Atmadharma magazine - Ank 196
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 25

background image
મહા : ૨૪૮૬ : ૨૧ :
છપતે...છપતે
આંકડિઆમાં દિ. જિનમંદિરનું શિલાન્યાસ મુહૂર્ત

અમરેલીથી પ્રસ્થાન કરીને પૂ. ગુરુદેવ પોષ વદ અમાસે મોટા આંકડિઆ પધાર્યા. ઉમળકાપૂર્વક
સ્વાગત થયું. અહીં શાંતિનાથ ભગવાનના સુંદર ભાવવાહી પ્રતિમા બિરાજમાન છે. બપોરે પ્રવચન
બાદ ખાસ ઉલ્લાસપૂર્વક ભક્તિ થઈ...સાંજે ગ્રામ્યશૈલીથી બાળિકાઓએ રાસદ્વારા સ્વાગત ભાવના
વ્યક્ત કરી.
પૂ. ગુરુદેવ પોતાને આંગણે પધારવાથી રવાણી કુટુંબને ખૂબ જ ઉલ્લાસ થયો...અને માહ સુદ
એકમના રોજ શેઠ માણેકચંદ ધનજીભાઈ તથા તેમના ધર્મપત્ની જીજીબાઈ અને સમસ્ત રવાણી
કુટુંબના હસ્તે દિગંબર જિનમંદિરનું શિલાન્યાસ મુહૂર્ત પૂ. ગુરુદેવની મંગલછાયામાં થયું. ભાઈશ્રી
જમુભાઈ (જેમણે ઘણા વર્ષ સુધી આત્મધર્મ–માસિકની વ્યવસ્થા સંભાળી હતી તેઓ) પહેલેથી
જિનમંદિર માટે ઉત્સાહપૂર્વક રસ ધરાવી રહ્યા છે. આખું રવાણી કુટુંબ પૂ. ગુરુદેવ પ્રત્યે ભક્તિભાવ
ધરાવે છે, અને ગુરુદેવના પ્રતાપે આંકડિયામાં જિનમંદિરના પાયા નંખાતા તેમને ઘણો હર્ષ થયો છે.
શિલાન્યાસપ્રસંગે ગુરુદેવના સુહસ્તે સ્વસ્તિક વગેરે કરાવવામાં આવ્યા હતા. આ રીતે ગુરુદેવના
પ્રતાપે જિનશાસનની પ્રભાવના દિનેદિને વૃદ્ધિગત થતી જાય છે.
પૂર્ણતાને લક્ષે શરૂઆત
પૂર્ણ જ્ઞાનસ્વભાવની જેને પ્રતીત ન હોય તેને જ અલ્પ ઉઘાડના
અભિમાનથી અટકી જવાનું બને છે. જેને પૂર્ણ જ્ઞાનસ્વભાવની પ્રતીત
હોય તેને પૂર્ણતાની જ ભાવના હોવાથી વચ્ચે કયાંય અટકવાનું બનતું
નથી.
જ્ઞાનીની શરૂઆત પૂર્ણતાના લક્ષે છે, તેથી તે વચ્ચે અલ્પતામાં
કયાંય અટકી જતા નથી. અજ્ઞાનીને પૂર્ણતાનું લક્ષ જ નહિ હોવાથી તેને
વાસ્તવિક શરૂઆત પણ થતી નથી, તે કયાંક ને કયાંક અલ્પતામાં સંતુષ્ટ
થઈને અટકી જાય છે માટે–પૂર્ણતાના લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક
શરૂઆત છે.