ઃ ૬ઃ આત્મધર્મઃ ૧૮૮
‘કારણશુદ્ધપર્યાય’ ની લેખમાળા
‘કારણશુદ્ધપર્યાય’ એ નિયમસારનો ખાસ મહત્વનો વિષય છે.
નિયમસારના આ વિષય ઉપર પૂ. ગુરુદેવના પ્રવચનોની લેખમાળા
લગભગ ચાર વર્ષ પહેલાં ‘આત્મધર્મ’ માં શરૂ થઈ છે અંક ૧૪૬ માં તેનો
પાંચમો લેખ પ્રસિદ્ધ થયા બાદ તે લેખમાળા મુલતવી રહેલ. હવે તે
લેખમાળા આગળ શરૂ કરતા પહેલાં અહીં તેના પૂર્વ–પ્રકાશીત લેખોનું
સંક્ષિપ્ત અવલોકન કરી લઈએઃ
અંક ૧૩૯ માં આ લેખમાળાની ઉત્થાનિકારૂપે સમુદ્રના દ્રષ્ટાંતે
છે.
અંક ૧૪૦ માં આ લેખમાળાનો પહેલો લેખ પ્રસિદ્ધ થયો છે, તેમાં
નિયમસાર ગા. ૩ ઉપરના પ્રવચનો દ્વારા ‘કારણનિયમ અને કાર્યનિયમ’
નું વિસ્તૃત સ્પષ્ટીકરણ કર્યું છે. તેમાં કહ્યું છે કે શુદ્ધરત્નત્રયરૂપી જે તારું
કર્તવ્ય, તેનું કારણ તારા સ્વભાવમાં જ વર્તે છે. અંતરમાં જ્યારે જો ત્યારે
મોક્ષમાર્ગનું કારણ તારામાં વર્તી જ રહ્યું છે. આ ‘કારણ’ ને ઓળખીને
તેની સાથે એકતા કરતાં મોક્ષમાર્ગરૂપી કાર્ય થઈ જાય છે. અંતરમાં કારણ–
કાર્યની એકતા સાધતાં સાધતાં...મુનિવરોએ અનુભવમાં કલમ
બોળીબોળીને આ ભાવો કાઢયા છે......
અંક ૧૪૧ માં બીજો લેખ પ્રસિદ્ધ થયો છે તેમાં પં.
બનારસીદાસજીની ‘પરમાર્થવચનિકા’ માંથી આગમ–અધ્યાત્મના સ્વરૂપ
ઉપરનું વિવેચન છે. તેમાં કહ્યું છે કે–આત્મામાં અધ્યાત્મરૂપ
શુદ્ધચેતનાપદ્ધતિ ત્રિકાળ છે. ભાઈ! તારા આત્મામાં વિકાર અને શુદ્ધચેતના
એ બંનેની ધારા અનાદિપરંપરાથી ચાલી આવે છે. એમાંથી જ્યાં શુદ્ધતાની
ધારાને કારણપણે સ્વીકારી ત્યાં મોક્ષમાર્ગરૂપ નિર્મળકાર્યની ધારા શરૂ થાય
છે, અને વિકારની ધારા તૂટી જાય છે. અહો! આ વાત જેના આત્મામાં
બેઠી તે જીવ મોક્ષમાર્ગમાં આવ્યો........
અંક ૧૪૨ માં પ્રસિદ્ધ થયેલ ત્રીજા લેખાંકમાં નિયમસારના
ટીકાકારની શૈલિનું અવલોકન કર્યું છે, અને ‘કારણશુદ્ધપર્યાય’ નો ધ્વનિ
કઈ રીતે નીકળે છે તે બતાવ્યું છે.
અંક ૧૪૨ પછી પ્રથમ ભાદરવાના ખાસ અંકમાં, તેમજ અંક ૧૪૬
માં પ્રસિદ્ધ થયેલ ૧૦મી ગાથાના પ્રવચનોમાં ‘કારણસ્વભાવજ્ઞાન
ઉપયોગ’ નું વર્ણન કર્યું છે; તેમાં કહ્યું છે કે ‘કારણ’ તો સદાય શુદ્ધપણે વર્તે
છે, પણ તે કારણનું અવલંબન લઈને જ્યાં શુદ્ધ કાર્ય થયું ત્યાં ખબર પડી કે
અહો, મારું કારણ તો આ છે! કારણનું અવલંબન લેનાર જાગ્યો ત્યારે–
એટલે કે કાર્ય થયું ત્યારે કારણના મહિમાની ખબર પડી અને તેને કારણ
સાથે કાર્યની અપૂર્વ સંધિ થઈ.
આ લેખમાળાના ઉપરોક્ત પાંચ લાખો પછી હવે છઠ્ઠો લેખ સામે
પાનેથી શરૂ થાય છે.