Atmadharma magazine - Ank 189
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 21

background image
અભિનંદનપત્રો બાબત
સમ્મેદશિખરજી યાત્રા અને દક્ષિણયાત્રા દરમિયાન દેશોદેશની
જનતાએ ગુરુદેવનું ઘણા પ્રેમથી સ્વાગત કર્યું અને ઠેર ઠેર ગુરુદેવને
અભિનંદનપત્રો આપ્યા. લગભગ પ૦ શહેરોના જૈનસમાજ તરફથી
ગુજરાતી, હિંદી, સંસ્કૃત, તામીલ કે ઈગ્લીશ ભાષામાં કુલ ૬૭ જેટલા
અભિનંદનપત્રો અર્પણ થયા. આમાંથી કેટલાંક અભિનંદનપત્રો
આત્મધર્મમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે ને બાકીનાં પણ ક્રમેક્રમે પ્રસિદ્ધ થશે. આ
અભિનંદનપત્રો સંબંધમાં એક ખુલાસો કરવાનો છેઃ દેશોદેશની જનતાએ
પૂ. ગુરુદેવ પ્રત્યે કેટલું સન્માન અને પ્રેમ બતાવેલ છે,–તેઓની લાગણીનો
જિજ્ઞાસુ વાંચકોને કંઈક ખ્યાલ આવે તે માટે આ અભિનંદનપત્રો પ્રસિદ્ધ
કર્યાં છે, એટલે કોઈ કોઈ અભિનંદનપત્રોના લખાણમાં કાંઈક ફેરફાર હોય
તો પણ તે પ્રસિદ્ધ કરેલ છે, એ વાત ધ્યાનમાં રાખીને ફકત તે તે નગરીના
જૈનસમાજની લાગણી ખ્યાલમાં આવે તે લક્ષે આ અભિનંદનપત્રો
વાંચવાની ભલામણ કરવામાં આવે છે. જે જે ગામોથી ગુરુદેવને
અભિનંદનપત્રો અપાયા તેની યાદી નીચે મુજબ છે. –
શિખરજીયાત્રાઃ માંગીતુંગી, ઇન્દોર, મદનગંજ–કિસનગઢ, આગ્રા,
કાનપુર, ગ્વાલીઅર, લશ્કર, ફીરોઝાબાદ, ડાલમિઆનગર, ગયા, આરા,
રાજગૃહી, ભાગલપુર, હસ્તિનાપુર, દિલ્હી, ભારતવર્ષીય દિગંબર જૈન પરિષદ
તરફથી, કલકત્તા, સહારનપુર, કુચામનસીટી, અલીગઢ, લાડનૂ, જયપુર,
શિવગંજ, જાવાલ, અમદાવાદ.
દક્ષિણયાત્રાઃ મદ્રાસ, પોન્નુર, કાંચીવરમ, તિરુપ્પરુત્તિકુન્નમ,
વાંદેવાસ, શૈલપુર, રીન્દ, મલકાપુર, કોટા, પનાગર, મલહરા, દ્રોણગિરિ,
ટીકમગઢ, સાગર, શાહપુર, આહારજી, શીરપુર, ડુંગરગઢ, જબલપુર,
ખેરાગઢ, ઉદયપુર, તલોદ, રખિયાલ, સોનાસણ, ફત્તેપુર, દાહોદ, દક્ષિણ
ભારતના જૈનો, ઇત્યાદિ.
એકવાર (તા. ૧૪–૩–પ૯ના રોજ) તો એક જ દિવસમાં
છે છ અભિનંદનપત્રો અપાયા હતા, અને તે પણ એવી જનતા
તરફથી કે જે જનતા ગુજરાતી તો શું પરંતુ હિંદીભાષા પણ
જાણતી ન હતી. આ બધા લેખિત અભિનંદનપત્રો ઉપરાંત
ભાષણદ્વારા કે કાવ્યોદ્વારા ઠેર ઠેર જે અભિનંદન અપાયા તેની તો
ગણતરી થઈ શકે તેમ નથી.