Atmadharma magazine - Ank 192
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 17

background image
આસોઃ ૨૪૮પઃ ૧૩ઃ
૬૨. ધર્માત્મા તો જ્ઞાનસ્વભાવ ઉપરની દ્રષ્ટિથી કર્મના સંબંધનો પ્રવાહ તોડી નાંખે છે; તેમની અહીં વાત
નથી, અહીં તો અજ્ઞાનીની વાત છે. અજ્ઞાનીની દ્રષ્ટિ કર્મ ઉપર છે, જ્ઞાન ઉપર નથી,–એટલે જે નવું કર્મ બંધાય છે
તેને ફરીને પણ તે (પોતાના અજ્ઞાનભાવને લીધે) અજ્ઞાનનું નિમિત્ત બનાવે છે. આ રીતે તેને કર્મ સાથે
નિમિત્ત–નૈમિત્તિક સંબંધનો પ્રવાહ અજ્ઞાનભાવને લીધે ચાલ્યા જ કરે છે; અજ્ઞાનભાવ ચાલુ રાખે તેની આ વાત
છે. જે જીવ ભેદજ્ઞાન પ્રગટ કરીને અજ્ઞાનને દૂર કરે છે તેને તો કર્મ સાથેનો નિમિત્ત–નૈમિત્તિકસંબંધ પણ તૂટી
જાય છે.
–આ રીતે અજ્ઞાન જ સંસારનું મૂળ છે એમ આ ગાથાઓમાં બતાવ્યું.ાા ૬૯–૭૦ાા
૬૩. હવે, અજ્ઞાનજનિત કર્તાકર્મની પ્રવૃત્તિ તે જ સંસારનું મૂળ છે–એમ જાણીને, જેને તેનાથી છૂટકારાની
ધગશ જાગી છે એવો શિષ્ય વિનયપૂર્વક પૂછે છે કે પ્રભો! અજ્ઞાનજનિત આ કર્તાકર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે
થાય? આત્માને દુઃખ દેનારી ને બંધન કરનારી એવી આ પ્રવૃત્તિ ક્યારે છૂટે? શું કરવાથી આ દુઃખરૂપ પ્રવૃત્તિનો
અંત આવે?–તેનો ઉત્તર આચાર્યદેવ હવેની ગાથામાં કહેશે. (ચાલુ)
(૧૦)
(નિયમસાર ગાથા ૧૪)
પ્રવચનમાં નિયમસારની ભાવભીની શરૂઆત
કરતાં ગુરુદેવે કહ્યું હતું કેઃ અહા! ભગવાન
કુંદકુંદાચાર્યદેવ આ શાસ્ત્ર ‘નિજભાવના’ અર્થે રચે છે.
એટલે શ્રોતાએ પણ નિજભાવના અર્થે આ શાસ્ત્ર
શ્રવણ કરવા યોગ્ય છે. આ શાસ્ત્રના વક્તા અને
શ્રોતા બંનેનું તાત્પર્ય ‘નિજભાવના’ કરવાનું છે. હે
શ્રોતાઓ! આ શાસ્ત્રની ગાથાએ–ગાથાએ દર્શાવેલા
શુદ્ધ નિજતત્ત્વને જાણીને વારંવાર તેની ભાવના
કરજો....એવી નિજાત્મભાવનાથી અવશ્ય મોક્ષમાર્ગ
અને તેના ફળની પ્રાપ્તિ થશે. ખરેખર, આચાર્યદેવે આ
નિયમસાર દ્વારા આત્માર્થી જીવોને શુદ્ધરત્નત્રયરૂપી
‘નિયમસાર’ ની ભેટ આપી છે.