Atmadharma magazine - Ank 195
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 21

background image
પોષ: ૨૪૮૬ : ૧પ :
(શ્રી પ્રવચનસાર ઉપરના પ્રવચનોમાંથી; ગાથા ૨૨૦–૨૨૧ તથા ૧૯૧ થી ૧૯પ)

પ્રશ્ન:– મોક્ષમાર્ગી મુનિવરો કેવા હોય છે?
ઉત્તર:– જેણે સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધ પરિણતિ પ્રગટ કરીને અંતરમાં તો અશુદ્ધ
ઉપયોગને છોડ્યો છે, અને બહારમાં સમસ્ત પરિગ્રહને છોડ્યો છે,–આવા મોક્ષમાર્ગી મુનિવરો હોય છે.
પ્રશ્ન:– વસ્ત્રાદિનું ગ્રહણ હોય ત્યાં મુનિદશા હોય કે નહીં?
ઉત્તર:– વસ્ત્રાદિનું ગ્રહણ હોય ત્યાં મુનિદશા હોય નહીં, એ નિયમ છે.
પ્રશ્ન:– વસ્ત્રાદિનું ગ્રહણ હોય ત્યાં સમ્યગ્દર્શન હોય કે નહીં.
ઉત્તર:– વસ્ત્રાદિનું ગ્રહણ હોય ત્યાં સમ્યગ્દર્શન હોઈ શકે.
પ્રશ્ન:–વસ્ત્રાદિ પરિગ્રહ સહિત મુનિપણું માને તેને સમ્યગ્દર્શન હોય?
ઉત્તર:– ના, વસ્ત્રાદિ પરિગ્રહ સહિત જે મુનિપણું માને તેને સમ્યગ્દર્શન હોતું નથી, કેમ કે તે
કુગુરુને ગુરુ માને છે. દેવ–ગુરુ–શાસ્ત્રની વ્યવહારશ્રદ્ધા પણ તેને નથી.
પ્રશ્ન:– બહારમાં ભલે વસ્ત્રાદિ હોય પણ અંતરમાં શુદ્ધ પરિણતિ પ્રગટી હોય, તો મુનિપણું કેમ ન હોય?
ઉતર:– અંતરમાં જેને મુનિદશાને યોગ્ય શુદ્ધપરિણતિ પ્રગટી હોય તેને અશુદ્ધ પરિણતિ છૂટી ગઈ
હોય, અને અશુદ્ધ પરિણતિ છૂટી જતાં તેના નિમિત્તરૂપ વસ્ત્રાદિનું ગ્રહણ પણ ત્યાં સહેજે છૂટી જ ગયું
હોય–એવો નિયમ છે. અને જ્યાં વસ્ત્રાદિનું ગ્રહણ હોય ત્યાં તે પ્રકારની અશુદ્ધપરિણતિ પણ હોય જ છે,
તેથી તેને મુનિપણું હોતું નથી. અને છતાં જો મુનિપણું માને તો સમ્યગ્દર્શન પણ હોતું નથી.
આ રીતે જ્યાં બાહ્ય પરિગ્રહનું ગ્રહણ છે ત્યાં અંતરંગ અશુદ્ધિ પણ છૂટી નથી,–ફોતરાવાળા
ચોખાના દ્રષ્ટાંતે.
પ્રશ્ન:– ચોખાનું દ્રષ્ટાંત કઈ રીતે છે?
ઉત્તર:– જેમ બહારના ફોતરાંના સદ્ભાવમાં ચોખાને અંદરની રતાશ છૂટી નથી, તેમ જ્યાં બાહ્ય
પરિગ્રહનો સદ્ભાવ છે ત્યાં અંદરમાં તે સંબંધી અશુદ્ધ પરિણતિ છૂટી નથી. જે ચોખાને અંદરની રતાશ
છૂટી ગઈ હોય તેને બહારનું ફોતરું પણ છૂટી જ ગયું હોય, તેમ જે આત્માને અંતરમાંથી રાગરૂપી
રતાશ છૂટી ગઈ હોય તેને બહારમાં વસ્ત્રાદિ પરિગ્રહ પણ છૂટી જ ગયો હોય. હજી એમ બને કે ચોખાનું
ઉપરનું ફોતરું છૂટયું હોય પણ અંદરની રતાશ ન છૂટી હોય; તેમ બહારથી વસ્ત્રાદિ પરિગ્રહ છૂટી ગયો
હોય પણ અંદરમાં મોહ ન છૂટયો હોય–એમ બની શકે; પરંતુ અંદરથી જેનો મોહ છૂટયો તેને બહારમાં
વસ્ત્રાદિ પરિગ્રહ હોય–એમ તો કદી બને જ નહીં.
પ્રશ્ન:– વસ્ત્રાદિ તો પરદ્રવ્ય છે, ને પરદ્રવ્ય તો કોઈ આત્માને નડતું નથી–એવો સિદ્ધાંત છે, તો
પછી જેને વસ્ત્રાદિનું ગ્રહણ હોય તેને મુનિપણું ન હોય–એમ શા માટે કહો છો?
ઉત્તર:– જ્યાં વસ્ત્રાદિ પરિગ્રહનો સદ્ભાવ છે ત્યાં મુનિપણું હોતું નથી, કેમ કે, તે વસ્ત્રાદિ પરિગ્રહના