Atmadharma magazine - Ank 192
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 17

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૧૯૨
શરણ! ક્યાંય વિસામો!–તો કહે છે કે હા, આ જ્ઞાનસ્વરૂપ આત્મામાં જ શરણ અને વિસામો છે.... પણ વિકાર
તરફના વેગથી જરાક પાછું વાળીને સ્વભાવ તરફ જુઓ ત્યારેને!
પપ. પ્રભો! વિકાર તને તારા કાર્ય તરીકે ભાસે, ને તારું જ્ઞાનકાર્ય તને ન ભાસે–એ તો
તારું અજ્ઞાન છે; પોતાના અજ્ઞાનથી જ તું વિકાર થઈ રહ્યો છે. કર્મો તને વિકાર નથી કરતા.
જાણનાર પોતે પોતાનું ભાન ભૂલીને, પોતાને વિકારી માનીને વિકારી થયો છે. એ રીતે અજ્ઞાનરૂપ
પોતાના અપરાધથી જ જે ક્રોધાદિરૂપ થયો છે એવા આ આત્માને ક્રોધાદિના નિમિત્તે કર્મબંધન
થાય છે.
પ૬. જુઓ, આ બંધનું કારણ! ક્રોધાદિમાં વર્તવું તે જ બંધનું કારણ છે,–અને જ્ઞાનસ્વભાવમાં વર્તવું તે જ
મોક્ષનું કારણ છે.–આ રીતે મોક્ષના કારણરૂપ જ્ઞાનક્રિયા, અને બંધના કારણરૂપ ક્રોધાદિ ક્રિયા, એ બંનેનું
ભેદજ્ઞાન કરીને, જ્ઞાનસ્વભાવમાં વર્તવું. એ રીતે જ્ઞાનસ્વભાવમાં પરિણમવાથી જ બંધનો નિરોધ થઈ જાય છે.–
આ રીતે બંધનું કારણ અને તેના નાશનો ઉપાય–એ બંને બતાવ્યા.
પ૭. જીવ પોતાના અજ્ઞાનભાવથી જ સ્વયં ક્રોધાદિરૂપે પરિણમે છે, કર્મને લીધે નહીં; તેમજ જીવના
ભાવને નિમિત્ત કરીને પુદ્ગલો સ્વયં તેમના પોતાના ભાવથી જ કર્મરૂપે પરિણમે છે, જીવને લીધે નહીં. આ રીતે
જીવ–પુદ્ગલનું સ્વતંત્ર પરિણમન હોવા છતાં, નિમિત્ત–નૈમિત્તિક સંબંધનો એવો મેળ છે કે જેટલા પ્રમાણમાં
જીવનો વિકાર હોય તેટલા જ પ્રમાણમાં કર્મબંધન થાય. પરંતુ એમ નથી કે જેટલા પ્રમાણમાં કર્મનો ઉદય હોય
તેટલા જ પ્રમાણમાં જીવને વિકાર થાય!
પ૮. હવે જીવ અને પુદ્ગલ બંને પોતપોતાના ભાવે સ્વયં પરિણમતા હોવા છતાં, જીવ જ્યારે
અજ્ઞાનભાવે ક્રોધાદિરૂપે પરિણમે છે, ત્યારે તેના નિમિત્તે પુદ્ગલો સ્વયં કર્મરૂપે પરિણમે છે;–આ રીતે
જીવ–પુદ્ગલના પરસ્પર સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે. જુઓ, સર્વજ્ઞભગવાને આ રીતે જીવને બંધન
કહ્યું છે, તે ઓળખાવીને આચાર્યદેવ તેનાથી છૂટકારાનો ઉપાય પણ બતાવશે.
પ૯. ત્રણ પ્રકારના સંબંધ આ ગાથામાં આવ્યા–
(૧) જ્ઞાન અને આત્માને નિત્ય તાદાત્મ્યરૂપ સંબંધ; આ સંબંધ તો સ્વભાવરૂપ છે, તે કદી તૂટી શકતો
નથી.
(૨) ક્રોધાદિને અને આત્માને ક્ષણિક સંયોગસિદ્ધ સંબંધ છે; તે વિભાવરૂપ છે અને તૂટી શકે છે. જ્ઞાન
સાથે સંબંધ જોડતાં વિકાર સાથેનો સંબંધ તૂટી જાય છે.
(૩) જીવ જ્યારે ક્રોધાદિ સાથે સંબંધ કરે છે ત્યારે તેને કર્મ સાથે સંબંધરૂપ બંધન થાય છે વિકાર
સાથેનો સંબંધ તૂટતાં આ સંબંધ પણ છૂટી જાય છે.
૬૦. ચૈતન્યસ્વભાવની સામે જોનાર જીવ કર્મની સામે જોતો નથી, એટલે તેને કર્મ સાથેનો સંબંધ રહેતો
નથી. કર્મ સાથેનો સંબંધ કોને રહે?–કે જે કર્મની સામે જુએ તેને.
૬૧. ભાઈ! તું તારા ચિદાનંદતત્ત્વની સામે જો, તો તેમાંથી તને તારી શાંતિનું વેદન આવશે.
આ દેહ કોનાં? ને કુંટુંબ કોનાં!–એ તો બધા તારાથી બાહ્યતત્ત્વ છે, તેમાં ક્યાંય તારું શરણ નથી.....
માટે તેની સામે જોવાનું છોડ...ને ચૈતન્યતત્ત્વની સામે દ્રષ્ટિ કરીને, તેને જ તારા જીવનનું ધ્યેય
બનાવ.