Atmadharma magazine - Ank 192
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 17

background image
આસોઃ ૨૪૮પઃ ૭ઃ
૨૦. હું એક ચૈતન્યસ્વભાવી તત્ત્વ, અને વિકારી લાગણીઓ અનેક પ્રકારની; તો મારો એક
ચૈતન્યભાવ, અનેકવિધ વિકારી લાગણીઓનો કર્તા કર્મ હોય? માટે એક ચૈતન્યસ્વભાવી એવા મારે,
અનેકવિધ ક્રોધાદિભાવો સાથે કર્તાકર્મપણું નથી.–આમ જાણતો ધર્મીજીવ ક્રોધાદિ વિકારનો કર્તા થતો
નથી.
૨૧. જ્ઞાનને અને ક્રોધાદિને એકમેકપણે માનતો થકો અજ્ઞાની જીવ એમ માને છે કે હું એક ચૈતન્ય તો
કર્તાં છું અને આ ક્રોધાદિ અનેક ભાવો મારું કર્મ છે–આ રીતે તે અજ્ઞાનીને વિકાર સાથે કર્તાકર્મની જે પ્રવૃત્તિ
અનાદિથી ચાલી આવે છે, તેનો નાશ કઈ રીતે થાય? તેની આ વાત છે.
૨૨. *ક્ષણિકવિકારની કર્તૃત્વબુદ્ધિમાં ત્રિકાળી ચિદાનંદ સ્વભાવનો અનાદર થાય છે, તે અનંતો ક્રોધ છે;
* ચૈતન્યનું સ્વામીત્વ ચૂકીને જડનું ને વિકારનું સ્વામીત્વ માન્યું ને તેના કર્તાપણાનો અહંકાર કર્યો, તે
જ અનંતું માન છે.
* સરલ ચૈતન્યસ્વભાવને વક્ર કરીને વિકારમાં જોડયો તે અનંતી વક્રતા–માયા છે.
* જે પોતાના ચૈતન્યસ્વભાવથી ભિન્ન છે એવા પરના ને વિકારના ગ્રહણની બુદ્ધિ તે જ અનંતો લોભ
છે.
–આ રીતે અજ્ઞાનભાવમાં અનંતાનુબંધી ક્રોધ–માન–માયા–લોભનું સેવન છે, તે જ અનંત સંસારનું મૂળ
છે.
૨૩. ભેદજ્ઞાન થતાં વેંત જ તે અજ્ઞાનનો નાશ થાય છે, ને અનંત સંસારનું મૂળ છેદાઈ જાય છે, એટલે તે
જીવ અલ્પકાળમાં જરૂર મોક્ષ પામે છે. એવું ભેદજ્ઞાન કેમ થાય છે તેની આ વાત છે.
૨૪. અનંતા જીવો ને અજીવ પદાર્થો જગતમાં સ્વયમેવ સત્ અનાદિઅનંત છે; તે દરેક પદાર્થ સ્વભાવથી
જ પોતપોતાના કાર્યરૂપે પરિણમે છે; પદાર્થમાં દ્રવ્ય–ગુણ તો ત્રિકાળ છે એટલે તેમાં તો કાંઈ નવું કરવાપણું છે
નહિ; નવું કાર્ય પર્યાયમાં થાય છે. તે પર્યાયનો કર્તા પદાર્થ પોતે છે. હવે અહીં અજ્ઞાની કર્તા થઈને શું કરે છે ને
જ્ઞાની કર્તા થઈને શું કરે છે તે વાત છે.
૨પ. આખા ચૈતન્યસ્વભાવને આવરીને, તેના અસ્તિત્વને ભૂલીને, ક્ષણિક ક્રોધાદિ તે જ હું– એવી
છે.
૨૬. આત્મા તો સ્વપરપ્રકાશક ચૈતન્યપ્રકાશી સૂર્ય છે, અને વિકાર તો અંધકાર સમાન છે. ચૈતન્યસૂર્ય
વિકારરૂપી અંધકારનો કર્તા કેમ હોય? જેમ સૂર્યને અને અંધકારને કદી એકતા હોય નહિ તેમા જ્ઞાનને અને
વિકારને કદી એકમેકપણું નથી.
૨૭. વિકાર તો ચૈતન્યસ્વભાવથી બહિરંગ છે; ચૈતન્યનું અંતરંગ તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે.
આવા ચૈતન્યમાં અંતર્મુખ થઈને ‘જ્ઞાન તે જ હું’ એવું ભાન કરતાં જ્યાં ભેદજ્ઞાનજ્યોતિ પ્રગટી, ત્યાં તે
જ્ઞાનજ્યોતિ કોઈ વિકારને આધીન થતી નથી, તેમાં આકુળતા નથી પણ આનંદતા છે, ધીરતા છે, ઉદારતા
છે. જ્ઞાનજ્યોતિ એવી ઉદાર છે કે આખા જગતને જાણવા છતાં તેમાં સંકોચ નથી થતો, અને એવી ધીર છે
કે ગમે તેવા સંયોગને જાણવા છતાં તે પોતાના જ્ઞાનભાવથી ચ્યૂત થતી નથી; વિકારને જાણવા છતાં પોતે
વિકારરૂપ થતી નથી.