દ્વેષ થાય છે. ઉપયોગને અંતર્મુખ કરીને જેને પોતાના અતીન્દ્રિય આનંદના અનુભવમાં લીનતા વર્તે છે
તેને બાહ્ય પદાર્થો પ્રત્યે વલણ જ નથી એટલે તેને તો કોઈ પદાર્થ સંબંધી રાગ–દ્વેષ થતા નથી.
કે ચૈતન્ય સ્વરૂપમાં ઉપયોગને જોડવો તે જ રાગ–દ્વેષને ટાળવાનો ઉપાય છે. આ સિવાય બાહ્ય
રાગાદિથી પણ પરમાર્થે ભિન્ન એવા ચિદાનંદસ્વરૂપનું ભાન કર્યું હોય, તેને જ તેમાં ઉપયોગની લીનતા
થાય. પરંતુ જે જીવ દેહાદિની ક્રિયાને પોતાની માનતો હોય, કે રાગથી લાભ માનતો હોય તેનો ઉપયોગ
તે દેહથી ને રાગથી પાછો ખસીને ચૈતન્યમાં વળે જ ક્્યાંથી? જ્યાં લાભ માને ત્યાંથી પોતાના ઉપયોગને
કેમ ખસેડે?–ન જ ખસેડે. માટે ઉપયોગને પોતાના ચિદાનંદ સ્વરૂપમાં એકાગ્ર કરવા ઈચ્છનારે પ્રથમ તો
પોતાના સ્વરૂપને દેહાદિથી ને રાગાદિથી અત્યંત ભિન્ન જાણવું જોઈએ. જગતના કોઈ પણ બાહ્ય
વિષયોમાં કે તે તરફના રાગમાં ક્્યાંય સ્વપ્નેય મારું સુખ કે શાંતિ નથી, અનંતકાળ બહારના ભાવો
કર્યા પણ મને કિંચિત્ સુખ ન મળ્યું. જગતમાં ક્્યાંય પણ મારું સુખ હોય તો તે મારા નિજસ્વરૂપમાં જ
છે, બીજે ક્્યાંય નથી. માટે હવે હું બહારનો ઉપયોગ છોડીને, મારા સ્વરૂપમાં જ ઉપયોગને જોડું છું.–
આવા દ્રઢ નિર્ણયપૂર્વક ધર્મી જીવ વારંવાર પોતાના ઉપયોગને અંર્તસ્વરૂપમાં જોડે છે.