પણ અચિંત્ય–અલૌકિક–અપૂર્વ છે. ચૈતન્યતત્ત્વની સન્મુખ થતાં રાગવૃત્તિનું કર્તૃત્વ રહેતું નથી,
વીતરાગી આનંદના અંશનું વેદન થાય છે.–આવી ભૂમિકા વગર ધર્મની શરૂઆત થતી નથી. જેમ સીરો
કરવાની જે રીત હોય તે જ રીતે સીરો થાય છે, તેમ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં પહેલાં
સમ્યગ્દર્શન હોય છે, ને પછી ચારિત્ર હોય છે. સમ્યગ્દર્શન વગર વ્રત–તપ કે ચારિત્ર માને તો તેને
મોક્ષમાર્ગની વિધિની ખબર નથી. બંધ–મોક્ષબંધથી વિકલ્પના પક્ષમાં ઊભો રહીને આત્માના
સ્વભાવનો અનુભવ થતો નથી. ‘હું શુદ્ધ છું–મુક્ત છું’ એવા નિશ્ચયસંબંધીના વિકલ્પના કર્તૃત્વમાં
રોકાયેલો જીવ પણ હજી આત્માના અનુભવથી બહાર છે. બંધ–મોક્ષના વિકલ્પનું કર્તૃત્વ છોડીને,
આનંદસ્વરૂપ આત્મામાં ઢળતાં સમ્યગ્દર્શનરૂપી પહેલો ધર્મ થાય છે.
અનુભવનો ઉદ્યમી છે. રાગની વૃત્તિનું ઉત્થાન તે ચૈતન્યના અનુભવનો ઉપાય નથી, પણ
ચૈતન્યસ્વભાવની સન્મુખતાનો ઉદ્યમ તે જ ચૈતન્યના અનુભવનો ઉપાય છે.
આત્માને લક્ષમાં લીધા વગર, પરના કર્તાપણાની બુદ્ધિમાં અટકેલા જીવો અંર્તસ્વભાવમાં ક્્યાંથી
વળે? પરના કર્તૃત્વની વાત તો દૂર રહો, અહીં તો આચાર્યદેવ અંતરની સૂક્ષ્મ વાત સમજાવે છે કે
ચૈતન્યના આંગણે આવીને પણ જ્યાંંસુધી ‘બદ્ધ–મુક્ત’ ના વિકલ્પમાં રોકાય છે ત્યાંસુધી શુદ્ધઆત્માનો
અનુભવ થતો નથી. ચૈતન્યસ્વભાવમાં બદ્ધ–મુક્ત સંબંધી રાગ–વિકલ્પો નથી, તેથી તે રાગવિકલ્પોના
કર્તૃત્વમાં અટકેલા જીવને (–ભલે મુક્ત સંબંધી વિકલ્પો હોય તો પણ) શુદ્ધ આત્માનો અનુભવ થતો
નથી, શુદ્ધાત્મા તરફ વળ્યા પહેલાં શરૂઆતમાં તેવા વિકલ્પો હોય છે ખરા, પણ તે વિકલ્પો સાધક નથી
પણ બાધક છે, માટે તે વિકલ્પથી પાર થઈને અંતર્મુખ સાક્ષાત્ ચિદાનંદસ્વરૂપનો સ્વાદ લેવો તે
‘સમયસાર’ છે, તે જ સમ્યગ્દર્શન છે.....તેમાં આત્માની ફતેહ છે.
લક્ષમાં તો લે....આવો જ મારો સ્વભાવ છે–એમ લક્ષમાં લઈને હોંસથી હા તો પાડ. આ વાતની હા
પાડવાથી પણ તારું અપૂર્વ કલ્યાણ થશે. જુઓ, આ ફત્તેહપુરમાં આત્માની ફત્તેહ થાય.–એવી સરસ
વાત આવી છે. આત્મા અજ્ઞાનભાવે હારી ગયો છે, આ સમજવાથી આત્માની ફત્તેહ થાય છે ને આત્મા
સંસારથી છૂટીને સિદ્ધદશા પામે છે.