Atmadharma magazine - Ank 196
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 25

background image
: ૬ : આત્મધર્મ : ૧૯૬
સ્વકાર્યને સાધવા માટે
આચાર્યદેવ મુમુક્ષુને શિખામણ આપે છે.
નિયમસાર ગા. ૧પપમાં આચાર્યદેવ કહે છે કે હે યોગી!
આત્મધ્યાનસ્વરૂપ નિશ્ચય પ્રતિક્રમણાદિ સત્ક્રિયાઓને જાણીને તું નિરંતર
સ્વકાર્યમાં પરાયણ થા...જગતની નિંદા–પ્રશંસા સામે ન જોતાં, મૌનપૂર્વક નિજ
કાર્યને સાધવામાં નિરંતર તત્પર થા.
અહીં મુખ્યપણે મુનિને સંબોધીને શિખામણ આપી છે, તે અનુસાર બીજા
મુમુક્ષુ જીવોને પણ એ શિખામણ લાગુ પડે છે. હે મુમુક્ષુ! પહેલાં તો તું શુદ્ધ
નિશ્ચયથી પ્રતિક્રમણાદિ ક્રિયાઓનું સ્વરૂપ જાણ! નિશ્ચયથી પ્રતિક્રમણાદિ
સત્ક્રિયાઓ આત્મધ્યાનસ્વરૂપ છે, આત્માના ધ્યાનમાં તે બધી ક્રિયાઓ સમાઈ
જાય છે, માટે, તું તારા આત્મસ્વરૂપને જાણીને તેના ધ્યાનમાં તત્પર થા.
આત્મસ્વરૂપને જાણીને તેનું ધ્યાન–એ જ તારું સ્વકાર્ય છે, તારા આ સ્વકાર્યમાં
જ તું પરાયણ થા. દુનિયાના અજ્ઞાની કે મૂર્ખ જીવો કદાચ તારી નિંદા કરે તોપણ
તું તારા નિજકાર્યથી ચ્યુત થયા વગર, સ્વકાર્યને સાધવામાં જ નિરંતર તત્પર
રહેજે.–કેમકે તારું નિજકાર્ય પરમ મોક્ષસુખનું કારણ છે. દુનિયાની નિંદાના
ભયથી તું તારા સ્વકાર્યને છોડીશ નહીં.
અહીં આ શિખામણ દ્વારા મુમુક્ષુની પરિણતિ કેવી હોય, અને તે પોતાના
કાર્યને કઈ રીતે સાધે તે ઓળખાવ્યું છે. જે જીવ ખરેખરો મુમુક્ષુ છે અને જેને પોતાનું
આત્મહિત સાધવું એ એક જ નિજકાર્ય ભાસ્યું છે તે મુમુક્ષુ સ્વકાર્યને સાધવા માટે
નિરંતર તત્પર હોય છે, તેના હૃદયમાં નિરંતર ખટક હોય છે કે સમસ્ત બહિર્મુખ
ભાવો છોડીને અંતર્મુખ થઈને હું મારા સ્વકાર્યને સાધું.–આવા મુમુક્ષુએ મૌનવ્રતપૂર્વક
નિજકાર્યને સાધવું, એટલે કે જગતમાં કોઈ નિંદા કરતું હોય તોપણ તે સાંભળીને ખેદ
ન થવા દેવો અને નિજકાર્યને છોડવું નહીં. અનંત અનંતકાળમાં પૂર્વે કદી નહીં સાધેલું
એવું અપૂર્વ આત્મકાર્ય હવે મારે સાધવાનું છે તેથી જગતના લૌકિક જીવોની જેમ
મારે પ્રવર્તવું યોગ્ય નથી, મારું જરૂરનું કાર્ય તો એક જ છે કે મારા સ્વરૂપની
સાવધાની કરવી.–આમ નિજકાર્યમાં ઉત્સાહિત થયેલો મુમુક્ષુ જીવ, જગતની દરકાર
છોડીને પોતાના હિતકાર્યને સાધે છે. તે જાણે છે કે નિજાત્માના આશ્રયે સધાતું આ
નિજકાર્ય જ મને પરમ સુખ દેનાર છે, તેથી તે પોતાના નિજકાર્યથી ડગતો નથી.