વૈશાખ: ૨૪૮૬ : ૭ :
૬૦. અહા, જુઓ આ સ્વભાવ સાથે સંબંધ જોડવાની, ને પર સાથેનો સંબંધ તોડવાની રીત.–આ
રીતથી સંસારથી છૂટાય છે ને સર્વજ્ઞતા પમાય છે.
૬૧. આત્માના જ્ઞાન–આનંદ સ્વભાવની પ્રતીત કરનાર જીવ પોતાના કેવળજ્ઞાનને પોતામાં જ દેખે છે,
કેવળજ્ઞાન માટે બીજો કોઈ પણ કારકોની અપેક્ષા તેની દ્રષ્ટિમાંથી છૂટી જાય છે.
૬૨. કેવળજ્ઞાન લેવા માટે આત્માને ક્્યાંય બહાર નથી જવું પડતું, તેમજ બીજા સામે જોવું નથી પડતું,
પોતાથી ભિન્ન બીજી કોઈ સામગ્રી શોધવી નથી પડતી; માટે બહારનું કોઈ કારણ નથી. આત્મા
પોતામાં જ રહીને, સ્વયમેવ છ કારકરૂપ થઈને પોતે કેવળજ્ઞાનપણે પ્રગટ થાય છે તેથી તે
‘સ્વયંભૂ’ છે.
૬૩. જુઓ, આ આત્મરસ! આત્મરસિક થઈને આવા સ્વયંભૂ આત્માની ભાવના કરતાં અપૂર્વ
આત્મરસનાં ઝરણાં ફૂટે છે.
૬૪. ‘સ્વયંભૂ’ થયેલા આત્માની પ્રશંસા કરતાં આચાર્યદેવ કહે છે કે અહા! શુદ્ધોપયોગના સામર્થ્યથી
ઘાતીકર્મોનો ક્ષય કરીને ‘આ’ આત્મા પોતે જ જ્ઞાન અને સુખરૂપે પ્રસિદ્ધ થયો છે.
૬પ. જુઓ, આચાર્યદેવની અદ્ભુત શૈલિ! આ....આત્મા’ એમ કહીને, સ્વયંભૂ–સર્વજ્ઞ ભગવંતોને
પોતાના જ્ઞાનમાં પ્રત્યક્ષ કરીને, જાણે કે પોતાનો આત્મા પણ શુદ્ધોપયોગના બળથી વર્તમાનમાં
કેવળજ્ઞાન અને સુખરૂપે પરિણમતો હોય!–એવી અદ્ભુત રીતે સ્વયંભૂ આત્માનો મહિમા ગાયો
છે.
૬૬. અહો, આત્માની એ પળ અને એ ક્ષણને ધન્ય છે કે જે પળે ને જે ક્ષણે ચૈતન્યના
શુદ્ધઉપયોગના સામર્થ્યથી પોતે જ પરિપૂર્ણ જ્ઞાન અને સુખરૂપે થઈને સ્વયંભૂ થશે....ને એ
જ રીતે પૂર્ણ જ્ઞાન–આનંદરૂપે પોતે સાદિ–અનંતકાળ સુધી રહ્યા કરશે.
૬૭. તે આત્માઓ પણ ધન્ય છે કે જેઓ સ્વયંભૂ થઈને પોતાના અતીન્દ્રિય જ્ઞાન ને આનંદમાં
સાદિ–અનંત બિરાજી રહ્યા છે.
૬૮. તે આત્માઓ પણ ધન્ય છે કે જેઓ એવા પૂર્ણ જ્ઞાન ને આનંદની અપૂર્વ આરાધના કરી
રહ્યા છે.
૬૯. જેનો ઉદય જ્ઞાનપ્રકાશથી ભરપૂર છે અને આનંદદાયક છે એવા સ્વયંભૂ–સુપ્રભાતનો ઉદય
જયવંત વર્તો.
૭૦. જેમની ઓળખાણ કરતાં આત્માના જ્ઞાન–આનંદ–સ્વભાવની ઓળખાણ થાય છે.... એવા
જ્ઞાન–આનંદમય સ્વયંભૂ સર્વજ્ઞ પરમાત્માને નમસ્કાર હો.
૭૧. અન્યકારકોથી નિરપેક્ષ એવા ‘સ્વયંભુ’ આત્માની ઓળખાણ કરાવનાર...અને ‘સ્વયંભૂ’
થવાનો સત્યમાર્ગ દર્શાવનાર ગુરુદેવને ૭૧મા મંગલજન્મોત્સવ પ્રસંગે નમસ્કાર હો.
* * *