Atmadharma magazine - Ank 192
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 17

background image
આસોઃ ૨૪૮પઃ ૧૧ઃ
૪૭. જ્ઞાનીને ‘ક્રોધાદિ ક્રિયા’ હોતી નથી, એટલે શું?–શું જ્ઞાન થાય એટલે તત્ક્ષણે સર્વથા વીતરાગતા જ
થઈ જાય? ના, એ વાત અહીં નથી. સામાન્ય ક્રોધાદિભાવ જ્ઞાની ધર્માત્માને આવે તે જુદી વાત છે, પણ તે
વખતેય ભેદજ્ઞાનના પ્રભાવે તેને જ્ઞાન સાથે જ એકતારૂપ પરિણમન હોવાથી તે ખરેખર જ્ઞાનભાવે જ પરિણમી
રહ્યા છે, ક્રોધાદિ સાથે એકતાબુદ્ધિ તૂટી ગઈ હોવાથી ક્રોધાદિના કર્તાપણે તે વખતેય તે નથી પરિણમતા;–માટે
તેને ક્રોધાદિક્રિયા નથી. અને, જેને રાગમાં એકત્વબુદ્ધિ છે એવો અજ્ઞાની જીવ, કોઈક ગાળ દેતું હોય છતાં
શુભરાગથી ક્ષમા રાખે તોપણ, તે વખતે ય તેને ક્રોધાદિરૂપ પરિણમન છે, ક્રોધાદિના કર્તાપણે જ તે પરિણમી
રહ્યો છે, ક્રોધાદિથી પાર એવા જ્ઞાનભાવની તેને ખબર પણ નથી.
૪૮. ક્રોધાદિભાવો જ્ઞાનથી જુદાં છે; એટલે જ્યાં જ્ઞાન છે ત્યાં ક્રોધાદિનું કર્તૃત્વ નથી, અને જ્યાં
ક્રોધાદિનું કર્તૃત્વ છે ત્યાં ભેદજ્ઞાન નથી.–આમ તે બંનેને ભિન્નતા છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે તો
જ્ઞાનભવનસ્વરૂપ છે, ક્રોધાદિભાવો તે જ્ઞાનભવનથી જુદાં છે. ત્યાં જેને જ્ઞાનભવનનો અભાવ છે એટલે કે
જે સમ્યગ્દર્શનાદિરૂપે પરિણમતો નથી, એવા અજ્ઞાની જીવને ક્રોધાદિ અજ્ઞાનભાવ જ પોતાના કાર્યરૂપે
પ્રતિભાસે છે, પોતાનો આખોય આત્મા તેને ક્રોધાદિરૂપે જ પ્રતિભાસે છે, ક્રોધાથી ભિન્ન પોતાનું
ચૈતન્યસ્વરૂપ તેને પ્રતિભાસતું નથી, એટલે તે અજ્ઞાની જીવ ક્રોધાદિનો કર્તા છે ને તે ક્રોધાદિ તેનું કર્મ છે.–
આવી અજ્ઞાનીની કર્તાકર્મની પ્રવૃત્તિ છે.
૪૯. જીવ અજ્ઞાનપણે પણ માત્ર પોતાના ક્રોધાદિભાવનો કર્તા થાય છે, પણ પોતાથી બહાર એવા
દેહાદિના કાર્યનો કર્તા તો અજ્ઞાનપણે પણ નથી. ‘હું દેહની ક્રિયા કરું છું’ એવી માન્યતારૂપ અજ્ઞાનભાવને તે
અજ્ઞાની ભલે કરે, તોપણ દેહાદિની ક્રિયાને તો તે કરી શકતો નથી, એ નિયમ છે.
પ૦. ચૈતન્યની મીટ ચૂકીને, અનાદિથી શરીર ઉપર મીટ માંડી છે કે આ દેહ તે હું ને દેહની ક્રિયાઓ મારી;
છે.
પ૧. અહા! જંગલમાં રહીને, આત્માના આનંદમાં છઠ્ઠી–સાતમી ભૂમિકાએ ઝૂલતાં ઝૂલતાં, મુનિવરોએ
આ અમૃત રેડયાં છે. વિકારના વેગે ચડેલા પ્રાણીઓને પડકાર કરીને જ્ઞાનસ્વભાવ તરફ પાછા વાળ્‌યા છે કે અરે
જીવો! પાછા વાળો...પાછા વાળો.......! એ વિકાર તમારું કાર્ય નથી.... તમારું કાર્ય તો જ્ઞાન છે....વિકાર તરફના
વેગે તમારી તૃષા નહીં છીપે, માટે તેનાથી પાછા વળો..... પાછા વળો. જ્ઞાનમાં લીનતાથી જ તમારી તૃષા શાંત
થશે, માટે જ્ઞાન તરફ આવો.......રે....જ્ઞાન તરફ આવો!
પ૨. ‘હું પરનો કર્તા’ એવી જે સ્વપરની એકતાબુદ્ધિ તે તો તીવ્ર મિથ્યાત્વ છે અને અનંત
સંસારદુઃખનું કારણ છે, તેથી તે તો છોડવા જેવી છે જ; તે ઉપરાંત, જ્ઞાનસ્વરૂપ આત્મા કર્તા થઈને
વિકારને કરે એવી દ્રષ્ટિ તે પણ મિથ્યાત્વ, અને અનંત સંસારદુઃખનું કારણ છે, તેથી તે પણ છોડવા જેવી
છે. ક્ષણિક વિકારથી પાર ચૈતન્યતત્ત્વ હું છું–એવી અંતરદ્રષ્ટિવડે મિથ્યાત્વનો નાશ થઈને અપૂર્વધર્મની
શરૂઆત થાય છે.
પ૩. ભાઈ! તું તો જ્ઞાનસ્વભાવ છો....જ્ઞાન શું પરને કરે? ના; જ્ઞાન શું વિકારને કરે?–ના. જેમ
ભગવાન સૃષ્ટિકર્તા નથી તેમ આત્મા પરનો કર્તા નથી તેમજ જ્ઞાનસ્વભાવી આત્મા રાગનો પણ કર્તા
નથી.–છતાં આવા જ્ઞાનસ્વભાવને ભૂલીને અજ્ઞાની જીવ વિકારમાં જ આત્માનું સર્વસ્વ માનતો થકો તેના
કર્તાપણે પરિણમે છે, ને તેથી અશરણપણે સંસારમાં ગતિગતિમાં તે ભટકી રહ્યો છે..... એના દુઃખનો
કોઈ પાર નથી.