જેઠઃ ૨૪૮પઃ ૭ઃ
(૬)
* જ્ઞાનઉપયોગ પ્રકારો; તેમા ઉપાદેયરૂપ સ્વરૂપ–પ્રત્યક્ષ સહજજ્ઞાનનું વર્ણન*
(શ્રી નિયમસાર ગા. ૧૧–૧૨ ઉપરનાં પ્રવચનો)
આ બ્રહ્મોપ્રદેશ છે.....કેવો છે આ બ્રહ્મોપદેશ?–
સંસારના મૂળને છેદી નાંખનાર છે... ‘અહો! મારા
સ્વભાવનો કોઈ અચિંત્ય મહિમા સંતો સમજાવી
રહ્યો છે’ –આમ સ્વભાવનું બહુમાન લાવશે તે પણ
ન્યાલ થઈ જશે. અહો! આત્માનો સ્વભાવ એકેક
સમયમાં પૂરો..... પૂરો....ને પૂરો. આવા
નિજસ્વભાવના સામર્થ્યનો વિશ્વાસ કરીને તેનો
ઉલ્લાસ કરવો તે મોક્ષનું કારણ છે. જીવને જ્યાં
સ્વભાવ તરફનો ઉલ્લાસ જાગ્યો ત્યાં વિકાર તરફનો
ઉલ્લાસ રહેતો નથી, એટલે વિકારના ઊછાળા શમી
જાય છે, સંસાર તરફનો ઉત્સાહ તૂટી જાય છે ને
સ્વભાવ તરફ તેના ઉત્સાહનો વેગ વળી જાય છે.–
આવો ઉલ્લાસીત વીર્યવાન જીવ અલ્પકાળમાં જ
મોક્ષ પામે છે.
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે રચેલું આ નિયમસાર મહા અલૌકિક શાસ્ત્ર છે, અધ્યાત્મના ઘણા ઊંડા
ભાવો તેમાં ભર્યા છે. અને ટીકાકાર પ્રદ્મપ્રભ–મુનિરાજે પણ સૂક્ષ્મ રહસ્યો ખોલીને આત્માના પરમસ્વભાવને
પ્રકાશીત કર્યો છે.
દસમી ગાથામાં આત્માના ઉપયોગ–લક્ષણનું વર્ણન કરતાં સ્વભાવજ્ઞાનઉપયોગ ‘કારણ’ અને ‘કાર્ય’
એવા બે પ્રકાર બતાવ્યા, અને તેમાંથી કારણસ્વભાવજ્ઞાનઉપયોગને ‘પરમ પારિણામિકભાવે રહેલું ત્રિકાળ
નિરૂપાધિરૂપ સહજજ્ઞાન’ કહીને અલૌકિક વર્ણન કર્યું. તેનું ઘણું વિવેચન થઈ ગયું છે. હવે વળી, ૧૧–૧૨ મી
ગાથામાં ઉપયોગના ભેદોનું વર્ણન કરતાં આ સહજજ્ઞાનને (–અર્થાત્ કારણસ્વભાવજ્ઞાનઉપયોગને જ)
‘સ્વરૂપ–પ્રત્યક્ષ’ તરીકે વર્ણવશે,