આસોઃ ૨૪૮પ ઃ પઃ
૪. સર્વજ્ઞ જગતના પદાર્થોને જેમ છે તેમ જાણનારા છે; તે સર્વજ્ઞ પણ સર્વેના માત્ર જાણનારા છે, કોઈના
કરનાર કે ફેરવનાર નથી. જો કોઈ પોતાને પદાર્થોનો કરનાર કે ફેરવનાર માને તો તે ત્રિકાળવેત્તા હોઈ શકે
નહીં. આ રીતે જીવનો જ્ઞાનસ્વભાવ જ છે. અને પદાર્થો સ્વતંત્ર છે.
પ. જ્યાં સુધી જીવ પોતાના જ્ઞાનસ્વભાવને જાણતો નથી અને પરની સાથે કર્તાકર્મપણું માને છે–ત્યાં
સુધી તે અજ્ઞાની છે.
૬. ભેદજ્ઞાનવડે સ્વ–પરને ભિન્ન ભિન્ન જાણીને જ્યારે પોતાના જ્ઞાનસ્વભાવમાં જ એકતાપણે
નિર્મળપર્યાયના કર્તારૂપે જીવ પરિણમે છે ત્યારે તે જ્ઞાની છે.
૭. રાગાદિ બર્હિભાવો મારું કાર્ય ને તેનો હું કર્તા–એવું રાગ સાથેની એકત્વબુદ્ધિનું કર્તૃત્વ તે અજ્ઞાનીનું
કાર્ય છે, ને અજ્ઞાની તેનો કર્તા છે.
૮. એટલે તે વિકારનો કર્તા, જ્ઞાનસ્વભાવ પણ નથી અને જડકર્મ પણ નથી; ક્ષણિક અજ્ઞાનભાવ જ તેનો
કર્તા છે. જ્ઞાનભાવે જીવ તેનો કર્તા નથી.
૯. જ્ઞાની કે અજ્ઞાની કોઈને પણ પરનું કર્તાપણું તો છે જ નહીં; તેમજ પરદ્રવ્ય તેનું કર્તા નથી. દરેક
દ્રવ્યનું કાર્ય પોતપોતામાં જ હોય છે, બીજામાં હોતું નથી.
૧૦. અજ્ઞાની કર્તા અને દેહાદિની ક્રિયા તેનું કાર્ય–એમ નથી; તેમજ જડકર્મ વગેરે કર્તા અને રાગાદિ તેનું
કાર્ય–એમ પણ નથી. આત્માના કાર્યનો કર્તા આત્મા ને જડના કાર્યનો કર્તા જડ.
૧૧. અજ્ઞાની માને ભલે કે ‘હું દેહાદિની ક્રિયાનો કર્તા છું, તો પણ તે કાંઈ દેહાદિની ક્રિયાનો કર્તા થઈ
શકતો નથી. દેહાદિની ક્રિયાના કર્તાપણે જડ પુદ્ગલો જ સ્વયં પરિણમે છે. અજ્ઞાની તો તે વખતે માત્ર
અજ્ઞાનભાવનો જ કર્તા થઈને પરિણમે છે. તે અજ્ઞાન જ સંસારનું મૂળ છે.
૧૨. કર્તા–કર્મ સંબંધીનું તે અજ્ઞાન કેમ ટળે, તેની આ વાત છે. ભેદજ્ઞાન વડે જીવ જ્યારે સ્વ–પરને ભિન્ન
ભિન્ન જાણે છે ત્યારે, સ્વદ્રવ્યમાં એકતા કરીને તે પોતાની સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયના કર્તાપણે પરિણમે છે
અને તેના અજ્ઞાનનો નાશ થાય છે.
૧૩. ‘મારો આત્મા એક જ્ઞાયકસ્વભાવ જ છે’ એમ જ્યારે દ્રષ્ટિમાં લીધું ત્યારે ક્ષણિક વિકારભાવો
પોતાના સ્વભાવપણે નથી ભાસતા, પણ સ્વભાવથી ભિન્નપણે જ ભાસે છે, એટલે તે વિકારનું કર્તૃત્વ પણ રહેતું
નથી; જ્ઞાયકસ્વભાવના આશ્રયે ઊપજતી નિર્મળદશાનો જ કર્તા થતો થકો, કર્મ સાથેના સંબંધનો નાશ કરીને તે
જીવ સિદ્ધપદ પામે છે.
એ વાત આ કર્તાકર્મઅધિકારમાં આચાર્યદેવ સમજાવે છે.
૧૪. મંગલાચરણમાં સિદ્ધભગવંતોને નમસ્કાર કરવામાં આવે છે.
કર્તાકર્મ વિભાવને મેટી જ્ઞાનમય હોય,
કર્મ નાશી શિવમાં વસે, નમું તેહ મદ ખોય.
અનાદિના અજ્ઞાનથી થયેલ કર્તાકર્મના વિભાવને દૂર કરીને જેઓ જ્ઞાનમય થયા અને કર્મનો નાશ કરીને
સિદ્ધાલયમાં વસ્યા, તે સિદ્ધભગવંતોને હું મદરહિત થઈને નમસ્કાર કરું છું. આ રીતે કર્તાકર્મ અધિકારના
મંગલાચરણમાં સિદ્ધભગવંતોને નમસ્કાર કર્યા છે. બહુ જ વિનયથી, અને પરના કર્તૃત્વના અભિમાનને છોડીને,
સિદ્ધ ભગવંતોને હું નમસ્કાર કરું છું.