વૈશાખ: ૨૪૮૬ : ૯ :
જુઓ, આ સમ્યગ્દ્રષ્ટિની દશા! સમ્યગ્દ્રષ્ટિને બાહ્યની પરવા હોતી નથી, તે જગતથી ઉદાસ છે,
ચૈતન્ય સ્વરૂપની જ તેને પ્રીતિ છે, પરમાત્મપદની તેને લગની લાગી છે. અંતરની ચૈતન્યસંપદાના
અનુભવપૂર્વક તે ચૈતન્યલક્ષ્મીનો સ્વામી થયો છે, જગત પાસેથી તેને કાંઈ જોઈતું નથી. તે જગતથી
ઉદાસ છે ને જિનેશ્વર ભગવાનનો દાસ છે એટલે કે ભગવાને કહેલા માર્ગની આરાધનામાં તત્પર છે.
અહીં પદ્મનંદીપચીસીના નિશ્ચયપંચાશત અધિકારમાં (પ૨ મી ગાથામાં) આચાર્યદેવે કહ્યું કે
મુનિવરોના હૃદયમાં જે ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિ થતાં વિકલ્પો નષ્ટ થઈ જાય છે–તે ચૈતન્યતત્ત્વને નમસ્કાર
કરો. રાગ તરફ ન નમો, વિકલ્પ તરફ ન નમો. ચિદાનંદ તત્ત્વનું બહુમાન કરીને તે તરફ જ નમો. આ
જ વિકલ્પોને જીતીને ફતેહ મેળવવાની રીત છે. મુનિની મુખ્યતાથી સંબોધન કર્યું છે પરંતુ નીચલી
દશામાં પણ સમકિતીને એજ વાત લાગુ પડે છે. જ્યારે વિકલ્પોથી પાર થઈને ચૈતન્યતત્ત્વનો અનુભવ
કરે ત્યારે જ સમ્યગ્દર્શન થાય છે.
સમ્યગ્દ્રષ્ટિને અંતરમાં કેવા આત્માનો અનુભવ હોય છે તે આ પ૩મી ગાથામાં બતાવે છે:–
बद्धो वा मुक्तो चिद्रूपो नयविचारविधिरेषः।
सर्वनयपक्षरहितो भवति हि साक्षात्समयसारः।।५३।।
ચૈતન્યસ્વરૂપ આત્મા બંધાયેલો છે કે મુક્ત છે–એ બધી નયવિચારની વિધિ છે, એટલે કે
વિકલ્પની રીત છે, તે વિકલ્પમાં શુદ્ધાત્માનો અનુભવ નથી. તે સર્વ નયપક્ષરૂપ વિકલ્પોથી રહિત થાય
ત્યારે જ સાક્ષાત્ સમયસાર થાય છે, ત્યારે જ શુદ્ધાત્માનો અનુભવ થાય છે. સમ્યગ્દ્રષ્ટિ પોતાના
આત્માને આવો અનુભવે છે.
જુઓ ભાઈ, જગતમાં બીજું બધું સુલભ છે. પરંતુ આ ચૈતન્યતત્ત્વના અનુભવની વાર્તા અતિ
દુર્લભ છે. અંતરમાં ચિદાનંદસ્વરૂપ આત્માનો અનુભવ કેમ થાય તે જ કરવા જેવું છે. ભગવાન
શાંતિનાથ–કુંથુનાથ–અરનાથ એ ત્રણે તીર્થંકરો પહેલાં ચક્રવર્તી હતા; જન્મ્યા ત્યારથી જ તે ત્રણે
આત્મજ્ઞાન ઉપરાંત ત્રણ જ્ઞાન સહિત હતા, ઈંદ્રોએ તેમનો જન્માભિષેક કર્યો હતો, ને હજારહજાર
નયનોથી તેમનું દિવ્યરૂપ નીહાળવા છતાં તૃપ્ત થયા ન હતા. પણ જન્મ્યા ત્યારથી જ તેમને અંતરમાં
ભાન હતું કે અમે શુદ્ધ ચૈતન્યરૂપ છીએ, આ દેહનું દિવ્યરૂપ તે અમે નથી, ઈંદ્રો નમે તેને લીધે કાંઈ
અમારા આત્માનો આવો જ સ્વભાવ છે. આવા આત્માને ઓળખે તેણે ભગવાનને ઓળખ્યા કહેવાય
ને તે જ ભગવાનનો સાચો ભક્ત કહેવાય. પ્રભો! તારા આત્માનો સાચો સ્વભાવ સમજ્યા વગર
જગતમાં તેને કોઈ શરણરૂપ, મંગલરૂપ કે ઉત્તમરૂપ નથી. કેવો છે આત્મા?
સર્વનયપક્ષથી રહિત છે; દેહાદિથી તો જુદો છે, બહારના પદાર્થો સંબંધી સ્થૂળ રાગ–દ્વેષ તેનાથી
પણ જુદો છે, ને અંદરમાં ‘હું જ્ઞાન છું’ ઈત્યાદિ જે સૂક્ષ્મ વિકલ્પો તેના સંબંધથી આત્માને ઓળખવા
માંગે તો પણ તે ઓળખાતો નથી. તે વિકલ્પને પણ ઓળંગીને, જ્યારે જ્ઞાનને આત્મસન્મુખ કરે ત્યારે
આત્મા ઓળખાય છે.
રે જીવ! આ મનુષ્યદેહ તો માટીનું ઢીંગલ છે....તે ક્ષણમાં વીંખાઈ જશે....સંયોગો અનિત્ય છે,
ચિદાનંદ સ્વભાવ એક જ આત્માને માટે ધુ્રવ છે–તે જ શરણ છે. આત્માને કોઈ પણ પદાર્થનો સંયોગ
નિત્ય નથી તેથી તે શરણરૂપ નથી. સમવસરણ અનિત્ય, પર્વતો ને પ્રતિમાઓનો સંયોગ અનિત્ય, અને
જાત્રા વગેરેના રાગની વૃત્તિઓ પણ અનિત્ય; એક અસંયોગી ચિદાનંદતત્ત્વ જ સદા ધુ્રવ રહેનાર છે,
તેઓ કદી વિયોગ નથી, તે જ શરણરૂપ છે. ધર્મીને તેનું જ આલંબન છે.
ધર્મી જાણે છે કે મારા શુદ્ધસ્વભાવની સંપદા કર્મથી રહિત છે, મારી ચૈતન્યસંપદા કર્મથી
બંધાયેલી નથી. હું બંધાયેલો છું એવી વૃત્તિ, કે હું મુક્ત થાઉં એવી વૃત્તિ–તે ચૈતન્યસ્વરૂપથી બહાર છે.
ચૈતન્યસ્વરૂપને પકડતાં ‘હું બંધાયેલો છું કે હું મુક્ત છું’ એવી રાગવૃત્તિને કર્તૃત્વ રહેતું નથી, ને
રાગરહિત ચિદાનંદસ્વભાવની પ્રતીતિ–અનુભવ થાય છે, તે મોક્ષમાર્ગનું પહેલું પગથિયું છે.
આ સમ્યગ્દર્શનની વાત છે. સમ્યગ્દર્શનની આ ભૂમિકા