ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૮૯
તો તેમાંથી સુખ ક્યાંથી આવશે? સુખ તો આત્માના સ્વભાવમાં છે. પુણ્ય અને પાપ પણ જીવે અનંતવાર કર્યા
છે, પણ તેનાથી પાર ચિદાનંદતત્ત્વ શું છે તે જીવે કદી જાણ્યું નથી, તેથી તે કિંચિત્ સુખ પામ્યો નથી.
મુનિવ્રતધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન બિન સુખ લેશ ન પાયો,
જીવે બહારમાં સુખની કલ્પના કરી રાખી છે, ન હોવા છતાં ત્યાં સુખ માન્યું છે, તેથી ત્યાંથી ખસતો નથી.
જ્યાં સુખ માને તેનાથી જુદો કેમ પડે? પરમાં સુખ માનીને અજ્ઞાની જીવ પરમાં એકાગ્ર બુદ્ધિ કરે છે ને સ્વતરફ
વળતો નથી, તેથી પરાશ્રયે પરિભ્રમણ કરી કરીને દુઃખી થાય છે પોતાના સ્વભાવમાં સુખ હોવા છતાં જીવ
સ્વસન્મુખ થઈને તેનો વિશ્વાસ કરતો નથી તેથી સ્વભાવનું સુખ તેના વેદનમાં આવતું નથી. સ્વભાવમાં સુખ છે–
એનો વિશ્વાસ કરીને જો સ્વસન્મુખ થાય તો સ્વભાવના અતીન્દ્રિય સુખનો અનુભવ છે તે સુખનો અનંતમો અંશ
પણ ઈંદ્રના વૈભવમાંય નથી.
ભાઈ, એક વાર લક્ષ તો કર...અંતરમાં તારા આત્માનો વિશ્વાસ તો કર. પ્રભો! ચૈતન્યના વિશ્વાસે તને
અપૂર્વ આનંદનો અનુભવ થશે. ચૈતન્યથી બહારમાં તેં જે સુખ માન્યું છે તે ખરેખર સુખ છે જ નહીં, માત્ર મારા
રાગથી તે તેમાં સુખની કલ્પના કરી છે, ને તારી તે મિથ્યાકલ્પના તને દુઃખ દેનાર છે.
અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરતો જીવ રાજા ને રંક વગેરે બધા સંયોગો પામી ચૂક્યો છે પણ
ચૈતન્યતત્ત્વનું વાસ્તવિક સુખ તે કદી પામ્યો નથી. માટે હે જીવ! અનંતકાળથી કદી નહિ પામેલ એવા તારા
ચૈતન્યતત્ત્વની તું ઓળખાણ કર. ચૈતન્યસ્વભાવને ઓળખીને તેમાં એકાગ્ર થવું તે જ મોક્ષમાર્ગ છે. સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રરૂપ જે મોક્ષમાર્ગ છે તે આખોય મોક્ષમાર્ગ ચૈતન્યના ધ્યાનમાં સમાઈ જાય છે. ચૈતન્યના ધ્યાનથી
બહાર (રાગાદિ પરભાવોમાં કે દેહની ક્રિયાઓમાં) ક્યાંય સુખ કે મોક્ષમાર્ગ નથી. તેથી આચાર્યદેવે કહ્યું છે કે
‘नं आत्मध्यात् परो सौख्यं’ આત્મધ્યાન સિવાય બીજું કોઈ સુખ નથી.
પરમપૂજ્ય ગુરુદેવના ૭૦મા જન્મોત્સવ
નિમીત્તે જાહેર થયેલી રકમોની યાદી
૭૨૬૦–પ૦ અંક નંબર ૧૮૭ મા જણાવ્યા મુજબ
૨૧૦) શેઠ શ્રી નાનાલાલ કાળીદાસ જસાણીસોનગઢ૭૦) ગંગાબેન પ્રેમચંદનાઈરોબી
૧૪૦) શેઠશ્રી બેચરલાલ કાળીદાસ જસાણીસોનગઢ૭૦) શ્રી કરમણ નરસીનાઈરોબી
૧૪૦) શેઠશ્રી મોહનલાલ કાળીદાસ જસાણીસોનગઢ૭૦) શ્રી ભારમલ તથા મેઘજી તથાનાઈરોબી
૭૦)શ્રી ધ્રાંગધ્રા મુમુક્ષુ મંડળઅમૃતલાલ વાઘજીનાઈરોબી
હા. છોટાલાલ દામોદરદાસધ્રાંગધ્રા૭૦) શ્રી મોહનલાલ વાઘજીભાઈ
૭૦)શ્રી ઊજૈન મુમુક્ષુ મંડળઊજૈનધ્રોહવાળાસોનગઢ
૭૦)શ્રી મોતિલાલ મેઘજીમોમ્બાસા૭૦) લાખાણી લક્ષ્મીદાસ હિરાનંદરાજકોટ
૭૦)સૂર્યકળાબેન મોતિલાલમોમ્બાસા૭૦) દેસાઈ પ્રાણલાલ ભાઈચંદમુંબઈ
૭૦)શ્રી લક્ષ્મીચંદ કેશવજીનાઈરોબીજેતપુરવાળા
૭૦)શાંતાબેન લક્ષ્મીચંદનાઈરોબી૭૦) મણિબેન પારેખ હા. ખી.જે.શેઠરાજકોટ
૭૦)શ્રી દેવસી નથૂ નાઈરોબી૭૦) ઈશ્વરચંદજી સરાફસનાવદ
૭૦)દિવાળીબેન દેવશીભાઈનાઈરોબી૭૦)સંઘવી દલીચંદ હકુભાઈ મોરબીવાળાસોનગઢ
૭૦)કિરણ છોટાલાલ દેવશીનાઈરોબી૭૦) શેઠશ્રી ન્યાદરમલજીદિલ્હી
૭૦)શાંતાબેન વેલજી ધરમશીનાઈરોબી૪૬)મણિબેન નેમચંદ કાનજીનાઈરોબી
૭૦)શ્રી પ્રેમચંદ કેશવજીનાઈરોબી૨૧)શ્રી મૂલજીભાઈ લક્ષ્મીચંદમદ્રાસ
૯૨૯પ–પ૦
(અંકે રૂા. નવ હજાર બસો પંચાણું પચાસ નયા
પૈસા અષાડ સુદી ૧૩ તા. ૧૯–૭–પ૯ સુધી