Atmadharma magazine - Ank 192
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 17

background image
આસોઃ ૨૪૮પઃ ૯ઃ
ક્રોધાદિમાં લીનપણે વર્તતો તે અજ્ઞાની મોહ–રાગ–દ્વેષરૂપે પરિણમતો થકો કર્મને બાંધે છે.–આ રીતે બંધનું કારણ
હોવાથી આ ક્રોધાદિ ક્રિયા નિષેધવામાં આવી છે.
૩૪. જુઓ, બે ક્રિયા થઈ.
(૧) જ્ઞાનક્રિયા,
(૨) ક્રોધાદિ ક્રિયા,
(૧) ‘જ્ઞાન તે હું’ એમ જ્ઞાન સાથે એકત્વપરિણમનરૂપ જ્ઞાનક્રિયા, તે તો સ્વભાવભૂત છે.
(૨) ‘ક્રોધ તે હું’ એમ ક્રોધાદિ સાથે એકત્વપરિણમનરૂપ ક્રોધાદિ ક્રિયા તે પરભાવભૂત છે.
(૧) સ્વભાવભૂત જ્ઞાનક્રિયાનો તો નિષેધ થઈ શકતો નથી. (આ જ્ઞાનીની ક્રિયા છે.)
(૨) પરભાવભૂત ક્રોધાદિ ક્રિયાનો નિષેધ કરવામાં આવ્યો છે. (આ અજ્ઞાનીની ક્રિયા છે.)
(૩) ત્રીજી જડની ક્રિયા છે; તેની સાથે જીવને કર્તાકર્મપણાનો સંબંધ નથી.
૩પ. જ્ઞાન સાથે આત્માને ત્રિકાળ એકતા (નિત્ય તાદાત્મ્ય) છે; પણ ક્રોધાદિ સાથે ત્રિકાળ એકતા નથી,
તે ક્ષણિક સંબંધમાત્ર હોવાથી સંયોગસિદ્ધિ. સંબંધરૂપ છે. છતાં અજ્ઞાની આ બંનેને (જ્ઞાનને અને ક્રોધને)
એકમેક માનીને વર્તે છે, તેમના ભેદને દેખતો નથી, ત્યાંસુધી તે મોહાદિભાવે પરિણમતો થકો કર્મબંધન કરે છે
એમ સર્વજ્ઞભગવાન કહે છે.
૩૬. આત્માનો જ્ઞાનસ્વભાવ છે; તે જ્ઞાનસ્વભાવમાં અંતર્મુખ થઈને પરિણમનારને તો પોતાના
જ્ઞાનઆનંદનું જ કર્તાપણું હોય, વિકારનું કર્તાપણું તેને ન હોય; અને જ્યાં વિકારનું કર્તાપણું ન હોય ત્યાં
બંધન, દુઃખ કે સંસાર પણ ન હોય,. પરંતુ અજ્ઞાની પોતાના જ્ઞાનસ્વભાવને ભૂલીને, તેનાથી વિમુખ
વર્તતો થકો, વિકારનો કર્તા થઈને પરિણમે છે, તેથી તેને બંધન, દુઃખ અને સંસાર છે.
૩૭. અહીં આચાર્યદેવ તેને સમજાવે છે કે હે ભાઈ! તારા ત્રિકાળી જ્ઞાનસ્વભાવને તું ક્ષણિક વિકારથી
જુદો દેખ. જ્ઞાન સાથે તારે જેવી એકતા છે તેવી રાગાદિ વિકાર સાથે એકતા નથી, માટે તે રાગાદિ વિકાર
સાથેની એકતાબુદ્ધિ છોડ.....તેની સાથે તારે કર્તાકર્મપણું ખરેખર નથી. તે વિકારના કર્તૃત્વ વગરના તારા
જ્ઞાનસ્વભાવને તું લક્ષમાં લે.
૩૮. ચિદાનંદતત્ત્વ અંતરમાં છે ને રાગાદિવૃત્તિઓ બહિર્લક્ષી છે. જેને બહિર્લક્ષી એવી રાગાદિવૃત્તિનું
બહુમાન–રુચિ–આદર વર્તે છે તે જીવને ત્રિકાળ ચિદાનંદતત્ત્વ પ્રત્યે અનાદર–અરુચિ–ક્રોધ છે, તે જ મહાપાપ છે.
ભેદજ્ઞાનવડે તે મહાપાપથી કેમ બચવું તેની આ વાત છે.
૩૯. ભેદજ્ઞાન શું ચીજ છે તેના ભાન વગર અનંતવાર જીવે બાહ્ય ત્યાગ કર્યો, દયાદિના શુભભાવ
કર્યા, ને તે બાહ્યક્રિયાનું કે રાગનું જ કર્તાપણું માનીને, અજ્ઞાનીપણે સંસારમાં જ રખડયો ને દુઃખી થયો;
તેથી આ રાગાદિ સાથે એકતારૂપ જે ક્રોધાદિક્રિયા છે તે નિષેધવામાં આવી છે. જ્ઞાનક્રિયાનો જ કર્તા હું,
ક્રોધાદિ ક્રિયાનો કર્તા હું નહીં,–એમ જ્ઞાન અને ક્રોધનું ભેદજ્ઞાન કરવું તે પ્રથમ અપૂર્વ ધર્મ છે.
૪૦. વિકારના કર્તાપણારૂપ ક્રિયા આત્માના સ્વભાવની બહાર છે, તો પણ જાણે કે તે મારો સ્વભાવ જ
હોય,–એમ અજ્ઞાનીને ટેવ પડી ગઈ છે, તેથી તે વિકારના કર્તાપણે પરિણમે છે. કર્મના ઉદયને લીધે વિકારપણે
પરિણમે