Atmadharma magazine - Ank 195
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 21

background image
: ૧૪ : આત્મધર્મ: ૧૯પ
ભાઈ! તારે આત્માની શાંતિ જોઈતી હોય....અતીન્દ્રિય આનંદ જોઈતો હોય ને દુઃખને દુર કરવું
હોય તો તારા આત્મજ્ઞાનનો ઉદ્યમ કર.....આત્મજ્ઞાન તે એક જ શાંતિનો ને આનંદનો ઉપાય છે, તે જ
ઉપાયથી દુઃખ ટળે છે; બીજા કોઈ ઉપાયથી દુઃખ ટળતું નથી. છહ ઢાળામાં કહ્યું છે કે–
“જ્ઞાન સમાન ન આન જગતમેં સુખકો કારણ.
યહ પરમામૃત જન્મ જરા મૃતુ રોગ નિવારણ.”
આત્મજ્ઞાન વિના બીજા કોઈ ઉપાયે સુખ થતું નથી. એ જ વાત છહ ઢાળામાં કહે છે કે–
‘મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઊપજાયો,
પૈ નિજઆત્મજ્ઞાન વિન સુખ લેશ ન પાયો,’
આત્મજ્ઞાન વગર એકલા શુભરાગથી પંચમહાવ્રત પાળીને ઠેઠ નવમી ગૈ્રવેયક સુધી દેવલોકમાં
ગયો, તોપણ ત્યાં જરાય સુખ ન પામ્યો, માત્ર દુઃખ જ પામ્યો. અજ્ઞાની જીવની ક્રિયા સંસારને માટે
સફળ છે, ને મોક્ષને માટે નિષ્ફળ છે; ને જ્ઞાનીની જે ધર્મક્રિયા છે તે સંસારને માટે નિષ્ફળ છે ને મોક્ષને
માટે સફળ છે. જેને અંતરમાં સ્વસન્મુખ પ્રયત્ન નથી તે પરસન્મુખ જેટલો પ્રયત્ન કરે તેનું ફળ દુઃખ
અને સંસાર જ છે. આત્મસ્વભાવમાં સ્વસન્મુખ પ્રયત્નથી જ સુખ અને મુક્તિ થાય છે; માટે
આત્મજ્ઞાનના ઉદ્યમનો ઉપદેશ છે.
।। ૪૧।।
બહિરાત્મા શું ઈચ્છે છે ને ધર્માત્મા શું ઈચ્છે છે–તે હવે કહેશે.
અંતરમાં ચૈતન્યના અતીન્દ્રિય
આનંદને ચૂકીને બાહ્ય
ઈન્દ્રિયવિષયોમાં મુર્છાઈ
ગયેલા બહિરાત્માઓ
નિરંતર દુઃખી છે.
અને
મારું સુખ મારા આત્મામાં જ છે,
બાહ્ય ઈન્દ્રિયવિષયોમાં
મારું સુખ નથી–એવી અંર્તપ્રતીતિ કરીને,
ધર્માત્મા અંતર્મુખ થઈને
આત્માના અતીન્દ્રિયસુખનો
સ્વાદ લ્યે છે..........તે નિરંતર સુખી છે.