મા કહીએ છીએ તેવો લક્ષમાં લઈને તેનો
અનુભવ કર, તો તારો આત્મા અશરીરી પરમાત્મા થઈ જશે.
આ સમયસારની ૪૧પ ગાથા છે, તેમાંથી ૭૨મી ગાથા અહીં વંચાય છે. ભેદજ્ઞાનનો જિજ્ઞાસુ શિષ્ય પૂછે
છે કે પ્રભો! ભેદજ્ઞાનથી જ બંધનો નિરોધ થઈ જાય છે–એ કઈ રીતે? આવા શિષ્યને ઉત્તર આપતાં આચાર્યદેવ
કહે છે કે સાંભળ!
અશુચીપણું વિપરીતતા એ આસ્રવોનાં જાણીને,
વળી જાણીને દુઃખ કારણો એથી નિવર્તન જીવ કરે.
જુઓ, આ ચૈતન્યનો અપૂર્વ શાંતરસ બતાવનારી વીતરાગની વાણી!
વચનામૃત વીતરાગનાં.....પરમ શાંતરસમૂળ.
વીતરાગી સંતોની વાણી ચૈતન્યના પરમશાંતરસનું પાન કરાવીને અનાદિના ભવરોગનો નાશ કરાવે છે.
વીતરાગની