ઃ ૮ઃ આત્મધર્મઃ ૧૯૨
આવી જ્ઞાનજ્યોતિ વિકારના કર્તાકર્મની પ્રવૃત્તિને દૂર કરી નાંખે છે. રાગને કે પરને કરવાનો તેનો સ્વભાવ નથી,
પણ જગતના બધા પદાર્થોને જાણવાનો તેનો સ્વભાવ છે.
આવી જ્ઞાનજ્યોતિ પ્રગટે તે અપૂર્વ મંગળ છે.
આ રીતે જ્ઞાનજ્યોતિના પ્રકાશનવડે આચાર્યદેવે આ અધિકારનું મંગલાચરણ કર્યું.
૨૮. હવે અજ્ઞાની જીવની કર્તાકર્મની પ્રવૃત્તિ કેવી હોય છે? તે વાત બે ગાથામાં સમજાવે છેઃ–
આત્મા અને આસ્રવતણો જ્યાં ભેદ જીવ જાણે નહિ,
ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. ૬૯.
જીવ વર્તતાં ક્રોધાદિમાં સંચય કરમનો થાય છે,
સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. ૭૦.
અર્થઃ– જીવ જ્યાં સુધી આત્મા અને આસ્રવ–એ બંનેનાં તફાવત અને ભેદને જાણતો નથી ત્યાં સુધી તે
અજ્ઞાની રહ્યો થકો ક્રોધાદિક આસ્રવોમાં પ્રવર્તે છે; ક્રોધાદિકમાં વર્તતા તેને કર્મનો સંચય થાય છે. ખરેખર, આ
રીતે જીવને કર્મોનો બંધ સર્વજ્ઞદેવોએ કહ્યો છે.
જુઓ, સર્વજ્ઞદેવની સાક્ષી આપીને આચાર્યદેવ વાત કરે છે.
૨૯. આત્મા પરથી તો અત્યંત જુદો જ છે; એટલે પરની સાથે તો કર્તાકર્મપણું, અજ્ઞાની માને તો પણ,
થઈ શકતું નથી. હવે અહીં અંદરના ભાવની વાત છે. ચિદાનંદસ્વભાવને ભૂલેલો અજ્ઞાની જીવ, ક્રોધાદિ આસ્રવ
ભાવોમાં તન્મયપણે વર્તતો થકો તેનો કર્તા થઈને કર્મ બાંધે છે.
૩૦. “જેમ જ્ઞાન હું છું, તેમ ક્રોધાદિ હું છું”–એ રીતે જ્ઞાન અને ક્રોધને એકમેકપણે માનીને
નિઃશંકપણે ક્રોધાદિમાં પોતાપણે વર્તે છે, તે અજ્ઞાની જીવ મોહરૂપે પરિણમતો થકો નવાં કર્મબંધનમાં
નિમિત્ત થાય છે.
૩૧. ખરેખર જ્ઞાન તો સ્વભાવભૂત છે એટલે જ્ઞાનક્રિયા તો પોતાની જ છે; અને ક્રોધાદિ તો
પરભાવભૂત છે તેથી તે ક્રોધાદિની ક્રિયા નિષેધવામાં આવી છે. પરંતુ, જ્ઞાનક્રિયા અને ક્રોધાદિક્રિયા
વચ્ચેના આવા તફાવતને નહિ જાણનારો અજ્ઞાની જીવ જ્ઞાનીને જેમ ક્રોધાદિનો પણ કર્તા થતો થકો, નવાં
કર્મોને બાંધે છે.
૩૨. જ્ઞાન તો સ્વભાવભૂત છે, તેથી જ્ઞાનમાં નિઃશંકરૂપે પોતાપણે વર્તવું તે તો યથાર્થ છે; ‘જ્ઞાન
તે જ હું’ એવી જે જ્ઞાનક્રિયા, તેમાં વિકલ્પનો આશ્રય જરાપણ નથી; તે જ્ઞાનક્રિયા તો આત્માના
સ્વભાવભૂત છે, એટલે તેનો નિષેધ નથી, તેને આત્માથી જુદી પાડી શકાતી નથી; આત્મા અને જ્ઞાન
વચ્ચે જરાપણ ભેદ પાડી શકાતો નથી; એટલે ધર્માત્મા જ્ઞાનસ્વભાવને જ પોતાનો જાણતો થકો
નિઃશંકપણે તેમાં જ વર્તે છે.–આ જ્ઞાનસ્વભાવમાં નિઃશંકપણે પોતાપણે વર્તવારૂપ જે જ્ઞાનક્રિયા છે તેમાં
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે સમાઈ જાય છે; તેથી આ જ્ઞાનક્રિયા તો મોક્ષમાર્ગમાં નિષેધવામાં આવી
નથી.–તે તો સ્વીકારવામાં આવી છે.
૩૩. –તો કઈ ક્રિયા નિષેધવામાં આવી છે? તે હવે કહે છે; જેમ જ્ઞાન તે હું તેમ ક્રોધાદિ પણ હું–
અને